Last Update : 04-December-2012, Tuesday

 

પક્ષોનું અર્થકારણ


રાજકીય પક્ષોને થતી આવક કે તેમને મળતાં દાન કરમુક્ત શા માટે હોવાં જોએ, એ ચર્ચા ઘડીક બાજુએ રાખીએ તો, તેમની આવકના આંકડા ‘આમઆદમી’ની આંખો ચાર કરે એવા છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશનાં પાંચ મોટા રાજકીય પક્ષોની કરમુકત આવકના આંકડા માહિતી અધિકારની અરજી થકી ઉપલબ્ધ બન્યા છે. કરવેરા વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આવકની દ્રષ્ટિએ દેશના ટોચના પાંચ રાજકીય પક્ષોની કુલ છેલ્લાં પાંચ વર્ષની કુલ કરમુકત આવક આશરે રૂ. ૨,૪૯૦ કરોડ છે. તેમાં સૌથી મોટો ૮૦ ટકા હિસ્સો બે મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપનો હોય એ સ્વાભાવિક છે અને એ બંનેમાંથી પણ કેન્દ્રમાં બે મુદતથી સરકાર ધરાવતી કોંગ્રેસની આવક ઘણી વધારે હોય, તે સમજી શકાય એવું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, પાંચ વર્ષની કોંગ્રેસ પક્ષની સત્તાવાર કરમુકત આવક રૂ. ૧૩૮૫.૮૬ કરોડ છે, જયારે ભાજપની આવક તેનાથી લગભગ અડધી રૂ. ૬૮૨ કરોડ છે. બીજા પક્ષો તેમનાથી ઘણા પાછળ છે, પરંતુ એ યાદ રાખવું પડે કે એ પક્ષોનો પ્રભાવ મુખ્યત્વે ક્ષેત્રીય છે. જેમ કે, ભાજપના સાથી પક્ષ જનતા દળ (યુ)ની ચાર વર્ષની કરમુકત આવક રૂ. ૧૫.૫૧ કરોડ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં મજબૂત એવા બહુજન સમાજ પક્ષની ફકત ત્રણ વર્ષની કરમુકત આવક રૂ. ૧૪૭.૧૮ કરોડ છે. વચ્ચેના બેમાંથી એક વર્ષમાં પક્ષે ઇન્કમટેકસનું રીટર્ન અઘૂરું ભર્યું હતું અને એક વર્ષે પક્ષને કાણી પાઇની પણ કરમુકત આવક થઇ નહીં હોવાનું દર્શાવાયું હતું.
આર્થિક તાકાત માટે જાણીતા શરદ પવારના પક્ષ એનસીપીની પાંચ વર્ષની કરમુકત આવક રૂ. ૧૧૪.૩૪ કરોડ થઇ હતી. સાદગી અને સામ્યવાદના સિદ્ધાંતો ધરાવતી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) ની ચાર વર્ષની આવક રૂ. ૮૫.૬૧ કરોડ હતી અને એક વર્ષે પક્ષે રીટર્ન ભર્યું ન હતું. બીજા સામ્યવાદી પક્ષ સીપીઆઈની બે વર્ષની આવક રૂ. ૨૮.૪૭ કરોડ હતી.
રાજકીય પક્ષોની કરમુકત આવક અંગે ઔપચારિકતાની રૂએ બળાપો કાઢવાપણું ન હોય, તેમ આ આંકડા જાણવા મળ્યા તેથી ‘પારદર્શકતાનો હરખ કરવાપણું પણ ન જ હોય. કેમ કે, ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આંકડા સાથે જાદુગરી અભિન્નપણે ભળી ગયેલી હોય છે. અમસ્તા પણ ઉપરના આંકડામાં રૂ. ૨૦ હજાર કે તેથી વઘુ રકમનાં દાનને જ ગણતરીમાં લેવાયાં છે. એટલે, આ આંકડાને સૂચક માનીને હિમશીલાન્યાયે તેમની અસલી આવકનો અંદાજ માંડી શકાય. બે સ્વૈચ્છિક સંસ્થાઓએ છેક ૨૦૦૪-૦૫ થી ૨૦૧૦-૧૧ દરમિયાન પક્ષોએ જાહેર કરેલી આવકનો પણ સરવાળો માંડયો હતો. તેમાં કોંગ્રેસની આવક રૂ. ૨૦૦૮ કરોડ અને ભાજપની આવક રૂ. ૯૯૪ કરોડ હોવાનું જણાયું છે. ત્રીજા નંબર રૂ. ૪૮૪ કરોડ સાથે માયાવતી (આ ગાળામાં ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર હતી) અને ચોથા નંબરે સીપીઆઈ (એમ)ની રૂ. ૪૧૭ કરોડની આવક છે. કેન્દ્ર સરકાર સાથે પકડદાવ રમતા મુલાયમસંિઘ યાદવના સમાજવાદી પક્ષની આવક પણ એ ગાળામાં રૂ. ૨૭૯ કરોડ છે.
રાજકીય પક્ષો સ્વૈચ્છિક સંસ્થાઓ નથી અને વર્તમાન સમયમાં તેમને વ્યાવસાયિક કૌશલ્યથી ચલાવવા પડે એ સાચું. એ માટે અને રાજય કેન્દ્રની ચૂંટણીઓ લડવા માટે અઢળક નાણાંની જરૂર પડે તે પણ સાચું. આ કામ માટે મેળવાયેલાં નાણાં જાહેર કરવામાં આવે એ પણ આવકાર્ય છે. પરંતુ રાજકીય પક્ષોના ભંડોળ સાથે સંકળાયેલો એક અગત્યનો મુદ્દો પારદર્શકતાનો છે. અમેરિકાની ચૂંટણીઓમાં મોટા પાયે ભંડોળ ઉઘરાવાય છે અને ખર્ચાય છે. તેના સત્તાવાર આંકડા વખતોવખત બહાર પડતા રહે છે. ભારતમાં ભંડોળ ઉઘરાવવાની પદ્ધતિ અને તેમાંથી થયેલો ખર્ચ-બંનેના આંકડાની વિશ્વસનીયતા બહુ ઓછી છે. રાજયોમાં કે કેન્દ્રમાં ચૂંટણી આવે ત્યારે જે રીતે રૂપિયાનો ઘુમાડો થાય એ જોતાં, નાણાં ઉઘરાવવા પર અંકુશો મૂકવાને બદલે આ રીતે મળેલાં નાણાંને કરપાત્ર બનાવવા કે તેના હિસાબમાં વધારે ચોખ્ખાઈ આણવાની દિશામાં વિચારવું રહ્યું. યોગ્ય રીટર્ન ભરે નહીં કે આવકની જાહેરાત ગુપચાવે એવા પક્ષો સામે કડક પગલાં લેવાનું પણ વિચારી શકાય.
રાજકીય ફંડંિગ સાથે સંકળાયેલો બીજો પ્રશ્ન તેમાંથી ઊભી થતી અપેક્ષાઓનો છે. કરોડો રૂપિયાનું દાન આપનાર કંપનીઓ કે વ્યકિતઓ કોઇ પક્ષની વિચારસરણી પર ફીદા થઇને રૂપિયા આપે એવું તો બહુ બનતું નથી. મોટે ભાગે તો સત્તાધારી અને ભાવિ સત્તાધારી પક્ષો સાથે સારાસારી રાખવા માટે અને તેમની સરકારોમાં પોતાના કામ કઢાવવા માટે કંપનીઓ રાજકીય ભંડોળ આપે છે.
આ પ્રકારનું ભંડોળ સત્તાવાર ઓછું ને બિનસત્તાવાર ઘણું વધારે હોય છે. અમેરિકામાં જેને ‘લોબીઇંગ’ કહેવામાં આવે છે એનું જ આ સ્વરૂપાંતર છે. પરંતુ અઢળક નાણાં ખર્ચતી ધંધાદારી કંપનીઓને ખર્ચેલાં નાણાં કરતાં વધારે ફાયદો થાય, તો જ તેમનો ધંધાનો હિસાબ બેસે. એ માટે તેમની સરકારી નિર્ણયોમાં કઇ હદે દખલગીરી રહેતી હશે એના વિશે ઘણાં અટકળ-આરોપ થતા રહે છે. તેમાં પણ વઘુ પારદર્શકતા આવે તે ઇચ્છનીય છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved