Last Update : 04-December-2012, Tuesday

 

ચૂંટણીની અચૂક આગાહી...

- મન્નુ શેખચલ્લી

ગુજરાતમાં મોસમ ઠંડીની છે પણ ગરમી ચૂંટણીની છે! સટોડિયાઓ શરતો મારે છે કે ભાજપની આટલી સીટ આવશે ને કોંગ્રેસની આટલી. જ્યોતિષીઓ પણ આગાહીઓ કરવા માંડયા છે...
આ બધું જોઈને અમે પણ કેટલીક આગાહીઓ કરવા માંગીએ છીએ... જે 'અફર' છે!
આગાહી ઃ ૧
આ વખતે (દર વખતની જેમ) મોટા મોટા ૧૫-૨૦ ઉમેદવારોને બાદ કરતાં મોટા ભાગના ઉમેદવારોનાં નામ પણ લોકોને ખબર નહિ હોય!
* * *
આગાહી ઃ ૨
આ વખતે (દર વખતની જેમ) આખેઆખી સોસાયટીઓ, મહોલ્લાઓ અને શેરીઓનાં નામો મતદાર યાદીમાંથી ગુમ હશે!
* * *
આગાહી ઃ ૩
આ વખતે (દર વખત કરતાં ઉલ્ટું!) કંઈ હજારો બહેનો એવા ભ્રમમાં છે કે કોંગ્રેસ એમને ઘરનું ઘર આપી દેશે!
* * *
આગાહી ઃ ૪
આ વખતે (દર વખત કરતાં ઉલ્ટું) કંઈ કેટલાય મતદારોને દારૃ પીધા પછી યે યાદ હશે કે કોને મત 'નથી' આપવાનો!
આગાહી ઃ ૫
આ વખતે (શિયાળો છે એટલે) કમ સે કમ ગરીબ મતદારોને લોકશાહીમાં એક ફાયદો થશે... એમને 'ધાબળો' મળશે!
* * *
આગાહી ઃ ૬
આ વખતે (ભાજપ અને કોંગ્રેસ બન્નેને) મતદારો કરતાં બળવાખોરોનું ટેન્શન વધારે હશે!
* * *
આગાહી ઃ ૭
પણ આ વખતે જ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કંઈ કેટલાય મોટાં માથાં કેશુભાઈથી 'ડરતા' હશે! (બાકી ખજુરાહો વખતે ય કોઈ ડરતું હતું?)
* * *
આહાહી ઃ ૮
આ વખતે (દર વખતની જેમ) છ-છ મહિનાથી ગાજી રહેલી ચૂંટણી ફટ લેતાંકમાં પતી જશે! અને લોકો માથું ખંજવાળતાં કહેશે... 'બસ? પતી ગઈ?'
* * *
આગાહી ઃ ૯
અને આ વખતે પણ (દર વખતની જેમ) નેતાઓ જીતી જશે અને બિચારી પ્રજા હારી જશે... લોકશાહી ઝિન્દાબાદ.
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved