Last Update : 04-December-2012, Tuesday

 

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને
આર્થિક નીતિમાં ઢીલાશ મુકાશે તો ભારતનું રેટિંગ ઘટવા ખતરોઃ ફિચ

મંદી લંબાઇ ઃ નીતિના અમલનો ભારતનો ટ્રેક રેકોર્ડ સારો નથીઃ જીડીપીના આંકડા નિરાશાજનક

નવી દિલ્હી, તા. ૩
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકાર રાજકોષીય નીતિને મુકવામાં પાછી પાની કરશે તો તેના રેટિંગમાં ઘટાડો થઇ શકે છે તેવી ચેતવણી રેટિંગ સંસ્થા ફિચે ઉચ્ચારી છે. ફિચે કહ્યું છે કે ભારતે આર્થિક સુધારા હાથ ધરવા જ પડશે.
આ વર્ષના પ્રારંભમાં ફિચ અને સ્ટાડંર્ડ એન્ડ પુઅર્સે એશિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર ભારતના આઉટલુકનું રેટિંગ્સ ઘટાડીને નકારાત્મક કર્યું હતું. જેને કારણે દેશ સામે બ્રિક્સમાં સ્થાન ધરાવતાં પ્રથમ દેશનું રેટિંગ ઘટીને જંક સ્ટેટસે પહોંચી જવાનો ખતરો ઊભો થયો છે. પોલિસીને અમલમાં મુકવામાં મુશ્કેલી કે ગ્રોથ રેટના ટ્રેન્ડમાં ઘટાડાની જ સંભાવના જણાતી હોવાથી રેટિંગ ડાઉનગ્રેડ થઇ શકે છે.
ફિચે જણાવ્યું હતું કે શુક્રવારે જીડીપીના જે આંકડા પ્રદર્શિત થયા હતા તે નબળા હતા. તાજેતરમાં સરકારે જે સુધારાની દરખાસ્તો કરી છે તે વિકાસ માટે એકદમ ટેકારૃપ છે. પરંતુ હવે તેના અમલીકરણ સામે રાજકીય જોખમ રહેલું છે. જે જોતાં તેના અમલ સામે હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે. જો આ રાજકોષીય દરખાસ્તો અમલમાં નહિ આવે તો રેટિંગમાં ઘટાડો થઇ શકે છે.
સપ્ટેમ્બરમા પૂરા થયેલાં ત્રણ મહિનામાં આર્થિક મંદી લંબાઇ હતી. તેનો વિકાસ માત્ર ૫.૩ ટકાના દરે થયો હતો. જે જોતાં તે આ વર્ષે તે દાયકાની સૌથી નીચી સપાટીએ પહોંચી જવાનો ખતરો ઊભો થયો છે. ફિચે ધારણા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી ગત વર્ષના ૬.૫ ટકાથી ઘટીને છ ટકાએ પહોંચી છે. માર્ચ ૨૦૧૪એ પૂરા થતાં નાણાકીય વર્ષ દરમિયાન તે સુધરીને સાત ટકાની ઊંચી સપાટીએ પહોંચી જશે.
નવેમ્બરમાં પૂરા થયેલાં પાંચ મહિનામાં ભારતના મેન્યુફેક્ચર ક્ષેત્રના મંદ વિકાસને કારણે અર્થશાસ્ત્રીઓ તેમના અંદાજમાં થાપ ખાઇ ગયા હતા. જોકે ફિચનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 'કડક રાજકોષીય અને નાણાકીય નીતિને કારણે વૃધ્ધિ દરને ટેકો આપવા માટે પગલાં લેવામાં સત્તાવાળાઓ ઢીલા પડયા છે. હાલમાં ફુગાવાનો ઊંચો દર પણ તેમની મુશ્કેલી વધારી રહ્યો છે. જાહેર ધિરાણને મજબૂત બનાવવાનું તેમણે આપેલું વચન પણ માર્ગ આડેનો અવરોધ જ છે.'
ફિચે કહ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કેટલીક દરખાસ્તોને કાયદાકીય મંજૂરીની જરૃર છે અને તેના કારણે પોલિસીમાં ફેરફારની શક્યતા નકારી શકાતી નથી. વધુમાં ફિચે કહ્યું હતું કે સરકારે મલ્ટિ-બ્રાંડ રિટેલ જેવા ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) માટે દરવાજા ખુલ્લા મુક્યા છે તો સંસદમાં તે અંગે સર્વસંમતિ સધાતી નથી.
આ ઉપરાંત સરકારે રાજકોષીય ખાધ ઘટાડીને જીડીપીના ત્રણ ટકા કરવા માટેના પાંચવર્ષીય રૃપરેખા હાલમાં કેટલાક વખતમાં સરકાર દેખાતા મજબૂત ઇરાદામાંથી એક છે. પરંતુ રાજકોષીય નીતિના અમલ માટેના પગલાંને અમલમાં મુકવાનો તેનો ટ્રેક રેકોર્ડ પ્રોત્સાહક નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved