Last Update : 03-December-2012, Monday

 

ફક્ત ૧૪ મહિનાના હમો રાજા?!

- મન્નુ શેખચલ્લી

તમો પ્રજાએ જે માનવું હોય એ માનજો, પણ આજે હમો રાજા જબરદસ્ત રંગમાં છે! કારણ શું? આવો જોઈ લો...
* * *
''અલ્યા નમો દરબારી? એય નમો દરબારી!''
(નમો દરબારી દોડતો આવે છે.)
''જી રાજાજી.''
''હમો શું બોલ્યા?''
''તમો બોલ્યા કે નમો દરબારી.''
''તો નમો?!''
(દરબારી નમે છે. હમો રાજા ખુશ થાય છે.)
''અલ્યા જોયું, દરબારી! હવે તો દિલ્હીનાં સુષ્મા સ્વરાજે પણ કહી દીધું કે વડાપ્રધાનના ઉમેદવાર હમો જ છીએ!''
''તમો જ છો રાજાજી! તમો જ છો!''
''હા હા...''
''અરે, હવે તો પીએમની ખુરશી પર તમો હશો અને તમારા ચરણોમાં આખી સરકાર હશે!''
''હા હા...''
''તમારો જયજયકાર હશે અને અમેરિકા ઈંગ્લાંડના આવકાર હશે!''
'હા હા...'
''જાપાનથી તમોને જશ મળશે ને ચીન તમારા ચરણ ચૂમશે! કોરિયા બજાવશે કુરનિશ... ને દુબઈથી આવશે દુઆ!!''
''આહાહા...! આજે તો અલ્યા કંઈ બહુ મસકા મારે છે ને?''
''મારી લેવા દો ને, હવે ૧૪ મહિનાનો જ સવાલ છે ને!''
''કેમ કેમ?''
''પછી તમો જવાના દિલ્હીમાં! એટલે અહીં ગુજરાતમાં જલ્સા!''
''હેં?''
''હે શું? એપ્રિલ ૨૦૧૪માં આવશે લોકસભાની ચૂંટણી... ઓ મારા રાજા, ખાલી ૧૪ મહિના માટે ગુજરાતની ગાદી સંભાળવાના હો તો આટઆટલા ફડાકા શું કામ મારો છો?''
''એટલે?''
''એહમદ પટેલને ગુજરાતના સીએમ બનાવવાનો સોદો થયો છે એવી સોગઠી મારીને તમારા ગુજરાતના દરબારીઓને કેમ ડરાવો છો? સીધે સીધું મગનું નામ મરી પાડોને, કે તમે જશો દિલ્હીમાં તો અહીંની ગાદી પર કોણ?? અમિતભાઈ, આનંદીબેન કે બબ્બે સૌરભ-સૌરભ? કોણ કરશે નમો... નમો... નમો...''
''અલ્યા, આ બધું શું માંડયું છે? આમાં તો ભાજપમાં અંદરોઅંદર ઝગડા ફાટી નીકળે!''
''હું શું જાણું? તમે જ માંડયું છે દિલ્હીનું ગાણું!''
'પણ પણ-'
''તમતમારે છાશ છાગોળો રાજાજી! જુવો, દિલ્હીની ભેંશ એ આવી ભાગોળે...''
''હેં?''
(દરબારી જતો રહે છે. રાજાજી દાઢી ખંજવાળતા ઊભા છે!)
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved