Last Update : 04-December-2012, Tuesday

 

એફડીઆઇ પર સંસદમાં આજથી ચર્ચા ઃ માયાવતી- મુલાયમ મૌન

માયાવતી અનામત બિલની શરતે ટેકો આપવા માગે છે ઃ મુલાયમ મન કળવા દેતા નથી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩
દેશમાં છૂટક વેચાણ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણને સરકારે આપેલી મંજૂરી સંબંધે સંસદમાં આવતીકાલે ચર્ચા અને મતદાન થવાની શક્યતા વચ્ચે સાથી પક્ષો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ આ નિર્ણય અંગે કોઈ સ્પષ્ટ મત આપવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે ડાબેરીઓએ તો આ મુદ્દે તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓનો વિરોધ સંસદમાં ચર્ચા કે મતદાન પૂરતો મર્યાદિત નથી તેઓ સરકાર નિર્ણય પાછો ન ખેંચે ત્યાં સુધી તેનો વિરોધ કરશે અને તેમનો વિરોધ શેરીઓમાં પણ લઈ જશે.
માયાવતી અને મુલાયમે જો કે, મિશ્ર પ્રતિભાવ આપ્યો હોવા છતાં સરકાર તેમને બહુમતી સંદર્ભે પૂરતો સહકાર હોવાના મુદ્દે આશ્વસ્ત છે. એક પત્રકાર પરિષદને સંબોધન કરતા માયાવતીએ એફ.ડી.આઇ.ના એક મુદ્દા પરત્વે પત્રકારોનું ધ્યાન દોર્યું હતું કે, સરકારે રીટેલ સેક્ટરમાં એફ.ડી.આઇ.ને મંજૂરી ભલે આપી પણ સાથોસાથ એક જોગવાઈ કરવામાં આવી છે કે, જે રાજ્યો આ નીતિનો અમલ કરવા ન માંગતા હોય તેમને ફરજ પાડવામાં નહીં આવે આમ જે રાજ્યોને એફ.ડી.આઇ. અંગેની જોગવાઈનો અમલ ન કરવો હોય તેઓ મુક્ત જ છે. સરકારની આ જોગવાઈને લક્ષમાં લેતા તેઓ કદાચ સરકાર પક્ષે મતદાન કરે તેવું બને.
જો કે માયાવતીએ સરકારી નોકરીની બઢતીમાં પણ અનુસૂચિત જાતિ (એસ.સી.) અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી.)ને પ્રાધાન્ય આપવાની અને તે મુદ્દો સંસદમાં ઉઠાવવાની તલવાર લટકતી રાખીને એફ.ડી.આઇ. મુદ્દે સરકાર પક્ષે જ મતદાન કરશે તેવી ખાત્રી આપવાનું ટાળ્યું હતું. બ.સ.પા.ના લોકસભામાં ૨૧ અને રાજ્યસભામાં ૧૫ સાંસદો છે.
જ્યારે ઉત્તર પ્રદેશના શાસક પક્ષ મુલાયમસિંહે પણ તેમનું મંતવ્ય સ્પષ્ટ પ્રગટ કરવાનું ટાળતા કહ્યું હતું. તમે મને બોલવાની ફરજ શા માટે પાડો છો ? મારે જે બોલવાનું છે તે હું લોકસભામાં બોલીશ.' અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના લોકસભામાં ૨૨ જ્યારે રાજ્યસભામાં પાંચ સાંસદો છે.
ડાબેરીઓ તો એફ.ડી.આઇ.નો વિરોધ એડીચોટીનું જોર લગાવીને કરી રહ્યા છે. સી.પી.આઇ. (એમ)ના મહામંત્રી પ્રકાશ કારતે સરકારને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)માં પરિવર્તન માટે બીજા બંધારણીય સુધારાની તૈયારી રાખવાનું કહેતા આ મુદ્દો ચર્ચા અને મતદાનથી પૂર્ણ થઈ જતો નથી પણ ડાબેરીઓ આ આખી બાબત દેશમાં શેરીઓમાં લઈ જશે તેમ જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved