Last Update : 05-December-2012, Wednesday

ગુજરાત Election 2012
 

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના ઐતિહાસિક નિર્ણયથી ભારતને ફટકો
ભ્રષ્ટ અધિકારીઓની સત્તા લાલસા ભારત ઓલિમ્પિક કમિટીમાંથી સસ્પેન્ડ

IOCની કડક સૂચના છતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ની ચૂંટણી સરકારી અધિનિયમ હેઠળ યોજવાની કાર્યવાહીથી કલંક લાગ્યું

નવી દિલ્હી/લુસાને ,તા.૪
ભ્રષ્ટ અધિકારીઓની સત્તા લાલસાને કારણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ની સદસ્યાને જ રદ કરી દીધી હતી, જેના કારણે વિશ્વ સ્તરે ભારતને અત્યંત શરમજનક સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ઓલિમ્પિક સંઘની ચૂંટણીમાં આઇઓસીની સતત ચેતવણી છતાં સરકારના હસ્તક્ષેપ જારી રહેતા ઓલિમ્પિક મુવમેન્ટના ઇતિહાસમાં ભારતને કલંકિત થવું પડે તેવો નિર્ણય લેવાયો છે. આ પ્રતિબંધને કારણે હવે ભારત ઓલિમ્પિકમાં અને તેના નેજા હેઠળ યોજાતી ઇવેન્ટ્સમાં ભાગ લઇ શકશે નહીં. ભારતને આઇઓસી તરફથી કોઇ ફંડ નહીં મળે તેમ જ આઇઓએના હોદ્દેદારો આઇઓસીની બેઠકમાં તેમજ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે નહીં.
ભારતની સદસ્યતા રદ કરવાનો નિર્ણય આઇઓસીના એક્ઝિક્યુટીવ બોર્ડની બેઠકના પ્રથમ દિવસે જ લેવામાં આવ્યો હતો. આઇઓસીની વારંવારની ચેતવણી છતાં આઇઓએ દ્વારા સરકારના સ્પોર્ટસ કોડ હેઠળ આવતીકાલે ચૂંટણી કરાવવાની કાર્યવાહી જારી રાખવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવેમ્બરના અંત ભાગમાં જ આઇઓસીએ લખેલા પત્રમાં આઇઓએને સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, તેઓ ઓલિમ્પિક ચાર્ટર હેઠળ જ ચૂંટણી યોજે અને સરકારના સ્પોર્ટસ કોડ હેઠળ ચૂંટણી યોજવાની કાર્યવાહીને તત્કાળ બંધ કરી દે. આ અંગે આઇઓએને ૩૦મી નવેમ્બરની ડેડલાઇન પણ આપવામાં આવી હતી. જો કે આઇઓએ એ જવાબમાં જણાવ્યું હતુ કે, દિલ્હી હાઇ કોર્ટે તેમને સરકારના સ્પોર્ટસ કોડ હેઠળ ચૂંટણી કરવાનો આદેશ કર્યો છે અને અમે તેને જ અનુસરીશું.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડના આરોપી સુરેશ કલમાડીની વિદાય બાદ ભારતીય ઓલિમ્પિક સંઘની ચૂંટણી પર બધાની નજર હતી અને તે શરૃઆતથી જ વિવાદમાં રહી હતી. આઇઓએની ચૂંટણી ભારત સરકારના સ્પોર્ટસ કોડ હેઠળ કરાવવાના નિર્ણયનો આઇઓસી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પણ તેને ધ્યાન પર લેવામાં આવ્યો નહતો.
અગાઉ એક વકીલની પીટીશનને આધારે દિલ્હી હાઇ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, આઇઓએની ચૂંટણી સરકારના સ્પોર્ટસ કોડ તેમજ આઇઓએના નિયમો અને બંધારણ અનુસાર કરવા કરવામાં આવે. જો કે આઇઓસીએ જણાવ્યું હતુ કે, સંઘની ચૂંટણી ઓલિમ્પિક ચાર્ટર તેમજ આઇઓએના બંધારણ હેઠળ થવી જોઇએ. હાઇ કોર્ટે ત્રણ સભ્યોનું ચૂંટણી કમિશન બનાવ્યું હતુ. જો કે આ કમિશનને પણ આઇઓસીએ ઠુકરાવી દીધું હતુ. જે પછી કમિશનના ચેરમેન જસ્ટીસ એસવાય કુરેશીએ રાજીનામું ધરી દીધું હતુ. પ્રારંભમાં લાગતુ હતુ કે, ચૂંટણી અભય ચૌટાલા અને રણધીર સિંહના જૂથો વચ્ચે રહેશે. જો કે રણધીર સિંહ અને તેમની પેનલે ઊમેદવારી પાછી ખેંચી લેતા અભય ચૌટાલા પ્રમુખ અને સેક્રેટરી જનરલ તરીકે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સંડોવાયેલા લલિત ભનોટની નિયુક્તિ નિશ્ચિત બની હતી.
આઇઓસીએ ફરી વખત આઇઓએને અલ્ટી મેટમ આપ્યું હતુ કે, જો તમે ઓલિમ્પિક ચાર્ટરને બદલે સરકારી સ્પોર્ટસ કોડ હેઠળ ચૂંટણી યોજશો તો તમારી સદસ્યતા રદ થશે. તેમ છતાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા આ નિર્ણય લેવાયો હતો.

પ્રતિબંધની અસર
ભારત પર પ્રતિબંધ મુકાતા ભારતીય ઓલિમ્પિક સંઘને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ તરફથી મળતું ફંડ બંધ થઇ જશે અને ભારતીય ઓફિસિઅલ્સને ઓલિમ્પિક અંગેની બેઠકો તેમજ ઇવેન્ટસમાં આમંત્રણ નહીં મળે. ભારતીય એથ્લિટ્સને ઓલિમ્પિક સહિતની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિના નેજા હેઠળ યોજાતી કોઇ પણ સ્પર્ધામાં રાષ્ટ્રીય ધ્વજ હેઠળ ભાગ લેવા દેવામાં ના મળે. જો આંતરરાષ્ટ્રીય સમિતિ છુટ આપે તો તેઓ ઓલિમ્પિકના ફ્લેગ હેઠળ આ પ્રકારની ઇવેન્ટમાં ભાગ લઇ શકે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved