Last Update : 04-December-2012, Tuesday

 
રાહુલ ગાંધી શું કોંગ્રેસની નૈયા પાર ઉતારી દેશે?
- ભાજપમાં ગડકરી, તૃણમૂલમાં મમતા સમાજવાદીમાં મુલાયમ શું પોતપોતાના પક્ષોને તારશે?
- બહુજન સમાજમાં માયાવતી, શિવસેનામાં ઉદ્વવ, ડાબેરીઓમાં કારાંત... શું પોતપોતાના પક્ષને તારશે?

આપણા દેશના રાજકીય પક્ષોની દશા આજકાલ દુર્દશા પામેલી છે. એમાં કોંગ્રેસની તો છે જ. કોંગ્રેસની દુર્દશા તો ૧૫-૨૦ વર્ષથી બેઠેલી જ છે. તો પણ વચ્ચે વચ્ચે સોનિયા ગાંધી જેવી પરદેશી નારી એમાં પ્રાણ ફૂંકી જાય તો એ મરણપથારીએથી ઊભી થાય છે. જ્યારે ભાજપમાં બાજપેયી પછી પ્રાણ ફુંકનારા કરતાં પ્રાણ લેનારા વઘુ છે. એ સિવાયના તૃણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ, સમાજવાદી, ડાબેરીઓ વગેરે પક્ષો પેલા બાળ ઠાકરેના શિવસેના પક્ષનું થયું છે. એમ ‘દીવા પાછળ અંધારું’ જેવું છે.
અત્યારે મરણ પથારીએ પડેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકીને ઊભી કરવાનું કામ રાહુલ ગાંધીને છેવટે સોંપવામાં આવ્યું છે.
કોંગ્રેસ એટલે ગાંધી (સોનિયા, ઈંદિરા, રાજીવ) (મોહનલાલ નહીં) ભક્તોનો મેળો. એ ગાંધી ભક્તો જેને વર્ષોથી મમળાવી રહ્યા હતા એ ઇચ્છા સોનિયાએ છેવટે પૂરી કરી.
સોનિયા ગાંધીએ મુહૂર્ત જોઈને રાહુલને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીની સમન્વય સમિતિના પ્રમુખ બનાવી દીધા. હવે વડાપ્રધાનપદની પાઘડી રાહુલને જનતા અને કોંગ્રેસ પહેરાવે છે કે નહીં એ ભવિષ્ય બતાવશે. બાકી ૨૦૧૪નો ચૂંટણી સંગ્રામ સેનાપતિ રાહુલની આગેવાની નીચે કોંગ્રેસે લડવો એ કોંગ્રેસ પ્રમુખ અને રાહુલના મમ્મી સોનિયા ગાંધીએ જાહેર કરી દીઘું છે.
જોકે આ સંગ્રામમાં કોંગ્રેસને જીતાડવીએ કોઈના પણ માટે અગ્નિપરીક્ષા પસાર કરવા જેવું છે. (ભાજપને પણ ૨૦૧૪ની ચૂંટણી વૈતરણી પાર કરાવવી આરએસએસ માટે પરીક્ષામાંથી નીકળવા જેવું છે. બીજા પક્ષોને તો એવી કોઈ અપેક્ષા નથી.)
એક બાજુ પોતાની શારીરિક બિમારી (કેન્સર છે અને કેન્સર દૂર પણ થઈ ગયું છે છતાં ભઈ, કેન્સરનો રોગ છે. ઉથલો મારતા વાર પણ ન લગાડે) અને બીજી બાજુ આરોપોથી ધેરાયેલી મનમોહનસંિહની સરકારથી મુંઝાયેલા સોનિયા ગાંધીએ પોતાના હુકમના પત્તાનો એક્કો રમતમાં ઉતાર્યો તો છે પણ એ એક્કાને જ ખબર નથી કે એના ચૂંટણી સંગ્રામમાં કઈ કઈ રીતે ક્યાં ક્યાં લડવાનું છે. એમણે જનતાના હૃદય જીતવા માટે અને વિરોધીઓની લાશો પાડવા માટે ક્યા શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ કરવાનો છે એની જ એ સેનાપતિને ખબર નથી.
રાહુલ ગાંધીમાં કેવી ક્ષમતા અને શક્તિ છે એ પણ કોઈ જાણતું નથી. જોકે એવો પણ સવાલ ઊભો થઈ શકે છે કે, શું રાહુલ ગાંધીમાં પોતાનામાં પોતાની શક્તિ અને ક્ષમતાનો ખ્યાલ છે ખરો?
જોકે, બિહાર, ઉત્તરપ્રદેશ અને પંજાબની વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ પોતાનો કોઈ ખાસ જાદુ દેખાડી શક્યા નથી. એ જાણીતી અને એમના માટે, કોંગ્રેસ માટે ક્ષોભજનક વાત છે. ઉલટાનું, અત્યાર સુધી તેઓ પક્ષની કોઈ મોટી જવાબદારી, અથવા પ્રધાનમંડળમાં એકાદ નાના ખાતાની જવાબદારી અથવા ભાવિ વડાપ્રધાનની જાહેરાતથી અત્યાર સુધી ભાગતા રહ્યા છે. એ સ્પષ્ટ બતાવે છે કે એમનામાં આત્મવિશ્વાસની ઉણપ છે. કોઈ પણ નેતામાં કે કોઈ પણ આગેવાનમાં આત્મવિશ્વાસ ભરપુર હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ વિના કોઈ પણ વ્યક્તિ આગળ પણ ન આવી શકે અથવા ઊંચે પણ જઈ ન શકે. માણસમાં આત્મવિશ્વાસ પહેલા જરૂરી છે.
વિદેશી સાપ્તાહિક ‘ધી ઈકોનોમીસ્ટ’એ તો ‘ધી રાહુલ પ્રોબલેમ’ શીર્ષકથી લખેલા લેખમાં રાહુલને ‘કન્ફયુઝડ એન્ડ નોન સીરીયસ’ (મુંઝાયેલો અને ગંભીરતા વિનાનો) કહીને લખેલું કે, ‘વડાપ્રધાન પદ માટે એની યોગ્યતા માટે પ્રશ્ન ઊભો થાય તેમ છે.’
પક્ષમાં અને સરકારમાં કોઈ પણ પ્રકારની મહત્ત્વની જવાબદારી લેવાથી દૂર રહેનાર રાહુલને હજી ઘણું શીખવાનું, તૈયાર થવાનું બાકી છે. તો પણ સોનિયા ગાંધીએ પોતાનું હુકમનું પાનું ઉતારી જ નાંખવું પડ્યું છે. રાહુલના પિતા રાજીવ ગાંધીએ તો આ ઉંમરે વડાપ્રધાનપદ સંભાળીને છાકો પાડી દીધો હતો. આ તો હજી લગ્ન કરવાની જવાબદારી પણ નથી લેતો. આ ઉંમરે તો એને ત્યાં બે બાળકો રમતા હોય!
હવે રાહુલને સમન્વય સમિતિના વડા બનાવીને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ‘લોકસભાની ચૂંટણી કોંગ્રેસ રાહુલને મોખરે રાખીને જ લડવાની છે અને એ કોંગ્રેસનું બ્રશાસ્ત્ર સાબિત થઈ શકે છે.’
જોકે, સમન્વય સમિતિમાં જે સભ્યો લેવાયા છે એમાં ‘નવી બોટલમાં જૂનો શરાબ’ જેવી સ્થિતિ છે. દા.ત. એમાં એહમદ પટેલ, જનાર્દન દ્વિવેદી, દિગ્વિજયસંિહ, મઘુસુદન મિસ્ત્રી, જયરામ રમેશ જેવા જૂના જોગીઓને રાખ્યા છે.
બીજી રીતે કહીએ તો, ‘ઘરડા વિના ગાડા ન વળે’ એ કહેવતનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
તો પણ આ તબક્કે જે મહત્વનો સવાલ દરેકના મન કે મોં ઉપર છે એ હવે છે કે, આ સમન્વય સમિતિ ભ્રષ્ટાચારના આરોપોથી છવાયેલી કોંગ્રેસને શું સારી કરી શકશે? મોંઘવારી અને નબળી આર્થિક સ્થિતિના કારણે દેશનો મઘ્યમ અને ગરીબ વર્ગ કોંગ્રેસથી જે નાશ થઈ ગયો છે એને આ રાહુલની સમન્વય સમિતિ કઈ રીતે રાજી કરી શકશે? મનમોહનસંિહના આર્થિક સુધારાએ પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. વિરોધ પક્ષોના આક્રમક વલણના કારણે દેશભરમાં કોંગ્રેસ વિરોધી વાતાવરણ વધી રહ્યું છે.
આવી વિકટ સ્થિતિમાં કોંગ્રેસીઓએ રાહુલ પાસેથી ઘણી આશાઓ રાખી છે. આ કોંગ્રેસીઓ રાહુલના સહારે ૨૦૧૪ની લોકસભાની વૈતરણી પાર કરવા માંગે છે.
સવાલ એ છે કે, રાહુલ ૨૦૧૪ માટે માનસિક રીતે તૈયાર છે કે નહીં? એ તૈયાર હોય કે ન હોય પણ કોંગ્રેસને, રાહુલને અને રાજીવ ગાંધીની પ્રતિષ્ઠાને બચાવવા સોનિયાએ રાહુલના માથે સમન્વય સમિતિના પ્રમુખપદનો ભાર નાંકીને એને તૈયાર થવા માટે ધકેલ્યો છે.
છેલ્લા આઠ-દસ વર્ષથી રાહુલ ગાંધી કોંગ્રેસમાં સક્રિય છે છતાં હજી સુધી એ પોતાનો કોઈ ખાસ પ્રભાવ દેખાડી કે પાડી શક્યા નથી. સંસદમાં એ કશી અસર દેખાડી શક્યા નથી કે સંસદની બહાર.
જેનામાં જરાક પણ હીર હોય તો એ તરત જ ચમક્યા વિના ન રહે. દા.ત. ઈન્દિરા ગાંધીને બધા જ ઢીંગલી ગણતા હતા પણ એણે પહેલાં જ ધડાકે કોંગ્રેસના ખખડધજ ‘જોગી’ઓએ કોંગ્રેસમાંથી ઊંચેથી નીચે બેસાડીને તેમજ બેંકો, વીમાક્ષેત્ર વગેરેનું રાષ્ટ્રીયકરણ કરીને હાહાકાર મચાવી દીધેલો. એવી જ રીતે સોનિયા ગાંધી પરદેશમાં જન્મેલી, પરદેશમાં ઉછરેલી, અહીંની એટલે કે ભારતની દિશા પણ નહીં જાણતી, ભારતનો ઇતિહાસ કે ભૂગોળ કે ભાષા પણ નહીં જાણતી હોવા છતાં ભર યુવાનીમાં વિધવા થયા પછી અનિચ્છાએ કોંગ્રેસનું સુકાન સંભાળવાનું થયું ત્યારે એકલા પંડે આ દેશની ઘૂળ ખુંદીને મરવા પડેલી કોંગ્રેસને બેડી કરી દીધેલી. આપણા દેશના કોઈ નેતાએ એ ત્રેવડ દેખાડી છે ખરી? આપણા નેતાઓએ તો રથયાત્રાઓ અને હેલિકોપ્ટર યાત્રાઓ કાઢી જાણી છે!
રાહુલ ગાંધીએ એમાંનું એક ટકા પણ હીર નથી દેખાડ્યું.
જોકે રાહુલ ગાંધીએ મહેનત કરવામાં અને દોડધામ કરવામાં મણા નથી રાખી. એને તૈયાર થવા માટે બિહાર અને ઉત્તરપ્રદેશ એ બન્ને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં કલાસ ભરીને પરીક્ષા આપવાનું કામ સોંપાયેલું. એણે મહેનત પણ સખત કરી.
પેપર જરૂર અઘરું હતું. એટલે એણે મહેનત કરવામાં પણ પાછું વાળીને જોયું નહીં. ઉત્તરપ્રદેશના ભાજપના કે સમાજવાદીના કે બહુજનસમાજના નેતાઓ કરતા સો ગણી વઘુ મહેનત એણે એકલા પંડે કરેલી. કાદવો ખુંદવા અને ઝુંપડાઓ ખુંદવા. ભાજપના કે બીજા કોઈ પણ પક્ષના નેતાઓએ નહીં કરેલું એવું ઘણું એણે કર્યું.
દોઢ બે વર્ષ સુધી એણે દિવસરાત જોયા વિના દોડાદોડ કરી. ઉત્તરપ્રદેશ જેવા રાજ્યનો એમણે ૨૦ વખત પ્રવાસ કર્યો તો પણ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની જે ૨૨ સીટ હતી તે ૨૮ જ થઈ શકી! અરે, અમેડી અને રાયબરેલી જેવા નેહરૂ-ગાંધીના ગઢ ગણાતા પ્રદેશના કાંગરા પણ એ બચાવી જ શક્યા!
ઠીક છે.
એમણે બિહારમાં પણ એવી જ મહેનત કરેલી. એકલા હાથે. તો પણ ત્યાં તો ઉત્તરપ્રદેશ કરતાં પણ ખરાબ પરિણામ આવ્યું. ઉત્તરપ્રદેશમાં તો ૨૨ના ૨૮ માર્ક આવેલા પણ બિહારમાં તો ફક્ત ૪ જ માર્ક મળ્યા!
પંજાબમાં પણ એ કશું દેખાડી શક્યા નહીં. આવું જ પરિણામ.
પરિણામે રાહુલ ગાંધી એક નબળા નેતા હોવાની છાપ પામ્યા.
(અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

ડોટ કોમ
પ્રિયંકાના બે પુત્રો દુન સ્કુલમાં ભણવા
જઈ શકશે?
પ્રિયંકા ગાંધી વાઢ્રાના બે પુત્રો ૧૨ વર્ષનો રેહાન અને રાજીવ હમણાં દહેરાદૂનની પ્રસિદ્ધ દૂન સ્કુલમાં દાખલ થવા માટેની એન્ટરન્સ એકઝામ આપી આવ્યા. અત્યારે તેઓ ગુડગાંવની શ્રીરામ સ્કુલમાં છે.
આ સ્કુલમા એના નાના રાજીવ ગાંધીએ અને રાજીવના ભાઈ સંજય ગાંધીએ શિક્ષણ લીધેલું. એ પછી પ્રિયંકાના ભાઈ રાહુલ પણ ત્યાં દાખલ થએલો પણ ઈંદિરા ગાંધીની હત્યા થવાથી એને ત્યાંથી ઉઠાડી લીધેલો.

 

સાચવી રાખો
કમર દર્દ અને સ્લીપડીસ્કના રોગીઓ
માટે રામબાણ ઈલાજ
આજકાલ કમરનો દુખાવો અને સ્લીપ ડીસ્ક સામાન્ય થઈ ગયા છે. સ્ત્રીઓને તો કમરનો દુઃખાવો ન થાય તો જ નવાઈ ! કારણ કે સીઝીરીઅન કરાવ્યું હોય તો કમરનો દુખાવો થાય છે. અગાઉ સુવાવડ પછી છાણાનો શેક મળતો હતો એ ઘણી રીતે ફાયદાકારક હતો.
એ કમરના દુઃખાવો કે સ્લીપ ડીસ્ક થઈ હોય તો એલોપથીમાં એનો કશો ઈલાજ નથી. ઓપરેશનનું જોખમ પણ લેવા જેવું નહીં.
એનો એક જ ઈલાજ છે... યોગાસન.
એ આસન છે ગલભાસન.
નીચે ચટાઈ કે આસન પાથરીને એની ઉપર ઊંધા સૂઈ જાવ. એ પછી ચાર પાંચ ઊંડા શ્વાસ લો. એ પછી બન્ને હાથની મુઠ્ઠી કરીને જાંઘની નીચે રાખો. દાઢી જમીન ઉપર રાખો. હવે આસ્તેથી ડાબો પગ ઊંચો કરો. પણ ઢીચણમાંથી કે એડીએથી સીધો જ રાખવાનો. એ પણ એક-બે મિનિટ અથવા ઓછા સમય સુધી ઉપર રાખો અને પછી ધીરે ધીરે નીચે શતરંજ પર લાવી મૂકો. એ પછી બીજો પગ એ જ રીતે ઉપર ઊંચે લઈ જઈને રોકીને પાછો નીચે લાવો.
ફક્ત ચાર પાંચ વાર આ પ્રમાણે કરો.
જેમને કમરનો દુખાવો કે સ્લીપડીસ્ક નથી એ પણ આ આસન કરી શકે છે. ફાયદો જ છે. ફક્ત હર્નિયા થયો હોય એ આ આસન ન કરે. હર્નિયાનું ઓપરેશન કરાવ્યા પછી વાંધો નહીં.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved