Last Update : 04-December-2012, Tuesday

 
 

બોલરોમાં એમ્બ્રોસ, અક્રમ અને હરભજન સૌથી પડકારજનક
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

હરભજને ૧૦ વખત આઉટ કર્યો છે જેમાંથી ત્રણ વખત શૂન્યમાં લારા અને કાલિસ પણ શ્રેષ્ઠ

પર્થ, તા. ૩
પોન્ટીંગે તેની કારકિર્દીની આખરી ઇનિંગ રમ્યા બાદ મીડિયાને મુકત મને વાતો કરતા કહ્યું હતું કે તેણે રમેલ તમામ બેટસમેનોમાં તેંડુલકરને તે સૌથી શ્રેષ્ઠ માને છે. માત્ર બેટસમેન તરીકે નહીં પણ હું કેપ્ટન હતો ત્યારે વ્યુહરચનાની રીતે પણ મારા માટે તે સૌથી પડકારજનક રહ્યો હતો. બીજા બેટસમેન માટે તેને પુછવામાં આવતા તેણે તરત જ વિન્ડિઝના લારાને યાદ કર્યો હતો.
પોન્ટીંગે કહ્યું કે વિન્ડિઝ સામેની ટેસ્ટ પૂર્વે રાત્રે ઊંઘતા અગાઉ લારા અચૂક યાદ આવે કેમ કે તે એક એવો બેટસમેન હતો કે ઝડપથી બાજી પલટાવી શકે. તે એકલે હાથે હરાવી જાય તેવો ભય રહેતો. તેંડુલકર કરતા લારા તેની ઇનિંગથી વધુ વખત પરિણામ લાવી શકયો છે. એટલે તેનો તે રીતે ડર રહેતો.
તે પછી તરત જ પોન્ટીંગે ઉમેર્યું કે આ બંને વચ્ચે કૌંસમાં તમારે કાલિસને ના ભુલવો જોઈએ. સાઉથ આફ્રિકાનો તનાવ વધારવા તેની વિકેટ ટોપ ઓર્ડરમાં બહુ કિંમતી છે. હમણાં તે બેટિંગમાં આવ્યો ત્યારે તેની ૫૭ રનની એવરેજ જોઇને હું દંગ થઇ ગયો. આ જેવી તેવી બાબત નથી. તેને બોલિંગ પણ કરવાની હોય છે તે ના ભુલવું જોઈએ. પોન્ટીંગે કહ્યું કે આવા મહાન બેટસમેનોના યુગમાં મને રમવા મળ્યું તેના માટે હું ઇશ્વરનો આભારી છું.
તેની કારકિર્દીમાં તેને જે બોલરોએ મુંઝવ્યા તેમાં એમ્બ્રોસ, અક્રમ અને હરભજન સિંઘને હું મુકી શકું. મેં રમેલા ક્રિકેટમાં એમ્બ્રોસ અને અક્રમ ખૂબ જ ઉંચા દરજ્જાના અને ભારે કઠિન હતા. એમ્બ્રોસ સામે રમતા તમને તે ક્રીજમાં બાંધી રાખે તેવો એક પછી એક બોલ ફેંકે. તમે તેને વિકેટ આપી દો. રન કરવા પણ ઘણા અઘરા પડે. જયારે અક્રમ તમને અમુક બોલમાં રન કરવા દે પણ તમે સતત એ ભય હેઠળ હો કે એકાદ ના રમી શકાય તેવો બોલ આવશે જે તમારી વિકેટ લઇ લે. હરભજન ત્રીજો એવો બોલર છે જેણે મને મુંઝવ્યો હતો. તેણે મને ઘણી વખત આઉટ કરીને દુઃખી કર્યો છે.
પોન્ટીંગે ભગ્ન હૃદયે નિવૃત્તિની વેળાએ કહ્યું હતું કે આ ખેલાડીઓ તેમના હાથ ઉંચા કરીને કહી શકે કે તેઓએ મને કઠીન સમય આપ્યો છે.
હરભજને પોન્ટીંગને ૧૦ વખત આઉટ કર્યો છે. જેમાં ત્રણ વખત શૂન્ય રને આઉટ કર્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved