Last Update : 04-December-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૧૨-૨૦૧૨, મંગળવાર
કારતક વદ પાંચમ
વડતાલ-બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીની દીક્ષાતિથિ
‘‘ગુજરાત સમાચાર’’ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની દ્વિતીય વર્ષની પ્રથમ માસિક પુણ્યતિથિ

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૫૬ મિ. (સૂ) ૭ ક. ૫૧ મિ. (મું) ૭ ક. ૪૬ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૩૦ ક. ૦૬ મિ. (મંગળવારની રાત્રિ અને બુધવારની વહેલી સવારના ૬ ક. ૦૬ મિ.) સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ આશ્વ્લેષા રાત્રે ૩૦ ક. ૦૬ મિ. સુધી પછી મઘા. આશ્વ્લેષામાં જન્મેલ બાળક માટે આશ્વ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૩૦ ક. ૦૬ મિ. સુધી કર્ક પછી સંિહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯ ઉત્તરાયણ ... ૠતુ રા.દિ.મા.૧૩
માસ-તિથિ-વાર ઃ કારતક વદ પાંચમને મંગળવાર.
- વૈદ્યુતિયોગ રાત્રે ૧ ક. ૩૩ મિ.થી શરૂ.
- વડતાલ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીની દીક્ષાતિથિ
‘‘ગુજરાત સમાચાર’’ના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની દ્વિતીય વર્ષની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૧૯ રોજ ફરવરદીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. સગા સંબંધી-મિત્રવર્ગની તકલીફ, પરેશાની ચંિતા-ઉચાટ-ખર્ચ-દોડધામ રહે.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. નવી ઓળખાણ થાય, જુના સંબંધો તાજા થાય, કામની ચર્ચા થાય.

 

મિથુન ઃ બેંકનું, નાણાંની લેવડદેવડનું કામ થઈ શકે. નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો આવક થાય.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. પરંતુ બેંકના કામ અંગે, નાણાંની લેવડ-દેવડના વ્યવહાર અંગે ચંિતા રહે.

 

સિંહ ઃ વધારાનો ખર્ચ થાય. તમારા કાયમી ખર્ચના, વ્યવહારની લેવડ દેવડનું કામ થઈ શકે. નોકરી ધંધાના કામ અંગે ચંિતા રહે.

 

કન્યા ઃ નોકરી ધંધાના કામના ઉકેલથી હળવાશ-રાહત અનુભવો. વધારાનું કામ થઈ શકે. આકસ્મિક ધંધો-આવક થાય.

 

તુલા ઃ સરકારી-ખાતાકીય-રાજકીય કામ, નોકરી-ધંધામાં આવી જવાથી તમારા વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કામની ચંિતા અનુભવો.

 

વૃશ્ચિક ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. યશ-સફળતા મળે. બહારનું કે બહારગામનું કામ સાનુકૂળતાવાળું રહે. યાત્રા પ્રવાસ થાય.

 

ધન ઃ નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો મળવાથી, ઉઘરાણી આવવાથી રાહત રહે. વધારાનું કામ, પરિવારનું કામ થાય.

 

મકર ઃ આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય તેવું કામ થાય. અવિવાહીતને વિવાહ-લગ્ન અંગેની ચર્ચા-વિચારણા થાય. નોકરી ધંધાનું કામ થાય.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પરંતુ સરકારી-રાજકીય-ખાતાકીય કામથી ચંિતા વધે.

 

મીન ઃ નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. વધારાનો ધંધો-આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી વ્યવહાર સચવાઈ રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૪-૧૨-૨૦૧૨, મંગળવાર

આજની તારીખે શરૂ થતા આપના જન્મવર્ષમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. વર્ષારંભે એક-બે કામ રૂકાવટવાળા બને. નોકરી, ધંધાના કામમાં આક્ષેપ-અપયશ-વિવાદ-નુકસાનથી સંભાળવું.

 

વિશેષમાં...- ધર્મકાર્ય-શુભકાર્ય, યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કામ અંગે ખર્ચ થાય પરંતુ નાણાંભીડ, ખેંચ અનુભવાય તેવા ખર્ચા કરવા નહીં.

 

- નોકરી-ધંધામાં કામ કરો પરંતુ બંધનયુક્ત પરિસ્થિતિમાં અટવાયેલા રહો. તેમાં પણ તમારી ભૂલના કારણે મુશ્કેલી વધી જાય.

 

- બી.પી., છાતીમાં, પીઠમાં દર્દપીડામાં બેકાળજી રાખવી નહીં. વ્યસની વ્યક્તિને ઘાતક બિમારી આવી જાય.

 

- સ્ત્રી વર્ગને કૌટુંબિક શાંતિ જણાય નહીં. સંતાનના વિદ્યાભણતરના પ્રશ્ને ચંિતા રહે. વિવાહ-લગ્નના પ્રશ્ને મિત્રવર્ગના કારણે અશાંતિ જણાય.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં ઘ્યાન આપવું પડે. મહેનત કરવી પડે.

 

સુપ્રભાતમ્

વિદ્વાન, મહત્ત્વાકાંક્ષી, કુશળ શિલ્પી, પરાક્રમી પુરૂષ અને સેવા-વૃત્તિના કુશળ જાણકારને રાજા સિવાય બીજો આશ્રય નથી, બીજો યોગ્ય આશ્રય મળે તેમ નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગનના ઘરમાં એક વાંદરો પેંધો પડી ગયો હતો. દોસ્તોએ છગનને સલાહ આપી કે એ વાંદરાને શહેરના પ્રાણીસંગ્રહલયમાં લઈ જાય.
બીજે દિવસે છગનને એ વાંદરા સાથે જ બધાએ જોયો. એટલે પૂછ્‌યું, ‘કેમ, શું થયું? પ્રાણી સંગ્રહાલય લઈ નહોતો ગયો?’
‘લઈ ગયો’તો ને!’ છગને જવાબ આપ્યો, ‘બહુ મજા આવી... હવે આજે વોટર પાર્ક જવાના છીએ.’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક મીઠાઈ વરાયટી

પનીરનાં ગુલાબજાંબુ

 

સામગ્રી ઃ એક કિલો પનીર, ૨૫૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ મેંદો, અડધી ચમચી બેકંિગ પાઉડર, ઇલાયચી ખાંડેલી, ઘી, સાકર.

 

રીત ઃ દૂધ ફાડીને પનીર બનાવવું. દૂધમાં જરાક ફટકડીનું પાણી નાખી ફાડવું. પછી કપડામાં પનીર બાંધવું. પાણી અંદરથી નીકળી જાય એટલે બહાર કાઢી ખૂબ મસળવું. પછી અંદર માવો, મેંદો નાખી પાછું મસળીને લીસું બનાવવું. માવાને પહેલાં છૂટો કરવો. અંદર કણી રહેવી જોઈએ નહીં. ઇલાયચી નાખવી. પછી આમાંથી લૂઓ લઈ, ગોળ વાળી અંદર એક એક સાકરિયો મૂકી, બરાબર બંધ કરી, ઘીમાં તળવા, એક તારની ચાસણી બનાવી તળેલા ગુલાબજાંબુ અંદર નાખી થોડી વાર રાખી બહાર કાઢી લેવા.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved