Last Update : 04-December-2012, Tuesday

 

હોટેલવાળા મરજી પ્રમાણે પૈસા પડાવે છે ત્યારે
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે

રાષ્ટ્રપતિના હાથે આશ્રમ ખુલ્લો મૂકાવાની રાહ જોવાય છે

મુંબઇ, તા.૩
શિર્ડી સાંઇબાબાના દર્શને દરરોજ હજારો ભક્તોનો વણથંભ્યો પ્રવાહ ચાલુ જ હોય છે. ભક્તોની સગવડ માટે સાંઇ આશ્રમમાં દોઢ હજારથી વધુ રૃમવાળા ભવ્ય આવાસ બંધાઇને તૈયાર પડયા છે. પરંતુ ઉદ્ઘાટન થયું ન હોવાથી હજી સુધી ભક્તોને રહેવા માટે ભાડે આપવાની શરૃઆત નથી થઇ.
શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટ શિર્ડીના સત્તાવાળા જ્યાં સુધી સાંઇ આશ્રમના એક અને બે નંબરના વિશાળ આવાસોનું ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી આ સાંઇ આશ્રમ ખુલ્લો મુકવા તૈયાર નથી.
સાંઇ આશ્રમ એક અને બેનું ગઇ ૧૬મી નવેમ્બરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ૧૫મી નવમ્બરે જ રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રની મુલાકાત રદ કરી હતી એટલે ઉદ્ઘાટન લટકી પડયું હતું. આ બાબતે પખવાડિયું વિત્યા છતાં સાઇબાબા ટ્રસ્ટવાળા ઉદ્ઘાટનની નવી તારીખ નક્કી નથી કરી શક્યા. આને લીધે ભક્તો નારાજ થયા છે. કારણ કે શિર્ડી દર્શને આવતા ભક્તો માટે રહેવાની સગવડ મર્યાદિત હોવાથી હોટેલવાળા રજાને દિવસે અને વીકએન્ડમાં મરજી મુજબના ભાવ પડાવે છે. આ પરિસ્થિતિમાં સાઇ આશ્રમમાં એકસાથે ૧૫૩૬ રૃમ બંધાઇને તૈયાર થઇ ગયા છે એ જાણીને ઘણા ભક્તો રહેવાનો પ્રોબ્લેમ નહી નડે એમ સમજીને શિર્ડી જવાની યોજના બનાવતા હતા. પરંતુ હજી સાઇ આશ્રમ ખુલ્લો ન મુકાતા ભક્તોમાં નારાજી વ્યાપી છે.
એક ભક્તે જણાવ્યું હતું કે શિર્ડીમાં એક રાત રહેવા માટે જરા સારી કહી શકાય એવી હોટેલમાં ઓછામાં ઓછા હજારથી બે હજાર રૃપિયા આપવા પડે છે. આની સરખામણીએ સાઇઆશ્રમમાં પોષાય એવાં ભાવે રૃમ ભાડે મળવાના છે.
શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે સાઇ આશ્રમનું ૧૧૦ કરોડના ખર્ચે બાંધકામ થયું છે. આશ્રમમાં ૧૫૩૬ રૃમ છે અને એમાંથી ૩૮૪ રૃમ એરકંડિશન છે. આ બધી રૃમોમાં ૯ હજાર ભક્તોનો સમાવેશ થઇ શકે છે. વધારાની ૧૯૨ ડોર્પેટરીમાં બીજા પાંચ હજાર ભક્તો રહી શકે એવી સગવડ છે.
એસ.એસ.એસ.ટી.ના એક્ઝિક્યુટીવ ઓફિસર કિશોર મોરેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ હવે ક્યારે મહારાષ્ટ્રની મુલાકાતે આવશે અને સાંઇ આશ્રમનું ઉદ્ઘાટન કરશે. તેની ચોક્કસ તારીખ હજી સુધી પ્રેસિડેન્ટ્સ ઓફિસ તરફથી જણાવવામાં નથી આવી. કલેક્ટર ઓફિસ દ્વારા રાષ્ટ્રપતિ કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો છે અને સંયોજન થઇ રહ્યું છે. રાષ્ટ્રપતિ મહારાષ્ટ્રમાં ક્યારે આવવાના છે એની તપાસ ખબર પડે પછી ઉદ્ઘાટનની તારીખ જાહેર કરી શકાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved