Last Update : 04-December-2012, Tuesday

 
પાકટ વયે એકલતાની વ્યથા
બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

સર્વે મુજબ દર શિયાળે ઠંડીના કારણે ૮૦૦૦ વૃદ્ધોના મોત થાય છે

લંડન, તા. ૩
સંત પુનિતનું 'ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ' ભલે વિશ્વભરમાં કે દેશમાં ગવાતું રહે પણ આ ભૌતિકવાદી યુગમાં ધનના મૃગજળને આંબવા માટે પૂર્ણ સજ્જ થઈને આધુનિક પેઢી સતત મશીનના ચક્રો સાથે ગતિ મેળવી રહી છે. તે સંજોગોમા મા-બાપને તો મોબાઇલ દ્વારા કે ક્યારેક પ્રત્યક્ષ હાય- હેલ્લોથી વિશેષ અપેક્ષા રાખવા જેવી જ નથી. આ એક નક્કર હકીકત છે.
એકલા બ્રિટનમાં જ પાંચ લાખ મા-બાપ એવા છે જે ટેલિવિઝનની સંગાથે ક્રિસમસ ઉજવશે. તેમના સંતાનોને જીવનની ભાગદોડ અથવા તો તેમની 'પ્રાઇવસી' કે આનંદ પ્રમોદ વચ્ચે તેમના ઉદ્ભવનું કારણ, તેમના મૂળને જળ સિંચવાનો સમય જ નથી.
શિયાળો વૃદ્ધ માણસો માટે સૌથી કપરી ઋતુ ગણાય છે. ખાસ કરીને શ્વાસ (દમ)ની વ્યાધિ ધરાવતા લોકોને તો શિયાળામાં રોજ વહેલી સવારે સાક્ષાત યમરાજના દર્શન થતા હોય છે. વિશ્વની વાત અલગ છે પણ બ્રિટનમાં જ એક ડિગ્રી તાપમાન ઘટે તેની સાથે ૮૦૦૦ જેટલા વધુ મૃત્યુ નોંધાતા હોય છે જેમાં મહદઅંશે વૃદ્ધો જ હોય છે.
બ્રિટનમાં થયેલા સર્વેક્ષણ અનુસાર ગરમી જાળવવા માટે હિટર વગેરે વાપરવાથી વીજ બિલ વધે જે પેન્શનની મર્યાદિત આવકમાં પોષાય નહીં. દેશભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હોય, ખાવાની આદતો તેમજ કરકસરના અનુસંધાને તેઓ એનર્જેટિક ફૂડ યા તો લઈ શકતા ન હોય અથવા તો ડાયાબિટીસ, બી. પી. વગેરેના કારણે તે આહાર તેમના માટે પ્રતિબંધિત હોય તે સંજોગોમાં તેમના શરીરનું ઉષ્ણતામાન અને આરોગ્ય જાળવવું મુશ્કેલ પડે છે તેમ ફ્રેન્ડ ઓફ એલ્ડર્લી ચેરીટના એક્ઝિક્યુટીવ રીચાર્ડ ફર્ઝેએ જણાવ્યું હતું.
બ્રિટનમાં થયેલા સર્વેમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે ક્રિસમસમાં પાંચ લાખ વયસ્ક પેન્શનરો અને વૃદ્ધો માટે તેમના સંતાન ગણો કે સંબંધી પણ સમય વ્યતીત કરવા માટે સંગાથી તરીકે ટી.વી. જ છે.
આ બાબત નિઃશંક બ્રિટનની છે પણ ભારતમાં પણ સ્થિતિ આનાથી જુદી નથી. હા, એટલું જરૃર કહી શકાય કે વિશાળ મહાલયોમાં 'પ્રાઇવસી'નો ભંગ થતો હોવાથી મા-બાપ વૃદ્ધાશ્રમમાં હોય છે જ્યારે સાંકડા ઘર કે નાળિયેરીની સાવલીની ઝુંપડીની બહાર ખાટલો નાખીને દાદા ચલમ ટેકાવીને બેઠા હોય છે તેનો અર્થ કદાચ એવો કરી શકાય કે મહાલયમાં વૃદ્ધો માટે જગ્યા નથી. જ્યારે ઝુંપડામાં પગથાણનો પાર નથી. મોટું શું મહાલય કે ઝુંપડું ?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved