Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

રીટેલ ક્ષેત્રે FDI લીલીઝંડીના સંકેતે FII શેરોમાં અવિરત લેવાલ ઃ ડોલર ૧૩ પૈસા ઘટી રૃા. ૫૪.૫૪
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી ઃ સ્મોલ-મિડ કેપમાં વધતું આકર્ષણ

સેન્સેક્ષ ૪૪ પોઇન્ટ વધીને ૧૯૩૯૨ઃ FII ની વધુ રૃા. ૮૭૯ કરોડના શેરોની ખરીદી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઇ મંજૂરી મામલે લોકસભામાં ચર્ચા પોઝિટીવ સંકેત આપી જઇ વોટીંગ પૂર્વે યુપીએ સરકારની તરફેણમાં પલડું નમતું હોવાના નિર્દેશે આર્થિક- સુધારા રીફોર્મ્સમાં સરકારને મોટી સફળતા મળવાની અપેક્ષાએ એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રીયાલ્ટી શેરો સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ચીનના સારા આંકડાએ મેટલ શેરો, બેંકિંગ, પીએસયુ શેરોમાં પસંદગીની મોટી લેવાલી કરી સેન્સેક્ષ- નિફ્ટીના તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું. ડીસેમ્બર મહિનાની તેજીની આગેવાની લેનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લઇ સતત કંપની માટે પોઝિટીવ સમાચારોમાં શેરોના જંગી બાયબેક બાદ કેજી- ડી૬ બ્લોકમાં ઉત્પાદન વધારવા વધુ કૂવાઓના સારકામ માટે વધુ મૂડીરોકાણની યોજનાને ઓઇલ ગેસ મંત્રાલય દ્વારા મંજૂર કરવાના અહેવાલ બાદ હવે યેમન બ્લોક-૯માં ૨૫ ટકા હોલ્ડિંગ વેચીને મોટી નાણા જોગવાઇ કરતાં અને વર્ષ ૨૦૦૭ના ઇન્સાઇડર ટ્રેડીંગ કેસમાં સીઆઇસી વિરુદ્ધ અપીલ માટે રિલાયન્સને પાર્ટી બનાવવાના હાઇકોર્ટના આદેશ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આરંભથી જ ફંડો-ઇન્વેસ્ટરોએ લેવાલી વધારી હતી. આ સાથે મેટલ શેરો પણ ડિસેમ્બર મહિનામાં ચળકાટ બતાવશે એવી આગોતરી અપેક્ષા-આગાહી યથાર્થ ઠેરવી આજે મેટલ શેરો ટાટા સ્ટીલ, સ્ટરલાઇટ, હિન્દાલ્કો હિતમાં ફંડોએ તેજીનો મોટો વેપાર ગોઠવતા બજારે આરંભથી જ ઇન્ડેક્ષ બેઝડ મજબૂતી બતાવી હતી. આ સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સરકાર રૃા. ૪૦૦૦ કરોડની મૂડી લાવશે એવા પોઝિટીવ સમાચારે બેંકિંગ શેરોમાં પણ આકર્ષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૯૩૪૮.૧૨ સામે ૧૯૩૯૭.૯૮ મથાળે થુલીને નીચામાં ૧૯૩૭૧.૦૧ થઇ તેજીની ચાલે એક સમયે ૧૧૫.૧૩ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૯૪૬૩.૨૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ ડોલરની નરમાઇ સાથે યુ.એસ, યુરોપની અનિશ્ચિતતાએ આઇટી-સોફ્ટવેર શેરો ઇન્ફોસીસ, વિપ્રો, ટીસીએસમાં વેચવાલી સાથે બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૃતી સુઝુકી, ટાટા પાવર, ભારતી એરટેલ, એચડીએફસી શેરોમાં નરમાઇએ સેન્સેક્ષનો સુધારો અડધો અડધ ધોવાઇ જઇ અંતે ૪૩.૭૪ પોઇન્ટ વધીને ૧૯૩૯૧.૮૬ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૫૯૦૦ની સપાટી કુદાવી જઇ ૫૯૧૭ બોલાયો ઃ મેટલ શેરો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મજબૂત ટેકો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૮૮૯.૨૫ સામે ૫૯૦૬.૬૦ મથાળે ખુલીને શરૃઆતથી જ ચીનના ગઇકાલે આવેલા મજબૂત આંકડા પાછળ મેટલ શેરો સેસાગોવા, હિન્દાલ્કો, ટાટા સ્ટીલમાં લેવાલીના આકર્ષણ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એકથી વધુ પોઝિટીવ સમાચારો આવતા ફંડોએ આક્રમક લેવાલી કરી મૂક્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સારા સમાચારે બેંકિંગ શેરો સ્ટેટ બેંક, પીએનબી, બેંક ઓફ બરોડામાં લેવાલી અને રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરીના સંસદમાં પોઝિટીવ સંકેતે રીયાલ્ટી શેરોમાં ડીએલએફમાં મોટી લેવાલીએ નિફ્ટી ૫૮૯૧.૩૫ના મથાળેથી ઝડપી સુધારાએ એક સમયે ૨૮.૫૫ પોઇન્ટના સુધારે ઉપરમાં ૫૯૧૭.૮૦ સુધી પહોંચી જઇ અંતે ૧૧.૨૫ પોઇન્ટ વધીને ૫૯૦૦.૫૦ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ + અપ ઃ નિફ્ટી સ્પોટ ૫૮૩૫ના ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી ઃ ૫૭૪૦ મજબૂત સપોર્ટ
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ + અપ બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ ૫૮૩૫ના ક્લોઝિંગ સ્ટોપલોસે તેજીના વેપારનું ધ્યાન બતાવાય છે. નિફ્ટી સ્પોટ મજબૂત સપોર્ટ ૫૭૪૦ દર્શાવાય છે.
નિફ્ટી ૬૦૦૦નો કોલ ૫૦.૭૦થી ઉછળીને ૬૫ ઃ નિફ્ટી ફ્યુચર ૫૯૫૮ બોલાયો ઃ ૬૧૦૦નો કોલ ૨૩.૬૦થી વધીને ૩૨.૮૦
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ૬૦૦૦નો કોલ ૪,૨૯,૪૪૨ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૦૧૫.૭૨ કરોડના ટર્નઓવરે ૫૦.૭૦ સામે ૫૯.૮૫ ખુલી નીચામાં ૫૫.૩૫થી ઉપરમાં ૬૮.૪૫ સુધી જઇ અંતે ૬૫ હતો. નિફ્ટી ૬૧૦૦નો કોલ ૨,૯૮,૫૧૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૧૫૦.૬૪ કરોડના ટર્નઓવરે ૨૩.૬૦ સામે ૨૬.૯૦ ખુલી નીચામાં ૨૪થી ઉપરમાં ૩૪.૯૦ સુધી જઇ અંતે ૩૨.૮૦ હતો. નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૧,૪૬,૪૩૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૩૫૨.૬૯ કરોડના ટર્નઓવરે ૫૯૨૩.૬૫ સામે ૫૯૪૫.૩૦ ખુલી નીચામાં ૫૯૨૮.૧૦ થી ઉપરમાં ૫૯૫૮.૮૫ સુધી જઇને અંતે ૫૯૪૯.૮૦ હતો.
નિફ્ટી ૬૪૦૦ના કોલમાં વધેલો સળવળાટ ઃ ૨.૨૦થી વધીને ૩.૨૫ ઃ બેંક નિફ્ટી ફ્યુચર ૧૨૨૬૯થી વધીને ૧૨૩૭૫
નિફ્ટી ૬૨૦૦નો કોલ ૧,૮૯,૪૬૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૮૮૬.૫૮ કરોડના ટર્નઓવરે ૧૦.૧૦ સામે ૧૧.૭૫ ખુલી નીચામાં ૧૦.૮૫થી ઉપરમાં ૧૬.૨૦ સુધી જઇ અંતે ૧૪.૫૫ હતો. નિફ્ટી ૬૪૦૦ના કોલમાં પણ વધેલા સળવળાટે ૩૪૭૭૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૧૩.૩૩ કરોડના ટર્નઓવરે ૨.૨૦ સામે ૨.૭૦ ખુલી નીચામાં ૨.૫૦થી ઉપરમાં ૩.૬૦ સુધી જઇ અંતે ૩.૨૫ હતો. બેંક નિફ્ટી ફ્યુચર ૫૬૭૩૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૭૫૧.૪૨ કરોડના ટર્નઓવરે ૧૨૨૬૯.૫૫ સામે ૧૨૨૮૦.૧૦ ખુલી ઉપરમાં ૧૨૩૯૯.૯૫ સુધી જઇ અંતે ૧૨૩૭૪.૯૫ હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અનેક સારા સમાચારે શેર રૃા. ૮૩૭ બોલાયો ઃ યેમન બ્લોકમાં ૨૫ ટકા હોલ્ડિંગ વેચ્યું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે એકથી વધુ સારા સમાચારો આવતા શેરમાં એફઆઇઆઇ, લોકલ ફંડો, ઇન્વેસ્ટરોએ મોયાપાયે લેવાલી કરતા શેર રૃા. ૮૨૮ ખુલી નીચામાં રૃા. ૮૨૦.૫ થઇ ઉપરમાં રૃા. ૮૩૭ સુધી જઇ અંતે ૪.૬૧ લાખ શેરોના વોલ્યુમે રૃા. ૭.૨૦ વધીને રૃા. ૮૩૦.૯૦ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના બાયબેક પ્રોગ્રામ હેઠળ ૪.૨ કરોડ શેરો રૃા. ૩૩૫૭ કરોડના ખર્ચે શેરદીઠ સરેરાસ રૃા. ૮૨૯ના ભાવે ખરીદ્યાનું જાહેર કરતા અને કેજી-ડી૬ બ્લોકમાં ઘટતા ઉત્પાદનને વધારવા વધુ કૂવાઓના સારકામ માટે વધુ રોકાણની યોજનાને ઓઇલ- ગેસ મંત્રાલય દ્વારા મંજૂર કરવાના સંકેત અને આજે કંપની તેના યેમન-૯ બ્લોકમાં ૨૫ ટકા કાર્યકારી હોલ્ડિંગ વેચવામાં સફળતા મેળવ્યાનું જાહેર કરતા તેમજ વર્ષ ૨૦૦૭ના ઇન્સાઇડર ટ્રેડીંગ કેસમાં સીઆઇસી વિરુદ્ધ અપીલ માટે હાઇકોર્ટે રિલાયન્સને તક આપવા પાર્ટી બનાવવા સેબીને આદેશ આપ્યાની પોઝિટીવ અસરે શેરમાં લેવાલી નીકળી હતી.
રીટેલ FDI મંજૂરીના સંકેતે રીયાલ્ટી, રીટેલ શેરોમાં સતત તેજી ઃ ફિનિક્સ મિલ, ડીએલએફ, પેન્ટાલૂન, CESC મોટા લેવાયા
રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરી મળી જવાની સંસદમાં ચાલતી ચર્ચાના પોઝિટીવ સંકેતે આજે સતત ત્રીજા દિવસે રીયાલ્ટી, રીટેલ કંપનીઓના શેરોમાં ફંડો, ઇન્વેસ્ટરોની લેવાલી રહી હતી. ફિનિક્સ મિલ રૃા. ૧૬.૨૫ વધીને રૃા. ૨૩૩.૪૫, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ છેલ્લે મોટા લેવાતા શેર રૃા. ૪.૭૫ ઉછળીને રૃા. ૭૫.૦૫, ડીએલએફ ૩૫ લાખ શેરોની ખરીદીએ રૃા. ૯.૫૫ વધીને રૃા. ૨૨૨.૩૫, યુનીટેક રૃા. ૩૪.૪૦, ગોદરેજ પ્રોપર્ટી રૃા. ૧૧.૭૫ વધીને રૃા. ૬૬૧.૩૫, એચડીઆઇએલ રૃા. ૧.૬૫ વધીને રૃા. ૧૧૭.૬૫, શોભા ડેવલપર્સ રૃા. ૫ વધીને રૃા. ૨૫૯.૩૦ રહ્યા હતા. રીટેલ શેરોમાં પેન્ટાલૂન રીટેલ રૃા. ૭.૬૫ વધીને રૃા. ૨૩૭.૮૫, સીઇએસસી રૃા. ૪.૪૦ વધીને રૃા. ૩૧૯.૧૦, ટ્રેન્ડ રૃા. ૫૧.૮૫ વધીને રૃા. ૧૨૭૦.૭૫, રેમન્ડ રૃા. ૮.૧૦ વધીને રૃા. ૪૬૨.૫૦, સેન્ચુરી ટેક્સટાઇલ રૃા. ૩.૭૦ વધીને રૃા. ૪૨૧.૩૫ રહ્યા હતાં.
સ્ટેટ બેંકમાં સરકાર રૃા. ૪૦૦૦ કરોડ લાવશે ઃ શેર રૃા. ૩૧ વધ્યો ઃ અલ્હાબાદ બેંક મોટા લેવાયા ઃ પીએનબી, ઓબીસી વધ્યા
બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સરકારની રૃા. ૪૦૦૦ કરોડનું ફંડ લાવશે એવું સીએફઓ દ્વારા જાહેર કરાતા શેર રૃા. ૩૦.૯૫ વધીને રૃા. ૨૨૬૯.૨૦ રહ્યો હતો. પીએનબી રૃા. ૨૬.૯૫ ઉછળીને રૃા. ૮૧૩, અલ્હાબાદ બેંક રૃા. ૭.૩૦ તેજીએ રૃા. ૧૫૫.૨૦, કોર્પોરેશન બેંક રૃા. ૧૧.૩૦ વધીને રૃા. ૪૨૮.૬૦, ઓરિએન્ટલ બેંક રૃા. ૮.૭૫ વધીને રૃા. ૩૪૫.૨૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૫.૯૦ વધીને રૃા. ૨૮૯.૬૦, સિન્ડિકેટ બેંક રૃા. ૨.૩૫ વધીને રૃા. ૧૨૭.૪૫, બેંક ઓફ બરોડા રૃા. ૧૦.૨૦ વધીને રૃા. ૭૮૧.૯૫, એચડીએફસી બેંક રૃા. ૭.૭૦ વધીને રૃા. ૬૯૨.૩૫, એક્સીસ બેંક રૃા. ૧૩.૩૫ વધીને રૃા. ૧૩૩૪.૮૫, જેએન્ડ કે બેંક રૃા. ૧૧.૯૫ વધીને રૃા. ૧૪૦૩.૭૦, ઇન્ડિયન બેંક રૃા. ૧.૩૦ વધીને રૃા. ૧૮૭.૬૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૯૩.૫૦ પોઇન્ટ વધીને ૧૪૦૯૩.૧૧ રહ્યો હતો.
ચીનના મજબૂત આંકડાએ મેટલ શેરોમાં તેજીનો ચળકાટ વધ્યો ઃ સ્ટરલાઇટ, સેસાગોવા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઉંચકાયા
ચીનના ગઇકાલે આર્થિક આંકડા સારા આવતા મેટલની માગ વધવાના અંદાજોએ લંડન મેટલ એક્ષચેન્જમાં પણ ભાવો વધી આવતા મેટલ શેરોમાં લેવાલીનું આકર્ષણ વધ્યું હતું. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૧૬૭.૬૫ પોઇન્ટની તેજીએ ૧૦૫૬૮.૭૩ રહ્યો હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૫.૭૫ તેજીએ રૃા. ૧૧૨.૮૦, સેસાગોવા રૃા. ૮.૪૦ વધીને રૃા. ૧૮૯.૧૦, હિન્દાલ્કો રૃા. ૩.૯૫ વધીને રૃા. ૧૨૦.૮૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૧૭.૮૫ વધીને રૃા. ૭૭૧.૯૫, ટાટા સ્ટીલ રૃા. ૮.૩૦ વધીને રૃા. ૩૯૭.૬૫, સેઇલ રૃા. ૧.૭૦ વધીને રૃા. ૮૩.૨૦ રહ્યા હતાં.
ડોલર ૧૩ પૈસા નબળો પડીને રૃા. ૫૪.૫૪ ઃ ઇન્ફોસીસ રૃા. ૪૭ તૂટયો ઃ એચસીએલ ટેક્નો, વિપ્રો પણ ઘટયા
રૃપિયા સામે ડોલરની નરમાઇ વધતી જઇ આજે ૧૩ પૈસા ઘટીને રૃા. ૫૪.૫૪ થઇ જતાં અને યુ.એસ, યુરોપની અનિશ્ચિતતાએ આઇટી શેરોમાં ફંડો વેચવાલ હતા. ઇન્ફોસીસ રૃા. ૪૭ ઘટીને રૃા. ૨૩૮૨.૩૦, વિપ્રો રૃા. ૭.૧૦ ઘટીને રૃા. ૩૮૧, ટીસીએસ રૃા. ૧.૩૦ ઘટીને રૃા. ૧૨૯૭.૧૫, એચસીએલ ટેક્નોલોજી રૃા. ૮.૨૦ ઘટીને રૃા. ૬૩૯, એમ્ફેસીસની ડીજીટલ રિસ્ક કંપનીના એક્વિઝીશનને યુબીએસ સહિતના નકારાત્મક પ્રતિસાદે શેર રૃા. ૩.૪૦ ઘટીને રૃા. ૩૮૭, ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૮.૧૫ ઘટીને રૃા. ૧૧૩૩.૭૦ રહ્યા હતાં.
સ્મોલ-મિડ કેપ શેરોમાં ફંડો સાથે રીટેલ ઇન્વેસ્ટરોની ખરીદી નીકળવા લાગી! ૩૩૯ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ-મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં લોકલ ફંડો, હાઇનેટવર્થ ઇન્વેસ્ટરો, એફઆઇઆઇ સાથે હવે રીટેલ ઇન્વેસ્ટરોની પણ પૂછપરછ થવા લાગતા વધેલી ખરીદીએ માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ બની રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૩૯ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૬૯૫ અને ઘટનારની ૧૨૩૨ રહી હતી. ૩૩૯ શેરોમાં ઓેનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હ તી. જ્યારે ૧૫૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FII ની અવિરત ખરીદી ઃ વધુ રૃા. ૮૭૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી ઃ DII ની રૃા. ૬૪૦ કરોડની વેચવાલી
એફઆઇઆઇ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - બુધવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃા. ૮૭૮.૫૮ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૨૮૧૯.૩૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૯૪૦.૭૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૬૩૯.૭૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૧૫૮.૦૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૭૯૭.૮૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved