Last Update : 05-December-2012, Wednesday

ગુજરાત Election 2012
 

ચૂંટણી પંચનો આદેશ
કેશ સબસિડી યોજનાનો અમલ ગુજરાત- હિમાચલમાં મોકૂફ રહેશે

ચૂંટણી ટાણે આ પ્રકારની જાહેરાત નિવારી શકાઈ હોત ઃ પંચ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૪
'ડાયરેકટ કેશ ટ્રાન્સફર' યોજનાને ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જાહેર કરવાનું નિવારી શકાયું હોત તેવો મત વ્યકત કરતા ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ યોજનાનો અમલ નહીં કરવા હુકમ કર્યો છે.
ત્રણ સભ્યોના ચૂંટણી પંચે સરકાર પાસે આ મુદ્દે ખુલાસો માંગ્યો હતો. વિપક્ષે પંચને આ યોજનાની ચૂંટણી ટાણે જાહેરાત અને અમલ મુદ્દે ફરિયાદ કરી હતી. તેમાં આ પ્રકારે કરાતી ચૂકવણીને 'લાંચ' ગણાવી હતી. તેની ફરિયાદને પગલે પંચે સરકારને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો. સરકારે આ સંદર્ભે આપેલો ખુલાસો પંચને ગળે ઉતર્યો ન હતો. પંચનું માનવું છે કે આ યોજનાની જાહેરાત કે અમલ અત્યારે કરવાનું મુલતવી રાખીને એકાદ બે માસ પછી પણ અમલ કરી શકાય તેમ હતું.
મુખ્ય ચૂંટણી કમિશન્સ વી.એસ. સંપતના વડપણ હેઠળ મળેલી પંચની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અત્યારે બે રાજ્યો (ગુજરાત, હિમાચલ)માં ચૂંટણી ચાલી રહી છે. તે રાજયોમાં આચાર સંહિતાનો અમલ ચાલુ છે. તે સંજોગોમાં આ પ્રકારની જાહેરાત આચાર સંહિતાના આત્માને ક્ષતિ પહોંચાડે છે. તે સંજોગોમાં જે રાજયોમાં ચૂંટણી ચાલી રહી છે. ત્યાં તેનો અમલ મુલતવી રાખવામાં આવે. કેમ કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી આ પ્રકારની યોજનાઓ તમામ પક્ષો માટે ચૂંટણીનું એકજ સ્તર જાળવી રાખવામાં અડચણ સર્જી શકે છે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે વર્તમાન મામલામાં પણ મુખ્ય બાબત એ જ છે. તે સંજોગોમાં જે રાજયોમાં ચૂંટણી ચાલી રહી છે. ત્યાં હાલ આ યોજનાનો અમલ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી મુલતવી રાખવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાન પી. ચિદંબરમે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે સરકાર તરફથી પેન્શન કે શિષ્યવૃત્તિ મેળવનાર લાભાર્થીઓને ચુકવાતા નાણા હવે આ યોજના હેઠળ સીધા જ લાભાર્થીઓના ખાતામાં જમા થશે જેને આધાર કાર્ડની મદદથી મેળવી શકાશે. પ્રથમ તબક્કામાં દેશમાં ૧૫ રાજ્યોના ૫૧ જિલ્લામાં તેનો અમલ કરવાનું નક્કી થયું હતું. તેમાં ગુજરાતના ચાર જયારે હિમાચલ પ્રદેશના બે જિલ્લાનો સમાવેશ થતો હતો. આ બંને રાજ્યોમાં હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોઇને ૧ જાન્યુઆરી ૨૦૧૩ થી અમલમાં આવનારી આ યોજનાને વિપક્ષે 'લાંચ' ગણાવી હતી, પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. તેને લક્ષમાં લઇ હાલ આ રાજયોમાં તે યોજનાનો અમલ સ્થગીત કરાયો છે. સાથોસાથ સરકારને ચૂંટણી ટાણે લોભામણી જાહેરાતો ન કરવા તાકીદ કરાઇ છે. જો કે આ યોજના ૧લી જાન્યુઆરીથી અમલી બનવાની હતી. જયારે હિમાચલમાં ચૂંટણી - મતદાન પૂર્ણ થઇ ગયું છે. જયારે ગુજરાતમાં પણ ૧૩ અને ૧૭ ડિસેમ્બરે મતદાન પૂર્ણ થઇ જાય તેમ છે. તે સંજોગોમાં આ યોજનાનો અમલ મુલતવી રાખવાનો પંચનો હુકમ ખાસ મહત્વ ધરાવતો નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved