Last Update : 04-December-2012, Tuesday

 

સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ

એફઆઈઆઈની વધુ રૃ.૩૦૩ કરોડની ખરીદીઃ રીયાલ્ટી, રીટેલ, ખાનગી બેંક શેરોમાં તેજી

રીટેલ ક્ષેત્રે એફડીઆઈ માટે માત્ર એક ગૃહની મંજૂરી અનિવાર્ય ઃ એચએસબીસી મેન્યુફેકચરીંગ પીએમઆઈ પાંચ મહિનાની ઊંચાઈએ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ડીસેમ્બર મહિનામાં મુંબઈ શેરબજારોમાં અપેક્ષીત આગેવાની લઈને બજારની ઈન્ડેક્ષ બેઝડ નરમાઈની ચાલને રોકીને છેલ્લા અડધા કલાકમાં મજબૂત ટેકો પૂરો પાડયો હતો. નવેમ્બર મહિના સુધીમાં એફઆઈઆઈએ ૧૧ મહિનામાં શેરોમાં રૃ.૧,૦૪,૦૦૦ કરોડની ચોખ્ખી ખરીદી કરીને સેન્સેક્ષ, નિફટીને ૧૯ મહિનાની ઊંચાઈએ મૂકી દીધા સાથે આર્થિક સુધારા- રીફોર્મ્સ આડેના એક પછી એક અવરોધો દૂર થતાં જોવાઈ. ગત અઠવાડિયે મલ્ટિ- બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઈ મંજૂરી મામલે વિરોધ પક્ષોના વિરોધને શાંત પાડવામાં અને ચર્ચા સાથે વોટીંગની તૈયારી બતાવી યુપીએ સરકારે સ.પા. અને બ.સ.પા. પાર્ટીનું સમર્થન મેળવવા પરોક્ષ સફળતા મેળવ્યા બાદ હવે રીટેલ એફડીઆઈ માટે માત્ર એક જ હાઉસની મંજૂરી અનિવાર્ય હોવાના વાણિજયપ્રધાન આનંદ શર્માના નિવેદનની પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી. અલબત આંતરરાષ્ટ્રીય નેગેટીવ સમાચાર- પરિબળો પૈકી અમેરિકામાં ફિસ્કલ કલીફના ઉકેલની અનિશ્ચિતતા તેમજ યુરો ઝોનનો એચએસબીસી મેન્યુફેકચરીંગ પીએમઆઈ નવેમ્બરમાં ૮ મહિનાની નીચી સપાટીએ ૪૬.૨ આવતા અને એશીયાના બજારોમાં સાંકડી વધઘટે મિશ્ર ટ્રેન્ડ વચ્ચે મુંબઈ શેરબજારોમાં પણ ટ્રેડીંગની મજબૂત શરૃઆત બાદ ઈન્ડેક્ષ બેઝડ મેટલ, સિમેન્ટ, પાવર- કેપિટલ ગુડઝ, ઓટો ફ્રન્ટલાઈન શેરોની તેજીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૯૩૩૯.૯૦ સામે ૧૯૩૪૨.૮૩ મથાળે ખુલીને આરંભમાં જ ૭૬.૫૫ પોઈન્ટના સુધારે ઉપરમાં ૧૯૪૧૬.૪૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ ઉછાળો ક્ષણજીવી નીવડી એચડીએફસી બેંક, એચડીએફસી સાથે ગેઈલ ઈન્ડિયા, ઓએનજીસી, ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનીલીવર, આઈટીસીમાં પ્રોફીટ બુકીંગથી સેન્સેક્ષનો સુધારો ધોવાઈ જઈ ૫૮થી ૬૦ પોઈન્ટની નરમાઈએ ૧૯૨૮૦ જેટલો નીચામાં આવી ગયો હતો. જે ભારતના એચએસબીસી મેન્યુફેકચરીંગ પીએમઆઈ નવેમ્બરમાં પાંચ મહિનાની ઊંચાઈએ ઓક્ટોબરના ૫૨.૯ની તુલનાએ નવેમ્બરમાં વધીને ૫૩.૭ જાહેર થતાં ભેલ, ટાટા સ્ટીલ, જયપ્રકાશ એસોસીયેટસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૃતી સુઝુકીમાં આર્કષણે ફરી નેગેટીવમાંથી પોઝિટીવ ઝોનમાં એક વાગ્યા નજીક ૧૮૩૪૫ જેટલો આવી ગયો હતો. પરંતુ ફરી ઝડપી નરમાઈમાં નીચામાં એક સમયે ૮૨.૬૦ પોઈન્ટના ઘટાડે ૧૯૨૫૭.૩૦ સુધી આવી ગયો હતો. જે છેલ્લા અડધા કલાકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં શેરોનું બાયબેક ઘટાડે ફરી વધી રહ્યાના ગત સપ્તાહના આંકડા સાથે રિલાયન્સમાં ફંડોની લેવાલી વધતા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પણ મજબૂત લેવાલીએ સેન્સેક્ષ અડધાથી વધુ ઘટાડો પચાવી જઈ અંતે ૩૪.૫૮ પોઈન્ટના ઘટાડે ૧૯૩૦૫.૩૨ બંધ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈન્ડેક્ષની બાઝી સંભાળીઃ છેલ્લા અડધા કલાકના ટેકાએ નિફટી ૫૮૫૫થી ઊંચકાઈ ૫૮૭૫ બોલાયો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૮૭૯.૮૫ સામે ૫૮૭૮.૨૫ મથાળે ખુલીને શરૃઆતથી જ અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા જેપી એસોસીયેટસના સિમેન્ટ બિઝનેસને હસ્તગત કરવાના સમાચારે સિમેન્ટ શેરો અલ્ટ્રાટેક સિમેન્ટસ, એસીસી, અંબુજા સિમેન્ટસ, જેપી એસોસીયેટસમાં ફંડોની મોટી લેવાલી સાથે ભેલ, સિમેન્સ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૃતી સુઝુકી નવેમ્બર મહિનાના વાહનોના વેચાણમાં વૃધ્ધિના આંકડાએ વધી આવતા નિફટી સ્પોટ ૫૯૦૦ની લગોલગ શરૃઆતમાં જ ૧૯.૩૦ પોઈન્ટના સુધારે ૫૮૯૯.૧૫ સુધી આવી ગયો હતો. જે વધ્યા મથાળેથી એચડીએફસી શેરો, આઈડીએફસી, ગેઈલ, ભારતી એરટેલ, બીપીસીએલ, ઓએનજીસીમાં નરમાઈએ ૧૧ વાગ્યા નજીક ૫૮૬૦ સુધી આવી ગયો હતો. જે ભારતનો એચએસબીસી મેન્યુફેકચરીંગ પીએમઆઈ વધીને ૬ મહિનાની ઊંચાઈએ જાહેર થતાં ફરી વધી આવી ક્ષણિક ૫૮૮૨ સુધી પહોંચ્યો હતો. પરંતુ યુરોપના બજારોની નરમાઈએ ફરી ઘટી નીચામાં ૫૮૫૪.૬૦ સુધી આવી ગયો હતો. જે ઘટયા મથાળે છેલ્લા અડધા કલાકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લેવાલી નીકળતા ફરી ૫૮૭૫ જેટલો થઈ અંતે ૮.૯૦ પોઈન્ટના ઘટાડે ૫૮૭૦.૯૫ બંધ રહ્યો હતો.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ + અપઃ નિફટી ૫૭૯૫ના કલોઝિંગ સ્ટોપલોસે નજીકનું ધ્યાન તેજીઃ મજબૂત સપોર્ટ ૫૭૦૦
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ + અપ બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી, નિફટી સ્પોટ ૫૭૯૫ના કલોઝિંગ સ્ટોપલોસ નીયર ટર્મ તેજીનું ધ્યાન દર્શાવાય છે. હાલ નિફટી સ્પોટ મજબૂત સપોર્ટ ૫૭૦૦ છે.
નિફટી ડીસેમ્બર ફયુચર ઉપરમાં ૫૯૩૩ બોલાયોઃ ૬૦૦૦નો કોલ ૪૪.૯૦થી ઉછળી ૫૩.૫૫ થઈ ૪૭.૫૦
ડેરીવેટીવ્ઝમા નિફટી ડીસેમ્બર ફયુચર ૧,૪૨,૫૮૪ કોન્ટ્રેક્ટસમાં રૃ.૪૨૧૧.૩૦ કરોડના ટર્નઓવરે ૫૯૦૯.૦૫ સામે ૫૯૧૫.૩૫ ખુલી નીચામાં ૫૮૮૮ અને ઉપરમાં ૫૯૩૩ થઈ અંતે ૫૯૧૬ હતો. નિફટી ૫૯૦૦નો કોલ ૨,૮૬,૩૫૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૮૫૭૨.૦૫ કરોડના ટર્નઓવરે ૮૭.૪૫ સામે ૯૦.૩૦ ખુલી નીચામાં ૦૭૮.૮૫ અને ઉપરમાં ૧૦૧ થઈ અંતે ૯૦.૯૦ હતો. નિફટી ૬૦૦૦નો કોલ ૨,૭૮,૧૩૪ કોન્ટ્રેકટસમાં રૃ.૮૪૦૬.૯૨ કરોડના ટર્નઓવરે ૪૪.૯૦ સામે ૪૬ ખુલી ઉપરમાં ૫૩.૫૫ અને નીચામાં ૪૦.૩૦ થઈ અંતે ૪૭.૫૦ હતો. નિફટી ૫૯૦૦નો પુટ ૭૮.૨૫ સામે ૭૮.૫૦ ખુલી ઉપરમાં ૮૯.૯૦ થઈ નીચામાં ૬૯.૨૫ સુધી જઈને અંતે ૭૫ હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વધતા બાયબેકનું આર્કષણઃ છેલ્લા અડધા કલાકમાં મોટી લેવાલીઃ રૃ.૧૧ વધીને રૃ.૮૦૪
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આજે સેન્સેક્ષ- નિફટીનો ઘટાડે મજબૂત ટેકો પૂરો પાડયો હતો. કંપનીએ ગત અઠવાડિયે વધુ શેરો બાયબેક કર્યાનું જાહેર કર્યાનું અને કેજી-ડી૬ બ્લોકમાં ભાગીદાર બીપી દ્વારા આ બ્લોકમાં ઉત્પાદન વધારવાનું શક્ય હોવાના પોઝિટિવ અહેવાલ સાથે પેટ્રોલીયમ અને ગેસ પ્રધાન એમ. વિરપ્પા મોઈલીએ ગત અઠવાડિયે રાજ્યસભામાં જણાવ્યા મુજબ રિલાયન્સના કેજી- ડીડબલ્યુએન-૯૮/૩ (કેજી-ડી૬) બ્લોકમાં ઓક્ટોબર ૨૦૧૨ સુધીમાં વર્ષ ૨૦૧૨-૧૩માં ઉત્પાદન ફિલ્ડ ડેવલપમેન્ટ પ્લાન્સમાં મંજૂર ૮૬.૭૭ એમએમએસસીએમડી સામે દૈનિક ૨૯.૮૧ મીલિયન સ્ટાન્ડર્ડ કયુબિક મીટર થયાનું જાહેર કર્યું હતું. કંપનીના શેરમાં છેલ્લા અડધા કલાકમાં જ ફંડોની મોટી લેવાલી થતાં રૃ.૯.૮૦ વધીને રૃ.૮૦૩.૭૦ રહ્યો હતો.
રીટેલ ક્ષેત્રે એફડીઆઈ મંજૂરી એક જ ગૃહની અનિવાર્ય ઃ રીટેલ- રીયાલ્ટી શેરો પેન્ટાલૂન, ડીબી રીયાલ્ટી, ફિનિકસ મિલ ઉંચકાયા
મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઈ મંજૂરીની મડાગાંઠ ગત સપ્તાહમાં ઉકેલાઈ જઈ સંસદમાં ચર્ચા શરૃ થઈ જતાં અને વોટીંગની પણ તૈયારી બતાવ્યા બાદ હવે વાણિજય પ્રધાન આનંદ શર્માએ એફડીઆઈ માટે સંસદના એક જ ગૃહની મંજૂરી અનિવાર્ય હોવાનું પોઝિટીવ નિવેદન કરતા આજે રીટેલ અને રીયાલ્ટી કંપનીઓના શેરોમાં લેવાલીનું આર્કષણ રહ્યું હતું. રીયાલ્ટી શેરોમાં ડીબી રીયાલ્ટી રૃ.૭.૧૫ વધીને રૃ.૧૩૯.૩૫, ફિનિકસ મિલ રૃ.૭.૯૦ તેજીએ રૃ.૨૧૪.૦૫, ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૨.૨૫ વધીને રૃ.૭૦.૮૦, યુનીટેક ૭૫ પૈસા વધીને રૃ.૩૨.૪૫, ગોદરેજ પ્રોપર્ટી રૃ.૧૩.૯૦ વધીને રૃ.૬૫૨.૦૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૨.૧૫ વધીને રૃ.૧૦૧.૦૫, પેનીનસુલા લેન્ડ રૃ.૨.૯૦ વધીને રૃ.૭૧.૫૦, એચડીઆઈએલ રૃ.૧ વધીને રૃ.૧૧૩.૯૦ રહ્યા હતા.
પેજ ઈન્ડસ્ટ્રીઝ, પેન્ટાલૂન રીટેલ, બોમ્બે ડાઈંગ, રેમન્ડ, ટ્રેન્ટ, સેન્ચુરી ટેક્સટાઈલ, ઝોડિયાકમાં તેજી
રીટેલ શેરોમાં પેન્ટાલૂન રીટેલ રૃ.૨૦.૩૦ ઉછળીને રૃ.૨૩૦.૭૫, પેજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૮૪.૮૫ વધીને રૃ.૩૫૩૧.૭૫, રેમન્ડ રૃ.૨૩.૮૦ ઉછળીને રૃ.૪૬૪.૬૦, બોમ્બે ડાઈંગ રૃ.૪.૭૫ વધીને રૃ.૧૩૧.૦૫, શોપર્સ સ્ટોપ રૃ.૧૩.૬૫ વધીને રૃ.૪૪૨.૨૫, ટ્રેન્ટ રૃ.૨૪.૬૫ વધીને રૃ.૧૨૩૬.૯૫, સેન્ચુરી ટેક્સટાઈલ રૃ.૫.૫૫ વધીને રૃ.૪૨૦, ઝોડિયાક કલોધિંગ રૃ.૯.૩૫ વધીને રૃ.૧૯૪.૬૦ રહ્યા હતા.
ટાટા સ્ટીલ, હિન્દાલ્કોમાં વધતો ચળકાટ, મહિન્દ્રા, મારૃતીમાં નવેમ્બર વેચાણ વૃધ્ધિનું આર્કષણઃ સ્ટેટ બેંક વધ્યો
સેન્સેક્ષના વધનાર પ્રમુખ અન્ય શેરોમાં ભેલ રૃ.૩.૭૦ વધીને રૃ.૨૩૭.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૩૩.૨૫ વધીને રૃ.૨૨૦૩.૩૦, ટાટા સ્ટીલ રૃ.૫.૨૫ વધીને રૃ.૩૯૦.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નવેમ્બરમાં વાહનોનું વેચાણ ૧૪ ટકા વધતા શેર રૃ.૧૦.૮૫ વધીને રૃ.૯૫૫.૭૦, મારૃતી સુઝુકી વેચાણ વૃધ્ધિએ રૃ.૧૫.૩૫ વધીને રૃ.૧૪૮૯.૩૦, હિન્દાલ્કો રૃ.૧.૨૫ વધીને રૃ.૧૧૭.૬૦ રહ્યા હતા.
ખાનગી બેંક શેરોમાં એક્વિઝીશન અટકળોનું આર્કષણઃ કર્ણાટક બેંકને આઈસીઆઈસીઆઈ હસ્તગત કરશે? ધનલક્ષ્મીને કોટક બેંક?
કર્ણાટક બેંકમાં રૃ.૨૧૦થી રૃ.૨૨૫ ભાવ નજીક આઈસીઆઈસીઆઈ બેંકના એક્વિઝીશનની ચર્ચા વચ્ચે શેરમાં સતત ઈન્વેસ્ટરો- ખેલંદાઓની તેજીએ રૃ.૮.૫૫ વધીને રૃ.૧૮૩.૭૦ રહ્યો હતો. જ્યારે ધનલક્ષ્મી બેંકમાં હવે કોટક મહિન્દ્રા બેંકના એક્વિઝીશનની ચર્ચાએ ધનલક્ષ્મી બેંક રૃ.૩.૪૦ વધીને રૃ.૬૯.૨૫, સિટી યુનીયન બેંક રૃ.૩.૮૦ વધીને રૃ.૫૫.૮૫, સાઉથ ઈન્ડિયન બેંક રૃ.૧ વધીને રૃ.૨૫.૮૫, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક રૃ.૧.૪૫ વધીને રૃ.૪૮.૩૫ રહ્યા હતા.
કેર રેટીંગ કંપનીનો રૃ.૭૦૦થી ૭૫૦ પ્રાઈસ બેન્ડના ઈસ્યુ આર્કષણે ક્રિસિલ રૃ.૧૦૦, ઈકરા રૃ.૨૫૮ ઉછળ્યા
ક્રેડિટ રેટીંગ કંપની ક્રેડિટ એનાલીસીસ એન્ડ રીસર્ચ કંપની (કેર)નો શેરદીઠ રૃ.૭૦૦થી ૭૫૦ પ્રાઈસ બેન્ડનો રૃ.૪૫૦ કરોડનો આઈપીઓ ૭, ડીસેમ્બરના ખુલવાનું જાહેર થતાં રેટીંગ કંપનીઓના શેરોમાં ઈન્વેસ્ટરો- ફંડો લેવાલ બન્યા હતા. ક્રિસિલ રૃ.૯૯.૮૦ ઉછળીને રૃ.૧૦૬૦.૭૫, ઈકરા રૃ.૨૫૭.૫૫ ઉછળીને રૃ.૧૫૭૬ રહ્યા હતા.
ફંડ મેનેજરોની પરફોર્મનન્સ બોનસની સ્મોલ- મિડ કેપ શેરોમાં વ્યાપક તેજીઃ ૩૦૧ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેક્ષ- નિફટી બેઝડ તેજીએ વિરામ લઈ આજે સાધારણ નરમાઈ બતાવ્યા છતાં ડીસેમ્બર મહિનો એફઆઈઆઈ- લોકલ ફંડોના ફંડ મેનેજરોએ પરફોર્મન્સ બોનસ ઊંચુ મેળવવામાં પોતાની સ્કીમોમાં પડેલા શેરોનું વેલ્યુએશન ઊંચુ લઈ જવારૃપી કરેલી સ્મોલ- મિડ કેપ શેરોમાં વ્યાપક લેવાલીના આર્કષણે માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૧ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૬૭૪ અને ઘટનારની ૧૨૫૩ રહી હતી. ૩૦૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપસી સર્કિટ સામે ૧૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્ષ ૬૨.૪૮ પોઈન્ટ વધીને ૭૩૩૮.૧૩ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્ષ ૮૩.૪૯ પોઈન્ટ વધીને ૬૯૮૫.૪૮ રહ્યો હતો.
અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા જેપી ગુ્રપનો સિમેન્ટ બિઝનેસ હસ્તગત કરાશે! શેર ઔરૃ.૪૪ ઉછળ્યોઃ એસીસી, અંબુજા, ઈન્ડિયા સિમેન્ટમાં તેજી
સિમેન્ટ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા જેપી ગુ્રપના સિમેન્ટ બિઝનેસને હસ્તગત કરવાના અહેવાલે લેવાલીનું આર્કષણ રહ્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ રૃ.૪૩.૮૦ તેજીએ રૃ.૧૯૯૮.૨૦, એસીસી રૃ.૫૦.૩૦ ઉછળીને રૃ.૧૪૩૪.૨૫, અંબુજા સિમેન્ટ રૃ.૧.૯૫ વધીને રૃ.૨૦૯.૬૫, ઈન્ડિયાસિમેન્ટસ રૃ.૩.૩૫ તેજીએ રૃ.૮૯.૧૦, જેકે સિમેન્ટ રૃ.૬.૮૦ ઘટીને રૃ.૨૯૧.૨૦, જેકે લક્ષ્મી સિમેન્ટ રૃ.૧૩૭.૮૫ રહ્યા હતા.
એફઆઈઆઈની રૃ.૩૦૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદીઃ ડીઆઈઆઈની રૃ.૩૩૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૩૦૨.૬૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ ૧૯૫૫.૩૦ રૃ.૧૯૫૫.૩૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૬૫૨.૬૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૩૩૫.૯૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૦૮૭.૩૨ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૪૨૩.૨૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સગીર પુત્રને આત્મહત્યા તરફ દોરવા બદલ પિતાને પાંચ વર્ષની કેદ કરાઈ
મુંબઇ સહિત મહારાષ્ટ્રભરમાં હાઇ-એલર્ટ ઃ ગુપ્તચરોની ચેતવણી

ચેક પર ભૂલથી પણ ખોટી સહી થશે તો ખાતાધારકે જેલમાં જવું પડશે

સાંતાક્રુઝમાં ૨૪ વર્ષીય એમબીએની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત
શિર્ડી સાઇ આશ્રમના દોઢ હજાર રૃમવાળા વિશાળ આવાસ ઉદ્ઘાટન વિના પડ્યા છે
પોન્ટીંગની નજરે તે જેની જોડે રમ્યો છે તેમાં તેંડુલકર શ્રેષ્ઠ

તેંડુલકર ઇડન ગાર્ડનમાં સદી ફટકારશે તેવી મને શ્રદ્ધા છે

આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાએ ૧-૦થી શ્રેણી જીતી

બ્રિટનમાં પાંચ લાખ વૃદ્ધો ટીવીના સંગાથે નાતાલ ઉજવશે ઃ કુટુંબીજનોનો સાથ છૂટયો

બ્રિટન અને ફ્રાન્સ ઇઝરાયેલથી પોતાના રાજદૂત પાછા બોલાવશે
નેપોલિયને સાંકેતિક ભાષામાં લખેલો પત્ર ૧,૮૭,૫૦૦ પાઉન્ડમાં વેચાયો

હોલિવુડનું ખ્યાતનામ કપલ 'બ્રેન્જેલિના' ટૂંક સમયમાં લગ્ન કરશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
સ્મોલ- મિડ કેપ શેરોમાં ડીસેમ્બરની વ્યાપક તેજી શરૃઃ સેન્સેક્ષ- નિફટીને ઘટાડે રિલાયન્સનો મજબૂત સપોર્ટ
સોનામાં મંદી અટકી ભાવો ફરી રૃ.૩૨ હજારને આંબી ગયા ઃ ચાંદીએ રૃ.૬૩ હજારની સપાટી કુદાવી
 
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved