Last Update : 04-December-2012, Tuesday

 

મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત

 

સંજય દત્ત પોતાના જીવનથી બહુ સંતુષ્ટ છે. હાલમાં તેની બે ફિલ્મો અગ્નિપથ અને સન ઓફ સરદાર ને સારી સફળતા મળી છે અને આ સફળતાનો સંતોષ તેના ચહેરા પર તરવરતો દેખાય છે. અંગત જીવનમાં પણ તે સંતાનોના ઉછેરને માણી રહ્યો છે. પોતાના અંગત અને પ્રોફેશનલ જીવનની આ તમામ સફળતાનો યશ સંજય પોતાની પત્ની માન્યતાને આપે છે.
સજય પોતાના પ્રોડકશન-હાઉસની કામગીરી પર માન્યતા નજર રાખે છે. આ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં સંજય દત્ત કહે છે કે મારી ફિલ્મોને સફળતા મળે તો મને ખુશી થાય એ સ્વાભાવિક છે. મારા જીવનમાં જે ખુશી છે એનું સંપૂર્ણ શ્રેય હું માન્યતાને આપું છું. મારા પ્રોડક્શન હાઉસની બધી જવાબદારી માન્યતા જ સંભાળી રહી છે. અમે શરૃઆતમાં એક સાથે ત્રણથી ચાર ફિલ્મો પર કામ શરૃ કરવાના છીએ. ફિલ્મમાં પ્રોડયુસર તરીકે હું નહી પણ માન્યતા જ રહેશે. કારણ કે મને ખબર છે કે પ્રોડયુસર તરીકે સાવ નકામો છું. હું પ્રેમને કારણે કાંઇ કહી નથી શકતો અને મારી આ દરિયાદિલીને કારણે જ લોકો મને પ્રેમ કરે છે. જો કે આને કારણે જ પ્રોડયુસર તરીકે હું ક્યારેય કડક રીતે કામ ન કરી શકું. માન્યતા આ બધાને બહુ સારી રીતે કન્ટ્રોલ કરી શકે છે.
પોતાના સંતાનો વિશે વાત કરતાં સંજય કહે છે કે હું મારા કામમાં બહું વ્યસ્ત રહું છું. મને સમય મળે તો હું મારા સંતોનો શાહરાન અને ઇકરા સાથે રમવાનું વધુ પસંદ કરુ છું. મારા જીવનમાં આ ખુશી પણ માન્યતાને કારણે જ આવી છે. માન્યતા મારા જીવનનો ખાસ હિસ્સો છે. એક તબક્કે હતાશ થઇને મે કરીઅરમાં ધ્યાન આપવાનું સાવ આછું કરી નાખ્યું હતું. પણ માન્યતાને કારણે હું સફળ પુનરાગમન કરી રહ્યો છું. સંતાનોને મોટા થતાં જોવા એ પણ એક લ્હાવો છે. મારી મોટી દીકરી ત્રિશાલા જ્યારે નાની હતી ત્યારે હું તેની સાથે આ બધી ક્ષણો નહોતા માણી શક્યો. હું એ સમય તેની સાથે પણ માણી શક્યો હોત.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved