Last Update : 04-December-2012, Tuesday

 

એ રિધમ એરેંજર પાછળથી લોકપ્રિય સંગીતકાર પણ બન્યો....

સિનેમેજિક - અજિત પોપટ
 

 

‘માતા ઓ માતા, જો તૂ આજ હોતી, મુઝે યું બિલખતા, અગર દેખ લેતી, તેરા દિલ તૂટ જાતા, માતા ઓ માતા...મુઝે ચૂમકર તૂને એક દિન કહા થા, મેરે લાડલે તૂ તો રાજા બનેગા, બેઆસ બેઘર, મૈં ફિરતા હું દર દર, મુઝે યું ભટકતા, અગર દેખ લેતી, તેરા દિલ તૂટ જાતા, માતા ઓ માતા....’ ૧૯૫૭ની આસપાસ રાજ કપૂરના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘અબ દિલ્હી દૂર નહીં’ માટે શૈલેન્દ્રે રચેલા આ ગીતની તર્જ બેસાડાઇ રહી હતી. ચાર-પાંચ તર્જો સંભળાવાઇ પરંતુ રાજ કપૂરને સંતોષ નહોતો. દરમિયાન, શંકર જેને રિધમિસ્ટ તરીકે લાવેલો એ યુવાન અજાણતાંમાં સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં દસ માત્રાના ઝપતાલમાં એક તર્જ ગણગણ્યો. એ કાને પડતાં રાજ કપૂર ટટાર થઇ ગયો. ‘ફિર સે, ફિર સે...ગા દેખું, તો ફિરસે,’ રાજ કપૂર બોલી ઊઠ્યા. પેલાએ પોતાને સૂઝેલી તર્જ ગાઇ સંભળાવી. તરત રાજ કપૂરે જાહેર કર્યું કે આ ફિલ્મનું સંગીત હવે દત્તુ આપશે. એ દત્તુ એટલે ગયા શુક્રવારે જેની વાત શરૂ કરેલી એ દત્તારામ. રાજ કપૂરે આર. કે.ના ચોથા સંગીતકાર તરીકે દત્તારામની વરણી કરી. રામ ગાંગુલી, શંકર જયકિસન, સલિલ ચૌધરી અને હવે દત્તારામ લક્ષ્મણ વાડકર. આખું નામ લખવાનું કારણ એ કે ઔર એક દત્તારામ ફિલ્મ સંગીતમાં હતા જેને આપણે એન.દત્તા (દત્તા નાઇક) તરીકે પિછાણીએ છીએ. એ એન. દત્તા પણ ગોવાના હતા. એસ ડી બર્મનના સહાયક તરીકે કામ શરૂ કરનારા આ દત્તા પણ પાછળથી સ્વતંત્ર સંગીતકાર બન્યા હતા અને પચાસ-સાઠ ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. બી આર ચોપરાની ઘૂલ કા ફૂલ અને ધર્મપુત્ર જેવી ફિલ્મોનું સંગીત આ એન દત્તાનું હતું. બીજી બાજુ દત્તારામ વાડકરે શંકર જયકિસનના રિધમ એરેંજર તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ એ સ્વતંત્ર સંગીતકાર બન્યા. એને શંકર અને રાજ કપૂરના આશીર્વાદ હતા. માતા ઓ માતા પછી એનું બીજું યાદગાર સર્જન એટલે ‘જિયો લાલ મેરે તુમ લાખોં બરસ, તુમ પે મૈયા નિસાર...’
પહેલું ગીત શૈલેન્દ્રે લખેલું તો આ બીજું ગીત હસરત જયપુરીની કમાલ હતું. પહેલું ગીત સુધા મલ્હોત્રાના કંઠમાં હતું તો બીજું લતાજીના કંઠમાં હતું. આ બે ગીતે દત્તારામને સ્વતંત્ર સંગીતકારનો દરજ્જો આપી દીધો. એની પહેલાં ટોચના તબલાંવાદક હોવા છતાં સ્વતંત્ર સંગીતકાર તરીકે કારકિર્દી જમાવનાર સ્વર નિયોજક હતા ઉસ્તાદ અલ્લારખ્ખા જેમણે એ આર કુરૈશીના નામે ૧૯૫૦ના દાયકામાં થોડીક ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. ત્યારબાદ એ પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલી અકબર ખાં સાથે શાસ્ત્રીય સંગીતની સાધનામાં સરકી ગયા. ફિલ્મસંગીતમાં કદી પાછા ન ફર્યા. દત્તારામ પોતાની મર્યાદાથી પરિચિત હતા એેટલે ૧૯૪૨માં પોતાની માતા સાથે મુંબઇ આવીને પહેલા એ સમયના ટોચના તબલાવાદક પંડિત પંઢરીનાથ નાગેશકર પાસે ગંડો બંધાવીને તબલાં પર માસ્ટરી મેળવી અને પછી પંડિત યશવંતબુવા કેરકર પાસે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ લીધી.
શંકર જયકિસન સાથે ઔપચારિક રીતે જોડાયા પહેલાં દત્તારામે અઢી-ત્રણ મહિના ફિલ્મ સંગીતના દુર્વાસા મનાતા સજ્જાદ હુસૈન સાથે સહાયક તરીકે કામ કરીને અનુભવ લીધો હતો. શંકર જયકિસન અને રાજ કપૂરે એનેા હાથ પકડ્યો એ સાથે જાણે એની કાયાપલટ થઇ ગઇ. એનામાં રહેલી સર્જનશક્તિ પ્રગટ થઇ.
અલબત્ત, દત્તારામે બહુ ઓછી ફિલ્મોમાં સંગીત પીરસ્યું. પરંતુ એનાં પણ ઘણાં ગીતો યાદગાર બન્યાં. ખુદ રાજકપૂરને હીરો અને માલા સંિહાને હીરોઇન તરીકે ચમકાવતી એસ બેનર્જીની ફિલ્મ પરવરિશ જેનાં ગીતો આજેય ગાવા ગમે તેવાં છે-ખાસ કરીને મસ્તી ભરા હૈ સમા, હમ તુમ હૈં દોનોં યહાં, આંખોં મેં આજા દિલ મેં સમા જા...., આંસુ ભરી હૈ યહ જીવન કી રાહેં કોઇ ઉન સે કહ દે હમેં ભૂલ જાયે...અને મામા ઓ મામા... આમ તો આ ફિલ્મનાં બધાં ગીતો સરસ હતાં. પરંતુ અહીં ફક્ત બે ત્રણ ગીતોની વાત કરી.
અહીં ઔર એક વાત નોંધવા જેવી છે. આમ તો શાસ્ત્રીય રાગ-રાગિણી પર આધારિત ગીતોની વાત કરતી વખતે કહેલું કે ફિલ્મ સંગીતે આઠ માત્રાના કહેરવા તાલના અનેક વર્ઝન્સ ફિલ્મ સંગીતે આપ્યા છે.
શાસ્ત્રીય સંગીતમાં કહેરવાના બે-ત્રણ સ્વરૂપો જાણીતા છે જેમાં એક છે ઘુમાલી. પરંતુ દત્તારામે એ રીતે કહેરવા તાલને બહેલાવ્યો કે સમગ્ર ફિલ્મ સંગીતમાં એ ‘દત્તુ ઠેકા’ તરીકે ઓળખાયો અને બીજા લગભગ બધા સંગીતકારોએ એ ઠેકાનો જરૂર પડી ત્યાં પોતાનાં ગીતો માટે છૂટથી ઉપયોગ કર્યો. પરંતુ છેલ્લાં પચાસ વર્ષમાં એ દત્તુ ઠેકા તરીકેજ ઓળખાયો. આ એક અનેાખી સિદ્ધિ ગણાય એવું આ લખનાર નમ્રપણે માને છે. (ક્રમશઃ)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 

 

 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved