Last Update : 04-December-2012, Tuesday

 

સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી

રૃપિયા સામે ડોલર ઉછળતાં ઝવેરી બજારમાં તેજી પાછી ફરી ઃ દિલ્હીમાં ફોરવર્ડ ચાંદીમાં રૃ.૧૫૦૦નું પ્રીમિયમ બોલાયું !

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને િંકંમતી ધાતુઓના ભાવો ઘટતા અટકી ફરી વધી આવ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૧૧૦થી ૧૨૫ ઉંચકાયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૩૭૫ ઉછળી રૃ.૬૩૦૦૦ને પાર કરી ગયા હતા, રૃપિયા સામે આજે ડોલરના ભાવો ઉછળતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હતી. અને તેના પગલે હાજર બજારમાં આજે ટાંચી આવકો વચ્ચે ઘટયા ભાવોએ નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૨૭૫ વાળા રૃ.૩૧૩૮૦ ખુલી રૃ.૩૧૪૦૦ બંધ રહ્યા હતા. જાયરે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૪૩૦ વાળા રૃ.૩૧૫૧૦ ખુલી રૃ.૩૧૫૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૬૨૭૩૫ વાળા રૃ.૬૩૨૦૦ ખુલી રૃ.૬૩૧૦૦ બંધ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૪.૨૭ વાળા આજે ઉછળી રૃ.૫૪.૭૮ થઈ છેલ્લે રૃ.૫૪.૭૭ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૧૬થી ૧૭૧૬.૫૦ ડોલર વાળા નીચામાં ૧૭૧૩.૫૦ તથા ઉંચામાં ૧૭૨૦.૧૦ ડો લર થઈ સાંજે ૧૭૧૭ ડોલર રહ્યાના સમાચારો હતા જયારે ચાંદીના ભાવો વિશ્વ બજારમાં ૩૩.૫૬ ડોલરવાળા આજે નીચામાં ૩૩.૭૨ રહી સાંજે ૩૩.૬૨ ડોલર રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૬૩૧૦૦થી ૬૩૧૨૫ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૯૦૦થી ૧૦૦૦ જેટલા નીચા રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, દિલ્હી બજારમાં આજે ચાંદીના હાજર ભાવો રૃ.૬૨૪૦૦ તથા વિકલી ડિલીવરીના ભાવો રૃ.૬૩૯૦૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સોનાના ભાવો આજે રૃ.૧૭૦ વઘી ૯૯.૫૦ના રૃ.૩૧૮૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૦૦૦ બોલાયા હતા. આમ ત્યાં ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા હતા.ડોલરમાં આજે બેંકો તથા આયાતકારોની ખરીદી વધી હતી. આજે શેરબજારમાં તેજી અટકી ભાવો ઘટતાં તેના કારણે પણ ડોલર વધી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved