Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૫ ડિસેમ્બરથી મંગળવાર ૧૧ ડિસેમ્બર સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે એ ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ.લ.ઇ.) ઃ Strenth - સ્ટ્રેન્થ સિંહના મોંમાં પોતાનો હાથ રાખી શક્તિનું પ્રદર્શન કરી રહેલી એક સ્ત્રી વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારી તાકાત અને હિંમત દ્વારા અશક્ય કાર્યોને ઊકેલી શકશો. કોર્ટ-કચેરી સંબંધિત વારસાગત પ્રશ્નોમાં સમાધાનકારી ઊકેલ આવશે. એકાદ હૃદયસ્પર્શી શુભાશુભ ઘટના બનવા પામશે. તા. ૯, ૧૦, ૧૧ શુભ.

 

વૃષભ (બ.વ.ઉ.) ઃ Six of Wands - સીક્સ ઓફ વૉન્ડસ પર્વતીય વિસ્તારમાં દૂરથી દેખાઇ રહેલા નાના વાંસેના મકાનોનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારી સંપત્તિ અંગેના પ્રશ્નો મહત્ત્વના બનવાનું સૂચવી જાય છે. તમારા કૌટુંબિક પ્રશ્નો અગત્યના બનવા પામશે. સંતાનોના વિવાહ-લગ્ન માટે નોંધપાત્ર નિર્ણય લેવાના આવશે. તા. ૧૧, ૧૨ શુભ.

 

મિથુન (ક.છ.ઘ.) ઃ Ten of Wands - ટેન ઓફ વૉન્ડસ દસ ભાલાનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારી સુરક્ષા સંભવતઃ આરોગ્ય અંગે લેવા સૂચવી જાય છે. સંતાનો સાથે મતભેદ ઉદ્ભવે નહિ તે માટે કાળજી રાખવી. અણધાર્યા ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. નવાં કાર્યો હાલ પૂરતા મોકૂફ રાખવા. તા. ૫, ૬ શુભ.

 

કર્ક (ડ.હ.) ઃ The Hermit - ધ હેરમીટ અંધારામાં ફાનસના પ્રકાશમાં ચાલી રહેલી વૃધ્ધ વ્યક્તિનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા મૂંઝવણભર્યા પ્રશ્નોના ઉકેલ માટે વડિલ વ્યક્તિઓની સલાહસૂચનાઓનો અમલ લાભદાયક નીવડી શકવાનું સૂચવી જાય છે. સંતાનો અંગે કોઇ અગત્યના નિર્ણયો લઇ રહ્યા હો તો ઊતાવળા ન બનવું. તા. ૭, ૮, ૯ શુભ.

 

સિંહ (મ.ટ.) ઃ The Wheel of Fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુન ભાગ્ય ચક્રનું ઉપર - નીચે ફરી રહેલું દર્શાવામાં આવેલું ચિત્ર હાલમાં પરિવર્તનદાયક સમયમાં થઇ પસાર થઇ રહ્યા હોવાનું સૂચવી જાય છે જેની શુભશુભ અસર જન્મનાં ગ્રહોને આધીન મેળવી શકશો. એકાદ નોંધપાત્ર પ્રસંગ ટુંક સમયમાં ઉદ્ભવશે. તા. ૫, ૬, ૧૦, ૧૧ શુભ.

 

કન્યા (પ.ઠ.ણ.) ઃ Eight of Wands - એઇટ ઓફ વૉન્ડસ હવામાં ફંગોળાયેલા આઠ ભાલા જેવા તીક્ષ્ણ હથિયારોનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા માટે કોઇ કસોટી ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. તમારા વ્યવસાયક્ષેત્રે મહત્વનાં નિર્ણયો લેવાના આવશે. કૌટુંબિક બાબતો અગત્યની બનવા પામશે. તા. ૭, ૮, ૯ શુભ.

 

તુલા (ર.ત.) ઃ Justice - જસ્ટીસ હાથમાં ત્રાજવાના નિશાન સાથે માથે રાજાશાહી મુગટ ધારણ કરી સિંહાસન પર બિરાજમાન ન્યાયાધીશનું દર્શાવામાં આવેલું ચિત્ર તમે કોઇ અન્યાય સામે ઝઝૂમી રહ્યા હો અથવા કોઇ સમસ્યને લઇ કોર્ટ-કચેરીના કાર્યો સાથે સંકળાયેલા હશો તો તેમાં યોગ્ય ન્યાય પ્રાપ્ત કરી શકશો. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૫, ૬, ૧૦, ૧૧ શુભ.

 

વૃશ્ચિક (ન.ય.) ઃ The World - ધ વર્લ્ડ દુનિયાના નકશાનું વિવિધ અજાયબીઓ દર્શાવતું ચિત્ર તમારા માટે લાંબી મુસાફરી થઇ શકવાનું અને પ્રવાસ - મુસાફરી દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લઇ શકવાનું સૂચવી જાય છે. મિત્રો અને સ્વજનો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૫, ૬, ૭, ૯ શુભ.

 

ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ The Tower - ધ ટાવર સુંદર દેવળ પર પડી રહેલા સૂર્યના કિરણો અને દેવળના ગોળાકાર ઘુમ્મટ આસપાસ ઊડી રહેલા પક્ષીઓનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા માટે ધાર્મિક સ્થળની મુલાકાત ગોઠવાઇ શકવાનું સૂચવી જાય છે. સહકુટુંબ તીર્થયાત્રાનો યોગ બનશે. જીવનસાથી સાથે કોઇ ગેરસમજ ઉદ્ભવેલી હશે તો તેનું સુખદ સમાધાન થશે. તા. ૮, ૯, ૧૦, ૧૧ શુભ.

 

મકર (ખ.જ.) ઃ The Deveil - દ ડૅવિલ માથા પર પશુ જેવા શિંગડા ધરાવતા શયતાનનું દર્શાવામાં આવેલું ચિત્ર તમે કોઇ કસોટીમાંથી પસાર થઇ રહ્યા હોવાનું સૂચવી જાય છે. સ્વજનો સાથે થયેલા મતભેદો પરાકાષ્ટાએ પહોંચશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે સ્થાન પરિવર્તન થશે. મિત્રો સહાયક બનશે. તા. ૧૦, ૧૧ શુભ.

 

કુંભ (ગ.શ.સ.ષ.) ઃ Three of Swords - થ્રી ઓફ સ્વોર્ડસ ત્રણ ધારદાર તલવારોનું દર્શાવામાં આવેલું ચિત્ર દાંપત્યજીવનમાં સમસ્યા ઉદ્ભવી શકવાનું અને પ્રણય પ્રસંગોમાં કસોટી થવાનું સૂચવી જાય છે. સંતાનોની કારકિર્દી અંગે અગત્યના નિર્ણયો લેવાના આવશે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે. તા. ૫, ૬, શુભ.

 

મીન (દ.ચ.ઝ.થ.) ઃ The Star - ધ સ્ટાર આકાશમાં ઝગમગતા સાત તારાઓનું દર્શાવામાં આવેલું ચિત્ર તમારા વર્તમાન સમયનો સદ્ઉપયોગ અને જન્મના ગ્રહોને આધીન પુરુષાર્થનું શુભફળ પ્રાપ્ત થઇ શકવાનું સૂચવી જાય છે. સ્થાન પરિવર્તન અંગે નિર્ણય લઇ શકશો. કુટુંબમાં શુભ પ્રસંગની ઉજવણી થઇ શકશે. તા. ૫, ૬, ૮, ૯ શુભ.

 

- ઈન્દ્રમંત્રી

રામ જેઠમલાણી ઃ ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય

 

કેન્દ્રિય કાયદામંત્રી તેમજ બાર એસોસીએશનના ચેરમેન જેવા વિવિધ હોદ્દાઓ પર રહી ચૂકેલા સમયાંતરે ટીકાઓનો સામનો કરી ચૂકેલા ભાજપના સાંસદ રામ જેઠમલાણીને તાજેતરમાં સીબીઆઇના વડાની નિમણૂંકનો વિરોધ કરવા બદલ પક્ષ દ્વારા શૉ કોઝ નોટિસ આપવામાં આવેલી છે અને ભાજપમાં પણ આ બાબત મતમતાંતર સર્જાયેલા છે એ સંજોગોમાં ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૩ના રોજ જન્મેલા રામ જેઠમલાણીની મકર લગ્નની જન્મકુંડળીનું દશા-અન્તર્દશા તથા ગોચર ગ્રહોને અનુલક્ષી જ્યોતિષની દ્રષ્ટએ વર્તમાન સમય વિશેનું ફળાદેશ જોતા જણાવી શકાય કે સપ્તમેશ ચંદ્ર પર કર્મસ્થાને પસાર થઇ રહેલો ઉચ્ચનો શનિ લગ્નેશ છે અને વ્યયેશ - તૃતીયેશ ગુરૃ પણ તુલ રાશિમાં કર્મસ્થાને હોઇ ફરી એકવાર તેમની કાર્યશૈલીને કારણે જાહેરમાં વિવાદાસ્પદ બન્યા હોવા ઉપરાંત પક્ષમાંથી સસ્પેન્ડ થવાના સંજોગો ઉદ્ભવેલા છે જેમાં માર્ચ ૨૦૧૩ સુધી લગ્નેશ / સપ્તમેશના અંશાત્મક સંબંધો થતા હોવાથી હાલમાં માર્ચ ૨૦૧૩ સુધીનો સમય તેમના જાહેરજીવન માટે કસોટીરૃપ અને પ્રતિકૂળ પૂરવાર થશે. તા. ૧૫ મે ૨૦૧૨થી ૧૬ માર્ચ ૨૦૧૩ સુધી ચંદ્ર મધ્યે ચંદ્રની અન્તર્દશા હોવાથી તેમના સાંસદ તરીકેના હોદ્દાને લઇ મુશ્કેલીમાં મૂકાઇ શકશે. તેઓએ વિરોધીઓનો સામનો કરવાનો રહેશે.

 

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યાહૂ મેસેન્જરના પબ્લિક ચેટરૃમોના શટર ૧૪મી ડિસે.થી પડી જશે

દક્ષિણ ચીન સમુદ્રમાં ઓઈલ સંશોધન સામે ભારતને ચીનની ચેતવણી
ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ ભવનને એક લાખથી વધુ વિરોધીઓનો ઘેરો ઃ બંધારણનો વિરોધ

શેરોન સ્ટોનને બ્રેન હેમરેજ પછી 'શ્વેત પ્રકાશ'નો અનુભવ થયેલો

અમેરિકામાં મૂળ ભારતીય રજત ગુપ્તા જામીન પર મુક્ત રહી શકશે
રિલાયન્સ, મેટલ, બેંકિંગ, રીયાલ્ટી શેરોમાં તેજી ઃ નિફ્ટીએ ૫૯૦૦ સપાટી કુદાવી
કુદરતી રબરના ભાવમાં કડાકોઃ વૈશ્વિક મંદીને કારણે રબરની માગ પર અસર
સોનાના ભાવો રૃ.૧૨૦ તથા ચાંદીના ભાવો રૃ.૪૩૦ તૂટયા ઃ વિશ્વ બજારમાં જો કે ૧૭૦૦ ડોલર ફરી પાર થયા
ઇન્દુ મિલની ૧૨.૫ એકર જમીન ઉપર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક બનશે
સરકાર છેલ્લા ત્રણ વર્ષથી ચીનની ઘૂસણખોરી અંગે જવાબ આપતી નથી

પ્રથમ એક લાખ આકાશ-ટુ ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે નથીઃ પલ્લમરાજૂ

રોકાણકારોને રૃ. ૨૪,૦૦૦ કરોડ ચુકવવા સહારાને ફેબુ્ર. સુધી મુદત
સરકારના ઇશારે સપા-બસપાએ રાજ્યસભા ખોરવીઃ ભાજપ

મિલકત પર લોન લેતા પહેલા ક્લીયરન્સ સર્ટીફીકેટ જરૃરી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ જાપાન વચ્ચે કરન્સી વિનિમય કરાર
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved