Last Update : 05-December-2012, Wednesday

ગુજરાત Election 2012
 

શાસનકાળ દરમિયાન એફડીઆઇને મંજૂરી આપનાર
એનડીએ હવે અચાનક સ્વદેશી કેમ થઇ ગયો ? સિબલનો વિપક્ષને સવાલ

એફડીઆઇના મુદ્દે ખેડૂતોને સાથ આપવો કે વચેટીયાઓને તે વિપક્ષે નક્કી કરવાનું છે

નવી દિલ્હી, તા. ૪
રિટેલમાં એફડીઆઇનો વિરોધ કરી રહેલા ભાજપ સહિતના વિરોધપક્ષોએ લોકસભામાં આ મુદ્દે થયેલી ચર્ચામાં જોરશોરથી ભાગ લીધો હતો. તમામ ચર્ચાનો જવાબ આપતા ટેલીકોમ પ્રધાન કપિલ સિબલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એનડીએની સરકાર વખતે એફડીઆઇને લીલીઝંડી મળેલી પણ હવે ભાજપ વિરોધપક્ષમાં આવ્યો એટલે અચાનક સ્વદેશીની ભાવના ક્યાંથી જન્મી? વિરોધપક્ષે નક્કી કરવું પડશે કે તેઓ ખેડૂતોની સાથે છે કે વચેટિયાઓની સાથે.
સિબલે જણાવ્યું હતું કે ''અમે એફડીઆઇ લાવીશું તો ભારત વિદેશી વેપારીઓ પાસે વેચાઇ જશે તેવો આરોપ છે. યાદ રાખવું જોઇએ કે દેશમાં એફડીઆઇના અમલ માટે માત્ર ૫૩ શહેરો જ યોગ્યતા ધરાવે છે. તેથી આ નિર્ણયની અસર માત્ર ૧૮ રાજ્યો પર થશે. જે રાજ્યો એફડીઆઇ ઇચ્છતા ન હોય તે બાકાત રહી શકે છે... આ પ્રશ્નને રાજકીય સ્વરૃપ અપાતું હોવાથી જ ચર્ચા થઇ રહી છે. રિટેલમાં એફડીઆઇ વૈકલ્પિક છે. ફરજીયાત નથી.''
સરકારના ખુલાસા વચ્ચે ગૃહમાં રાબેતા મુજબની બૂમરાણ જોવા મળી હતી. જેના પગલે સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે વિરોધપક્ષના નેતા સુષમા સ્વરાજને શાંતિ જાળવી ચર્ચાને આગળ વધવા દેવાની વિનંતી કરી હતી. સિબલે જણાવ્યું હતું કે સરકારની નીતિઓ સંસદની બહાર રહેતા સામાન્ય લોકોના ભલા માટે હોય છે પરંતુ વિરોધપક્ષ હંમેશાં ટ્રેઝરી બેંચ પર બેસવાની તકની શોધમાં જ હોય છે.
સુષમા સ્વરાજના આક્ષેપોનો સિબલે જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે તેમના કટાક્ષનો જવાબ આપવાનું ટાળતાં સ્વરાજે કહ્યું હતું કે તેઓ આવતીકાલે 'રાઇટ ટુ રિપ્લાય' વખતે સિબલને જવાબ આપશે.
દરમિયાન સિબલે કહ્યું હતું કે વિશ્વભરમાં શાકભાજી અને ફળોના ઉત્પાદન સંદર્ભે ભારત બીજું સૌથી મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે. આપણે ૨૦ કરોડ ટન જેટલું ઉત્પાદન કરીએ છીએ પણ તેમાંથી ૪૦ ટકા તો નકામું જાય છે તે વિરોધપક્ષે ગણવું જોઇએ. સિબલના આ નિવેદનથી વિરોધપક્ષના સાંસદોએ ઉહાપોહ મચાવ્યો હતો જેના કારણે ગૃહના અધ્યક્ષ મીરા કુમારને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી.
સિબલે ચર્ચા આગળ ધપાવતા જણાવ્યું હતું કે એફડીઆઇ નીતિનો હેતુ ખેડૂતો બજારમાં તેમના ઉત્પાદનો વેચવા જાય ત્યારે તેમને ઊંચા ભાવ અપાવવાનો છે પણ હાલ ખેડૂત અને બજાર વચ્ચે આઠ કમિશન એજન્ટ (વચેટીયાઓ) છે જેના કારણે ખેડૂતોને તેમની પેદાશના માત્ર ૧૫થી ૧૭ ટકા મળે છે. પરંતુ આ મુશ્કેલી એફડીઆઇથી દૂર થઇ જશે. ખેડૂતોની સાથે રહેવું કે વચેટીયાઓની તરફેણ કરવી એ હવે વિરોધપક્ષે નક્કી કરવાનું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved