Last Update : 04-December-2012, Tuesday

 

સત્તાનું સર્વોચ્ય પદુ ; સપનો કા સોદાગર
વડાપ્રધાન પદ માટે ખેંચાખેંચ ચિદમ્બરમ, મોદી, મુલાયમ

 

- ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી ૫૦ જીતી મુલાયમ ધાર્યા રાજકીય નિશાન પાડશે

 

લોકસભાની ચૂંટણી માર્ચ-૨૦૧૪માં છે. તેમાં જે રાજકીય જોગણને બહુમતી મળશે તેનો વડાપ્રધાન બનશે તે નિશ્ચિત હોવા છતાં ૨૦૧૪ના જંગના ૧૪ મહિના બાકી છે ત્યારે વડાપ્રધાન પદના ઉમેદવારો અંગે સપનોંના મહેલ ચણાઈ રહ્યા છે. ‘ધ ઈકોનોમિસ્ટે’ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્‌ને જ્યારથી વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર દર્શાવતાં જ વડાપ્રધાનપદુ ઘૂણવા લાગ્યું છે. દેશની આ ટોચ પર પહોંચવા ૨૭૩ થી વદુ પગથિયાં જેની પાસે હશે તે ચઢી શકે છે. છેલ્લા ત્રણ દાયકાથી આ પગથિયાં કોઈ એક ચોક્કસ પક્ષના નથી બનતા. વિવિધ રાજકીય પક્ષોના જોડાણની સંપયાના આધારે વડાપ્રધાનપદું નક્કી થશે.
જેવું પી. ચિદમ્બરમ્‌નું નામ ઉછળ્યું છે કે તરત જ ત્રીજો મોરચો અને મુલાયમસંિહ યાદવનું નામ ઉછળ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નામને તો ભાજપ ધીરે-ધીરે આગળ ધકેલી રહ્યું છે પરંતુ ચિદમ્બરમનું નામ અચાનક જ સપાટી પર આવતા ગાંધી પરિવારના વફાદારો સ્તબ્ધ થઈ ગયા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ૨૦૧૪ને હજુ ૧૪ મહિનાની વાર હોવા છતાં દરેક રાજકીય પક્ષો જંગ માટે સક્રિય બન્યા છે.
યુપીએ-ટુ સરકારમાં ૨૦ બેઠકો ધરાવતા પ્રાદેશિક પક્ષો સરકારનું નાક ગમે ત્યારે દબાવી શકે એવી સ્થિતિ સૌ જોઈ રહ્યા છે એ સંજોગોમાં ભારતના લોકોને એટલી તો ખબર પડી ગઈ છે કે દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ આ પ્રાદેશિક પક્ષોના હાથમાં રમી રહ્યા છે.
જેમ કે તાજેતરમાં સંસદમાં રીટેલમાં એફડીઆઈના મુદ્દે કેન્દ્ર સરકારે સાથી પક્ષ ડીએમકે ની મંજૂરીની રાહ જોઈ હતી. રાજકીય દમનું આ ઉત્તમ ઉદાહરણ છે. અહીં મૂળ મુદ્દો પ્રાદેશિક પક્ષની સંખ્યાની તાકાત પર છે. જેની પાસે સભ્ય સંખ્યા વઘુ તે લોકશાહીમાં રાજા બની જાય છે.
આ માર્ગ પર મુલાયમસંિહ યાદવ આગળ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે. દેશમાં સૌથી વઘુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં હાલમાં સમાજવાદી પક્ષનું શાસન છે. અને મુલાયમસંિહ યાદવના પુત્ર અખિલેશ યાદવ મુખ્ય પ્રધાન છે.
ભારતના રાજકારણમાં મુલાયમસંિહ યાદવ સત્તા સાથે રહેવા ટેવાયેલા છે. ૨૦૧૪ના જંગ માટે તેમણે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકમાંથી તે ૫૦ બેઠક લાવવા પ્રયાસ કરે છે.
૮૦ માંથી ૫૦ બેઠકો પર તો ઉમેદવાર તેમણે પસંદ કરી દીધા છે અને ચૂંટણી બેઠકો પણ શરૂ કરી દીધી છે. તેમની સામે કોંગ્રેસનો પડકાર નથી પણ માયાવતીના બહુજન સમાજવાદી પક્ષનો પડકાર છે. હવે ભાજપ પણ તેમના ખેલાડી કલ્યાણસંિહને પાછા પક્ષમાં સમાવી રહ્યા છે.
દરેકની નજર આ ૮૦ બેઠકો પર છે. મુલાયમસંિહ યાદવ તેમાંથી ૫૦ બેઠકોનો હિસ્સો મેળવવાનો પ્લાન કરી રહ્યા છે. જોતે ૫૦ બેઠકો મેળવશે તો ૨૦૧૪ની લોકસભામાં તે ઈતિહાસ સર્જશે અને ધાર્યું રાજકીય સમિકરણ રચી શકશે.
રાજકીય વિશ્વ્લેષકો માને છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપ ૧૫૦ બેઠકોમાં સમેટાઈ જશે. જો ત્રીજો મોરચો અસ્તિત્વમાં આવશે તો મુલાયમસંિહ ધાર્યા રાજકીય ખેલ પાડી શકશે.
ગાંધી પરિવારના યુવરાજ રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર છે એમ ગાંધી પરિવારના સમર્થકો માને છે પરંતુ રાહુલ ગાંધી હજુ સફળ રાજકારણીઓમાં નથી આવતા. તેમના નેતૃત્વ હેઠળ લડાયેલી ચૂંટણીઓ ફ્‌લોપ ગઈ છે. તેમની પાસે આગળ વધવાના ઘણાં ચાન્સ હતા જે તેમણે ગુમાવ્યા છે. બીજી તરફ સરકારની મહત્વકાંક્ષી સ્કીમ ‘ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર’નું સુકાન રાહુલ ગાંધી સંભાળવાના છે. તે અંગેની પ્રેસ કોન્ફરન્સની તૈયારીઓ ચાલી રહી છે. આમ કોંગ્રેસ એક તરફ રાહુલ ગાંધીની મોટી ઈમેજ બનાવી રહી છે તો બીજી તરફ ચિદમ્બરમના ઉછળતા નામ અંગે ચૂપ છે.
ભારતના લોકોની કમનસીબી એ છે કે તેમની સામે સત્તા માટે દિવાના થઈને ફરતા નેતાઓની વણતર છે, પરંતુ મોંઘવારીના રાક્ષસ સામે કે ત્રાસવાદ સામે લડી શકે કે ભ્રષ્ટાચાર સામે જંગ છેડી શકે એવા નેતાઓની મોટી અછત છે.
જ્યાં સંખ્યાઓના બળના આધારે રાજકીયબળ તૈયાર થતું હોય ત્યાં સમક્ષ રાજકારણી ટોચના હોદ્દાથી વંચિત રહી શકે છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર રચવાનો તખતો ઘડાશે તો પ્રથમ ચાન્સ પ્રિન્સ રાહુલ ગાંધીને મળશે તેમાં શંકાને સ્થાન નથી પરંતુ જો ગાંધી પરિવારની પસંદગીના નેતા પસંદ કરવાની વાત આવશે તો પ્રણવ મુખરજીની ગેરહાજરીમાં ચિદમ્બરમને ચાન્સ મળી શકે છે.
આમ, જો અને તો વચ્ચે રચાતા રાજકીય સમિકરણો પર આધારિત વડાપ્રધાનનો હોદ્દો છે. પરંતુ એટલું તો ચોક્કસ કહી શકાય કે વડાપ્રધાન પદ પર ગાંધી પરિવારનો જે સિક્કો છે તે કાયમી નહીં રહે. ગાંધી પરિવારના સમર્થકો કહે છે કે વડાપ્રધાન પદે મનમોહનસંિહ આવે કે ચિદમ્બરમ્‌ આવે પણ પડદા પાછળ રાજ તો ગાંધી પરિવાર જ કરશે !!
૨૦૧૪માં ભારતની આર્થિક સ્થિતિ ગમે તેટલી ડામાડોળ હોય પણ ટોચની જગ્યા માટે ખેલાનાર મહાભારત જોવા લાયક બનશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 

 

 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved