Last Update : 04-December-2012, Tuesday

 

મોદીનો ચૂંટણી ઢંઢેરોઃ કોંગ્રેસનું તહોમતનામું

પાંચ વર્ષમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ૩ લાખ કરોડનું આયોજન ગુજરાતને ગ્લોબલ ઓટો હબ, સોલાર એનર્જી હબ બનાવવાનો નિર્ધાર

વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર
પાંચ વર્ષમાં પ૦ લાખ પાકાં મકાનો સહિત અનેક વચનો આપતાં મોદી
અમદાવાદ, તા.૩
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિધાનાસભાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું. જેમાં આગામી પાંચ વર્ષમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ૩ લાખ કરોડનું આયોજન રજૂ કર્યું હતું. પાંચ વર્ષમાં પ૦ લાખ પાકા મકાનો ઉપલબ્ધ કરાવવા, ૧૬ લાખ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવી, દરેક ઘરને પીવાનું પાણી પહોંચાડવું, પ્રોપર્ટી-ટાઈટલ ક્લીયર કરવા ઓથોરીટિની રચના કરવી, રાઈટ ટુ સર્વિસીઝ એક્ટ અમલમાં લાવવો, વીજ ઉત્પાદન બમણું કરવું, નારી અદાલતો શરૃ કરવી જેવી અનેક બાબતોનો તેમાં સમાવેશ કરાયો હતો.
આજે અમદાવાદ ખાતે ભાજપના રાષ્ટ્રીય નેતા અરૃણ જેટલીની ઉપસ્થિતિમાં સંકલ્પપત્ર જાહેર કરતાં મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં એક નવોદિત મીડલ ક્લાસ આકાર પામ્યો છે. અત્યાર સુધી તે ગરીબીમાં હતો. પરંતુ ખુબ જ સંઘર્ષ કરીને તે હવે મીડલ ક્લાસમાં આવ્યો છે. તેના માટે આ સંકલ્પપત્રમાં અનેકવિધ નવી યોજનાઓ સમાવાઈ છે. ભાજપનું આ સંકલ્પપત્ર સર્વ સ્પર્શી, સર્વ વ્યાપી, સર્વ સમાવેશક અને સર્વ પ્રિય છે.
કોંગ્રેસે ૪૦ વર્ષમાં માત્ર ૧૦ લાખ મકાનો બનાવ્યા હતા. જયારે છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપ સરકારે રર લાખ મકાનોનું કામ પૂર્ણ કરી નાખ્યું છે અને આગામી પાંચ વર્ષમાં પ૦ લાખ પાકા મકાનો બનાવવાનો નિર્ધાર કરાયો છે. એટલું જ નહીં જે વ્યક્તિ જે વિસ્તારમાં રહેતો હોય તેને તે વિસ્તારમાં જ નવું પાકું મકાન મળે તેની પણ કાળજી લેવાઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં વધુ ૧૬ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધાથી આવરી લેવાશે. ખેડૂતોને પાક ધિરાણમાં ૩ ટકાની રાહત અપાશે. બાકી વીજ જોડાણો યુધ્ધના ધોરણે અપાશે. ખેડૂતો પોતાના સર્વે નંબરની સ્વૈચ્છિક અદલા-બદલી કરે તો તેને સ્ટેમ્પ ડયુટીમાં રાહત અપાશે. નવી શરતની જમીન ધારણ કરનારા ખેડૂતોને વિશેષ રાહત આપવામાં આવશે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લે-જિલ્લે કોલ્ડ સ્ટોરેજ અને એગ્રો પ્રોસેસિંગ યુનિટની સુવિધા ઉભી કરાશે. અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પૂર્વ પટ્ટીમાં સિંચાઈથી વંચિત વિસ્તારોમાં રૃા.૪૧રપ કરોડની સિંચાઈ યોજના લવાશે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન(સૌની) યોજના અમલી કરાશે. લેઈક એન્ડ વેટલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રચવામાં આવશે. દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડાશે. ગુજરાતનું હાલનું વીજ ઉત્પાદન પાંચ વર્ષમાં બમણું કરાશે. સૌર ઉર્જા અને પવન ઉર્જાના સ્ત્રોતોનો વિકાસ કરીને ગુજરાત વિશ્વસ્તરે સ્થાન મેળવશે.
વન ઔષધિ ઉદ્યાનોનો વિકાસ કરાશે. ઉચ્ચ શિક્ષણ લેનારા ૪૦ હજાર વિદ્યાર્થીઓ રહી શકે તે માટે શહેરી વિસ્તારોમાં છાત્રાલયો બંધાશે. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાશે. અને આગામી અઢી વર્ષમાં અઢી કરોડ યુવાનોનો સ્કીલ્ડ વર્કફોર્સ તૈયાર કરાશે. ખેલે તે ખીલે અભિગમ અપનાવી સ્પોર્ટસ યુનિવર્સિટી, જિલ્લા સ્પોર્ટસ સ્કૂલ, અભ્યાસક્રમો અને સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે. વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે. વધુ તાલુકાઓમાં નારી અદાલતો શરૃ કરાશે.
સરકારી નોકરીમાં ભરતીની હાલની રપ વર્ષની વય મર્યાદા વધારી ર૮ વર્ષની અને ર૮ વર્ષની વય મર્યાદા વધારી ૩૦ વર્ષ કરાશે. વ્યાપક ભરતી અભિયાન ચલાવાશે. પ્રોપર્ટી ટાઈટલ ક્લીયર કરવા રાજય સરકાર હસ્તક ઓથોરિટી રચાશે. જેથી ટાઈટલ ક્લીયર ગેરન્ટેડ જમીન ઉપલબ્ધ કરવામાં પારદર્શિતા, સરળતા અને ઝડપ આવશે. આ ઉપરાંત સરકારી સેવાઓને પારદર્શી અને સમયબધ્ધ ધોરણે મળે તે માટે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરતો સેવા અધિકાર કાયદો(રાઈટ ટુ સર્વિસીઝ એક્ટ) અમલમાં લવાશે.
પાંચ વર્ષમાં પ૦ લાખ પાકા મકાનો આપવાની યોજના કોંગ્રેસના ઘરનું ઘર યોજનાની નકલ છે તેવું પુછતાં મોદીએ જણાવ્યું હતું કે દરેક પક્ષ પોત-પોતાના ચૂંટણી ઢંઢેરા બહાર પાડતી હોય છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ગ્લોબલ ઓટો હબ બનશે. ગ્લોબલ સોલાર એનર્જી હબ બનશે. ફ્રેઈટ કોરીડોરના કારણે ગુજરાત લોજિસ્ટિક ગેટ વે ટુ ઈન્ડિયા બનશે.

છ કરોડ ગુજરાતવાસીઓનો અકસ્માત વીમો લેવાશે!
ગુજરાતના છ કરોડ ગુજરાતીઓનો રાજય સરકાર અકસ્માત વીમો લેશે. કોઈપણ વ્યક્તિનું અકસ્માતમાં મોત થાય તો તેને ચોક્કસ રકમ આપવામાં આવશે. પરંતુ આ રકમ કેટલી હશે તેવું પુછતા મુખ્યમંત્રીએ જવાબ આપવાનું સિફતપૂર્વક ટાળી દીધું હતું.

સંકલ્પપત્રમાં રજૂ કરાયેલી અન્ય કેટલીક મહત્વની બાબતો
- દરેક જ્ઞાાતિ અને સમાજને સમૂહલગ્ન માટે સહાય
- મુખ્યમંત્રી અમૃતમ્ યોજનાનો વ્યાપ વિસ્તારીને નિમ્ન મધ્યમવર્ગને આવરી લેવાશે
- મિશન બલમ્ સુખમ્ અંતર્ગત્ કુપોષણની સમસ્યાનું નિવારણ
- કેન્સર, કીડની, હ્યદયરોગ જેવા ગંભીર રોગોમાં આધુનિક સારવાર મળી રહે તે માટે સુરત, રાજકોટ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં નવી સ્પેશિયાલીટી હોસ્પિટલો સ્થપાશે
- ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન દ્વારા લગભગ મફતના ભાવે દવાઓનું વિતરણ કરાશે
- વનબંધુ કલ્યાણ પેકેજ રૃા.૧પ હજાર કરોડથી વધારીને આગામી પાંચ વર્ષ માટે રૃા.૪૦ હજાર કરોડ કરાશે
- સાગરખેડૂ વિકાસ પેકેજ રૃા.૧૧ હજાર કરોડથી વધારીને આગામી પાંચ વર્ષ માટે રૃા.ર૧ હજાર કરોડ કરાશે
- શહેરી ગરીબ સમૃધ્ધિ યોજનાને બીજા તબક્કામાં આગામી પાંચ વર્ષ માટે વધારીને રૃા.રપ હજાર કરોડ કરાશે
- વનબંધુ અને સાગરખેડૂ પેકેજોના ધોરણે અનુ.જાતિ માટે ખાસ વિકાસ પેકેજ
- અસંગઠિત ક્ષેત્રોના કામદારો માટે ઓળખપત્ર, રાહત દરે આરોગ્યની સુવિધાઓ, પ્રોવિડન્ટ ફંડ અને સામાજિક સુરક્ષા બોર્ડ દ્વારા કલ્યાણકારી યોજનાઓ
- ગુજરાતના બંદરોની કાર્ગો વહનની ક્ષમતા ત્રણ ગણી કરાશે. બંદરોના વ્યવસ્થાપન માટે ઈન્ટીગ્રેટેડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે
- બંદરો સંલગ્ન અને આસપાસમાં પોર્ટ સિટી વિકસાવાશે
- શિપ બ્રેકિંગ પછી શિપ બિલ્ડિંગ અને શિપ રિપેરિંગ ઈન્ડસ્ટ્રીઝના વિકાસનું વ્યૂહાત્મક આયોજન
- મુખ્ય ધોરી માર્ગોના આધુનિકરણ, વિસ્તૃતિકરણ અને લંબાઈ બમણી કરવાનું મહત્વકાંક્ષી આયોજન
- ૧૩ જેટલા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનનો વિકાસ કરાશે
- પ્રવાસનના તમામ પાસાઓને આવરી લેતી નવી ટુરીઝમ પોલીસી બનાવાશે
- રાજય વ્યાપી વાઈફાઈ નેટવર્ક સ્થાપવામાં આવશે. ડિસ્ટન્સ લર્નિંગ, ટેલિ મેડિસીન, જાહેર સેવા માટેના મોબાઈલ એપ્લીકેશન, ઓનલાઈન જોબપોર્ટલ વગેરે આધુનિક અભિગમો અપનાવાશે

તહેલકા મેગેઝિનના રિપોર્ટના આધારે કોંગ્રેસનો આક્ષેપ
મોદી સરકારનો વિદેશી કંપની સાથે ૨૦,૦૦૦ કરોડનો ગેસ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર
કંપનીનું અસ્તિત્વ માત્ર કાગળ પરઃ દસ ટકા હિસ્સા માટે રાતી પાઇ પણ નથી ચુકવી
પ્રદેશ કોંગ્રેસે ગાંધીનગરમાંથી મોદી સરકારને ઉખેડી ફેંકવા આહ્વાન કરતું ૧૭ મુદ્દાનું તહોમતનામું રજૂ કર્યું
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩
ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. એક ગેસ એક્સપ્લોરેશન પ્રોજેક્ટમાં માત્ર કાગળ પર છે તેવી વિદેશી કંપનીને રૃ. ૨૦,૦૦૦ કરોડનો હિસ્સો આપી દીધા હોવાનો આક્ષેપ કરતાં અહેવાલ વિશે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે તેવી માગણી આજે કોંગ્રેસે કરી હતી.
જોકે આ આક્ષેપ મુકતાની સાથે સાથે કોંગ્રેસના નેતા અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ મામલે તપાસની માગ કરીને કોઇ વિખવાદ ઊભો કરવા માગતા નથી. આ સોદા વિશે તેમણે મોદી સમક્ષ અનેક સવાલો કર્યા હતા. જોકે તેઓ વારંવાર રિપોર્ટનો હવાલો આપતા હતા.
તહેલકા મેગેઝિનના એક તાજેતરના રિપોર્ટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોદી સરકારે કેજી બેસિન ગેસ ફીલ્ડમાંથી ૧૦ ટકા હિસ્સો કાગળ પર રહેલી એક કંપની જીઓગ્લોબલ રિસોર્સિઝને આપી દીધો છે. બાર્બાડોસની આ કંપનીએ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલાં આ હિસ્સાપેટે એક રૃપિયાની પણ ચુકવણી કરી નથી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જીઓગ્લોબલ અને સરકારી માલિકીની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી) વચ્ચેના સોદાને કારણે એક પણ પાઇ લીધા વગર રૃ. ૨૦,૦૦૦ કરોડનો હિસ્સો બાર્બાડોસની કંપનીને મળી ગયો છે. તહેલકાની સ્ટોરીએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે જેનો ગુજરાત સરકાર અને ખાસકરીને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે. તિવારીએ સવાલ કર્યો કે 'આનો લાભ કોને મળ્યો છે ?'
વધુમાં તેમણે કહ્યું હતું કે 'આ હકીકત છે કે જીઓગ્લોબલને કોન્સોર્ટિયમમાં ૧૦ ટકાનો હિસ્સો મળ્યો છે. કંપનીએ ગેસ એક્સપલોરેશનમાં આંતરરાષ્ટ્રીય અનુભવ લાવવાનું વચન આપ્યું હતું. ભારત આવતા પહેલા આ કંપનીએ અમેરિકી સરકારને પણ એમ જ કહ્યું હતું. ગેસ સંશોધનક્ષેત્રે કંપનીને કોઇ આગોતરો અનુભવ નથી.'
તેમણે ઉમેર્યું હતું કે આ ખર્ચનો બોજ છ કરોડ ગુજરાતીઓ પર કેમ નાખવામાં આવી રહ્યો છે? કોણ ચોક્કસ કંપની તેની ચુકવણી કરવાની છે? ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેનો જવાબ આપે.
મજાની વાત તો એ છે કે મોદી પાસેથી આ જવાબ માગતા તિવારીએ પણ મોદીની જેમ તેમના નિવેદનમાં વારંવાર મોદીની જેમ છ કરોડ ગુજરાતીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદે ખોટું થયાની તમને આશંકા છે તો તમે કેમ તપાસની માગણી કરતા નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે બિનજરૃરી અને પાયાવગરના આક્ષેપો કરવા અમે ટેવાયેલા નથી. અમે તપાસની માગ નહિ કરીએ. પરંતુ છ કરોડ ગુજરાતીઓની સાથે સાથે અમને પણ હકીકત જાણવાનો અધિકાર છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved