Last Update : 04-December-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

સરકારની કમનસીબી
નવી દિલ્હી, તા.૩
યુપીએ સરકારના જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરને 'ગેમ ચેન્જર', 'વોટ કેચર' જેવા વિશેષણો સાથે રજુ કરાયો હતો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો છે. યુપીએ સરકારની કમનસીબી એ છે કે ચૂંટણી પંચે જ ડીટીસી અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેને જાહેર કરવાના સમય સાથે ચૂંટણી પંચને વાંધો છે. કેબીનેટ સેક્રેટરીને શનિવારે સાંજ સુધીમાં રીપોર્ટ રજુ કરવા ચૂંટણી પંચે જણાવ્યું હતું. ફરીથી સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય અપાયો છે. બીજી તરફ સરકારી યોજનાની સહાયની રકમમાં થતું મોડું પણ સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યું છે. રાજસ્થાનમાં કેરોસીનના પ્રોજેક્ટ હેઠળનું પેમેન્ટ મળતું નથી અને લોકોને કેરોસીન વગર ચલાવવું પડે છે. ટોચના અધિકારીઓ જણાવે છે કે આ સ્કીમ 'આધાર' સાથે જોડાયેલી નથી જે બેંકોમાં રકમ અપાય છે તે ત્રણથી દશ કિ.મી. દૂર હોય છે, આ બેંકો ડીજીટલ સિસ્ટમ કે ઓટોમેટીક પેમેન્ટ સિસ્ટમવાળી ના હોઈ લાભ મેળવનારાઓ પરેશાન થાય છે.
ગામડામાં કોઈ જતું નથી...
સરકાર અને રાજકીય વર્તુળોમાં જે ચર્ચા ચાલે છે તે અનુસાર જે લોકો ગરીબો માટે સ્કીમ તૈયાર કરે છે. તે લોકોએ ક્યારેય ગામડાની મુલાકાત લીધી નથી હોતી. આયોજન પંચના નાયબ અધ્યક્ષ મોન્ટાક સિંહ અહલુવાલીયાએ ૨૦૦૯માં ગામડાની ખરી સ્થિતિ બતાવવા યોજના ભવનમાં જ સભ્યોને 'પીપલી લાઈવ' બતાવ્યું હતું. એક આરટીઆઈને મળેલા જવાબ અનુસાર પંચના એક સભ્ય સાયેદા હમીદ સીવાય કોઈ સભ્યે કોઈ ગામની મુલાકાત નથી લીધી. પંચના સભ્યોએ ગામડાઓની મુલાકાત લેવી જોઈએ. એ કામ રાજ્ય સરકારોનું છે એમ કહીને તે જવાબદારીમાંથી છટકી ના શકે !! આવો મત આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય સોમપાલ શાસ્ત્રીએ વ્યક્ત કર્યો હતો.
જયરામ રમેશની ઈમેજ
સરકાર જે મહત્વકાંક્ષી ડીટીસી સ્કીમ લાવવા માગે છે તે ગ્રામ વિકાસ પ્રધાન જયરામ રમેશની ઈમેજ સાથે સંકળાયેલી છે. આ સ્કીમમાં ચાવીરૃપ જયરામ રમેશ છે. જો આ સ્કીમ સફળ થાય તો જયરામ રમેશને જશ મળે એમ છે. જો સ્કીમ ફ્લોપ જાય તો જયરામ રમેશની ઈમેજને ધક્કો વાગશે. ટોચના સૂત્રોને એવી શંકા છે કે ટેકનોલોજીના સહારે આ આસાન કામ બનશે પણ તેનાથી સિસ્ટમ-અમલીકરણ વગેરેમાં ઘણી મુશ્કેલી નડશે. માત્ર ૨૧ કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે. મોટા ભાગના લોકો પાસે બેંક એકાઉન્ટ નથી !!
છત્તીસગઢનો વિરોધ
ભાજપ શાસિત છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમનસિંહે સરકારની ડીટીસી સ્કીમનો વિરોધ કર્યો છે. તે માને છે કે પીડીએસ (પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ- જાહેર વિતરણ વ્યવસ્થા) હેઠળની આ યોજના ઘણી મુશ્કેલીઓ ઊભી કરશે. વડાપ્રધાનને લખેલા પત્રમાં રમનસિંહે કહ્યું છે કે આઈટી ઈન્ફ્રાસ્ટ્રકર ઘણી જગ્યાએ નથી. તેમણે એમ પણ કહ્યું છે કે માર્કેટમાં ચીજોના અસ્થિર ભાવોના કારણે મહિને નિશ્ચિત રોકડ સબસીડી આપવામાં સમસ્યા ઉભી થશે.
'ફેમા' વિવાજ
રીટેલમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના અમલીકરણ સાથે સંકળાયેલા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) પરના એમેન્ડમેન્ટ બાબતે સરકાર વિપક્ષો સાથે શીંગડા ભરાવી રહી છે. સરકાર કહે છે કે એક ગૃહ એમેન્ડમેન્ટ પસાર કરે એટલે ચાલશે. પરંતુ વિપક્ષો કહે છે કે બંને ગૃહમાંથી તે પાસ કરવો જરૃરી છે. સંસદીય બાબતોના પ્રધાન કમલનાથ નિયમને ટાંકીને કહે છે કે કોઈપણ એકગૃહ પાસ કરે તો ચાલે. હવે એમ ચર્યાય છે કે 'ફેમા' પરનું વોટીંગ બજેટ સત્રમાં થશે. જેને ત્રણ મહિનાની વાર છે !!
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved