Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

આજનુ પંચાગ
તા. ૬-૧૨-૨૦૧૨, ગુરૃવાર
કારતક વદ સાતમ - કાલાષ્ટમી- સોનામાં સ્થિરતા ?
કાળભૈરવ જયંતી - ભૈરવાષ્ટમી
નાથદ્વારા - ગોવિંદલાલજીનો ઉત્સવ

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૫૭ મિ., (સૂ) ૭ ક. ૫૨ મિ., (મું) ૭ ક. ૪૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની સિંહ (મ. ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પૂર્વાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃશ્વિક, મંગળ - ધન, બુધ - વૃશ્વિકમાં ૯-૦૪થી, ગુરૃ - વૃષભ, શુક્ર - તુલા, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - સિંહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯, ક્રોધી, શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ૨૫૩૯, દક્ષિણાયન હેમંત ઋતુ, રા.દિ. મા. ૧૫
માસ-તિથિ-વાર ઃ કારતક વદ સાતમ ને ગુરૃવાર.
- આજે કાળભૈરવ જયંતિ છે. કાલાષ્ટમી, ભૈરવાષ્ટમી.
- બુધ વૃશ્વિકમાં સવારના ૯ ક. ૦૪ મિ.થી આજે બજારોમાં વધઘટ ?
- નાથદ્વારા, ગોવિંદલાલજી મહારાજનો ઉત્સવ. કોટા, ગોપાલલાલજીનો ઉત્સવ, મથુરા, ગોપાલ લાલજીનો ઉત્સવ. કામવન, રમણલાલજીનો ઉત્સવ.
- સોનામાં સ્થિરતા ?
- ચોપાયોના ભાવ વધે ?
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૨૧ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૨૧ રોજ રામ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ કાળ ભૈરવ જયંતિએ ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં, પુત્રપૌત્રાદિકના આરોગ્યની બાબતમાં ચિંતા રહે.

 

વૃષભ ઃ કાળ ભૈરવ જયંતિએ આપના કામમાં ચિંતા-ઉચાટ રહે. સગાસંબંધી-મિત્રવર્ગમાં બીમારી-ચિંતા-વિવાદથી શાંતિ જણાય નહીં.

 

મિથુન ઃ માનસિક પરિતાપ રહે. અનાજ-કરિયાણાના, રસકસના વેપાર-ધંધામાં સંભાળવું. નોકરીમાં વધારાની કામગીરી આવી જાય.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો પરંતુ શંકા-દ્વિધા-ચિંતા-મુંઝવણના કારણે શાંતિ-રાહત જણાય નહીં.

 

સિંહ ઃ આજે કાળ ભૈરવ જયંતિએ ધર્મકાર્ય થાય. ખર્ચથાય. નોકરી-ધંધાના કામ અંગે ચિંતા પછી હળવાશ, રાહત જણાય.

 

કન્યા ઃ કાળ ભૈરવ જયંતિએ આજે આપ ચિંતા-ઉચાટમાં રહો. અન્યના કારણે શાંતિ-રાહત જણાય નહીં. અનિંદ્રા-બેચેની રહે.

 

તુલા ઃ અનાજ કરિયાણાના, રસકસના, શેરોના વેપાર-ધંધામાં, બજારોની વધઘટમાં ધ્યાન રાખવું પડે. નોકરીમાં કામના ઉકેલથી રાહત રહે.

 

વૃશ્વિક ઃ કાળભૈરવ જયંતિએ આજે ધર્મકાર્ય થાય. વધારાના કામની વ્યસ્તતામાં શ્રમ-થાક અનુભવો પરંતુ ધાર્યું કામ થાય નહીં.

 

ધન ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. બેંકના કે નાણાંકીય અન્ય કામ અંગે, સરકારી કામ અંગે બહાર જવાનું થાય. કામ ઉકેલાય.

 

મકર ઃ કાળભૈરવ જયંતિએ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. હરો-ફરો કામ કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં.

 

કુંભ ઃ આપના કામમાં અન્યના સહકારથી કામની સરળતા રહે. નોકરી-ધંધાના કામમાં ચિંતા હળવી થાય. ધંધો-આવક થાય.

 

મીન ઃ કાળભૈરવ જયંતિએ આજે ધર્મકાર્ય- દાન-પુણ્ય થાય પરંતુ આરોગ્યની કાળજી રાખવી. નાણાંકીય બાબતોમાં સંભાળવું.

 

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૬-૧૨-૨૦૧૨, ગુરૃવાર

 

આજથી શરૃ થઈ રહેલ જન્મવર્ષ પુત્રપૌત્રાદિક, પત્ની સુખ માટે સાનુકૂળ રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. સાંસારીક જીવનમાં વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાથી રાહત રહે. વિશેષમાં - * નોકરીના કાર્યક્ષેત્રમાં વર્ષ પ્રગતિ, સફળતાનું રહે. જેમને નોકરી ન હોય, નોકરી છુટી ગઈ હોય તેમને નોકરી મળે. આવક આવવાની શરૃઆત થાય. * ધંધામાં ચિંતા-નાણાંભીડ ઓછી થાય. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારા ધંધામાં આવકમાં સાનુકૂળ સમય શરૃ થાય. પત્ની, સંતાનના નામે ધંધો હોય તો તેમાં લાભફાયદો થાય. * સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન, નોકરી, ધંધાનો પ્રશ્ન ઉકેલાતા હળવાશ અનુભવો. * સ્ત્રી વર્ગને પતિ-સંતાન સુખમાં પ્રગતિ, સાનુકૂળતાથી આનંદ રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. * વિદ્યાર્થીવર્ગને વર્ષ કારકિર્દીના ઘડતર માટે લાભદાયી રહે.

 

સુપ્રભાતમ્

વિદ્વાન, મહત્ત્વાકાંક્ષી, કુશળ શિલ્પી, પરાક્રમી પુરૂષ અને સેવા-વૃત્તિના કુશળ જાણકારને રાજા સિવાય બીજો આશ્રય નથી, બીજો યોગ્ય આશ્રય મળે તેમ નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનના ઘરમાં એક વાંદરો પેંધો પડી ગયો હતો. દોસ્તોએ છગનને સલાહ આપી કે એ વાંદરાને શહેરના પ્રાણીસંગ્રહલયમાં લઈ જાય.
બીજે દિવસે છગનને એ વાંદરા સાથે જ બધાએ જોયો. એટલે પૂછ્‌યું, ‘કેમ, શું થયું? પ્રાણી સંગ્રહાલય લઈ નહોતો ગયો?’
‘લઈ ગયો’તો ને!’ છગને જવાબ આપ્યો, ‘બહુ મજા આવી... હવે આજે વોટર પાર્ક જવાના છીએ.’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક મીઠાઈ વરાયટી

પનીરનાં ગુલાબજાંબુ

 

સામગ્રી ઃ એક કિલો પનીર, ૨૫૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ મેંદો, અડધી ચમચી બેકંિગ પાઉડર, ઇલાયચી ખાંડેલી, ઘી, સાકર.

 

રીત ઃ દૂધ ફાડીને પનીર બનાવવું. દૂધમાં જરાક ફટકડીનું પાણી નાખી ફાડવું. પછી કપડામાં પનીર બાંધવું. પાણી અંદરથી નીકળી જાય એટલે બહાર કાઢી ખૂબ મસળવું. પછી અંદર માવો, મેંદો નાખી પાછું મસળીને લીસું બનાવવું. માવાને પહેલાં છૂટો કરવો. અંદર કણી રહેવી જોઈએ નહીં. ઇલાયચી નાખવી. પછી આમાંથી લૂઓ લઈ, ગોળ વાળી અંદર એક એક સાકરિયો મૂકી, બરાબર બંધ કરી, ઘીમાં તળવા, એક તારની ચાસણી બનાવી તળેલા ગુલાબજાંબુ અંદર નાખી થોડી વાર રાખી બહાર કાઢી લેવા.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved