Last Update : 04-December-2012, Tuesday

 

એસએમએસની ૨૦મી વર્ષગાંઠે જાણવા જેવું
એસએમએસ થકી કંપનીઓ વાર્ષિક ૭૩.૫ અબજ પાઉન્ડ કમાય છે

ટેલિનોટથી ટેક્સ્ટ સુધીની સફરઃ ભાષા બગડી, લગ્નો તૂટયાં

નવી દિલ્હી, તા.૩
એસએમએસ યુવાન થયો એસએમએસનો જન્મ વીસ વર્ષ પહેલાં થયો અને ત્યારથી એસએમએસે અનેક સ્વરૃપ બદલ્યા. આટલાં વર્ષોમાં તેનાથી લોકોને શું ફાયદો થયો અને શું નુકસાન તેના લેખાજોખા કરીએ તો મામલો સરવાળે સરખો જ રહે.
આજે ત્રીજી ડિસેમ્બરે એટલે કે બરોબર ૨૦ વર્ષ પહેલાં ૧૯૯૨માં નીલ પેપવર્થ નામનો ૨૨ વર્ષીય યુવાન વોડાફોન ન્યૂબરીના વડામથકમાં કોમ્પ્યુટર ટર્મિનલમાં બેસીને પહેલો મેસેજ કર્યો ત્યારે તેને સ્વપ્નેય ખ્યાલ નહિ હોય કે તે દુનિયામાં ક્રાંતિનો એક ડગ માંડી રહ્યો છે. ક્રિસમસનો ફેસ્ટિવ મૂડ હોવાથી તેણે તેના કોમ્પ્યુટરમાંથી ટેક્નીકલ ડિરેક્ટર રિચાર્ડ જાર્વિસના આર્બિટેલ ૯૦૧ ફોનમાં 'મેરી ક્રિસમસ' શબ્દ છોડયો હતો. ટેલિનોટ્સ નામથી શરૃ થયેલો એસએમએસની ભાષા બદલાઇ અને ટેક્સ્ટ કહેડાવવા લાગ્યો. વિશ્વભરમાંથી હવે એસએમએસ એટલો બધો લોકપ્રિય છે કે તેના થકી સંપૂર્ણ વિશ્વની ટેલિકોમ કંપનીઓને વાર્ષિક ૭૩.૫ અબજ પાઉન્ડની જંગી કમાણી થાય છે. માત્ર બ્રિટનમાં એક અઠવાડિયામાં ૩ અબજ ટેક્સ્ટ્સ મોકલવામાં આવે છે.
આ એસએમએસના ફાયદા એ છે કે તમે ટૂંકામાં કોઇની સાથે બોલ્યા વગર પણ વાત કરી શકો. તમે એની સાથે સંપર્કમાં રહી શકો. એકસાથે અનેકને શુભેચ્છા કે અન્ય માહિતીની આપલે થોડીક ક્ષણોમાં થઇ શકે છે. જોકે તેનાથી ભાષાને ઘણી અસર પહોંચી છે. ટૂંકાક્ષરી કરવા જતા ભાષા બદલાઇ. આ એસએમએસ અનેકોના ડાઇવોર્સના કારણ બન્યા છે. કેટલાકને તેનું એવું વળગણ છે કે તે સેક્સ કરતી વેળાએ પણ એસએમએસ કરતા હોય છે.
કોર્ટના કેસોમાં ટેક્સ્ટ્સ પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે. કંપનીઓ દ્વારા એસએમએસનો મારો કરવામાં આવતાં અને તેનાથી દુષ્પ્રચાર કે અફવા ઝડપથી ફેલાતી હોવાને કારણે ભારતમાં ટેલિકોમ કંપનીઓ પર અંકુશ મુકવામાં આવ્યો.

કેનેડાના પ્રધાનના ટેક્સ્ટથી અફવા ફેલાઇ
૧૨ નવેમ્બર, ૨૦૦૯ના રોજે કેનેડાના ટ્રાન્સપોર્ટ પ્રધાન જોન બેઇર્ડે ટોરોન્ટોમાં બ્લેક ટાઇ ગાલામાં હાજર તેમના સાથીને મેસેજ મોકલ્યો કે થેચર મરી ગયા. હવે ત્યાં એવું લાગ્યું કે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચર અવસાન પામ્યા. હાજર મહેમાનોમાં આ અંગેના એસએમએસ ઝડપથી પ્રસરવા લાગ્યા અને તરત જ કેનેડાની સરકારે તો શ્રદ્ધાંજલિ આપવાની પણ તૈયારી કરી લીધી. પછી ખબર પડી કે બેઇર્ડે તો તેમણે પાડેલી બિલાડી થેચરનો ઉલ્લેખ કર્યો હતો.

૨૫.૯૪ સેકન્ડમાં ૨૬ વર્ડ ૧૬૦ કેરેક્ટર મોકલવાનો વિશ્વ વિક્રમ
હવે સ્પર્ધા અને વિક્રમની વાત આવે તો એસએમએસને ઝડપથી મોકલનારાની સંખ્યામાં કમી નથી. પરંતુ ૨૬ શબ્દ ૧૬૦ કેરેક્ટર (સ્પેસ સાથે)ને સૌથી ઝડપી મોકલવાનો વિશ્વ વિક્રમ ગ્રેટર માન્ચેસ્ટરના મેલિસા થોમ્પ્સનના નામે નોંધાયેલો છે. તેમણે ૨૨ ઓગસ્ટ, ૨૦૧૦માં માત્ર ૨૫.૯૪ સેકન્ડમાં મેસેજ મોકલીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

મનોરંજન, પ્રસિદ્ધિ અને વાર્તાઓ માટે ટેક્સ્ટનો ઉપયોગ
ટેક્સ્ટ્સનો ઉપયોગ અમુક લોકો મનોરંજન, જોક્સ અને અન્ય વાર્તાઓ મોકલવા માટે કરતા હોય છે. એ પછી અમુક તો તેમનાં ચિત્રો અને અન્ય ખાનગી બાબતોની પણ આપ-લે કરે છે. કેટલીક સેલિબ્રેટીઓ પોતાના સસ્તા પ્રચાર માટે નિમ્ન સ્તરના અશ્લીલ ફોટા અને એસએમએસ મોકલીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved