Last Update : 03-December-2012, Monday

 

સિતારાનો ડબલ રોલ


ભારતના દરેક ક્ષેત્રની જેમ ફિલ્મઉદ્યોગમાં પણ જૂથબંધી અને રાજકારણ હોય છે. છતાં શરૂઆતનાં વર્ષોમાં મોટા ભાગના ફિલ્મી સિતારા રાજકારણથી દૂર રહેતા હતા. આઝાદી પહેલાં કેટલાક નિર્માતા-નિર્દેશકો અપવાદરૂપે સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રેરક કથા કે ગાંધીજી જેવા કોઇ પાત્રને લઇને ફિલ્મો બનાવતા, પણ અભિનેતા-અભિનેત્રીઓ જાહેર રાજકીય જીવનમાં ભાગ્યે જ દેખાતાં.
એ વખતે તેમનો સામાજિક દરજ્જો પણ એવો ન હતો અને એ પણ ખરું કે ત્યારે નેહરુ જેવા રાજકીય નેતાનો દબદબો કોઇ પણ ફિલ્મસ્ટારને ટક્કર મારે એવો હતો. રાજ કપૂર, દિલીપકુમાર, દેવ આનંદ જેવા ટોચના ત્રણ અભિનેતાઓ નેહરુ સાથે ઊભા હોય એવી એક પ્રખ્યાત તસવીરમાં નેહરુ જરાય ઝંખવાયેલા લાગતા નથી. બલ્કે, ત્રણે હીરો નેહરુ સાથે ઊભા રહેવા બદલ ગૌરવ અનુભવતા હોય એવું જણાય.
આઝાદી પહેલાંથી ડાબેરી ઝોક ધરાવતા કળાકારો જુદા જુદા સ્વરૂપે રાજકારણ અને જાહેર જીવનમાં સક્રિય હતા.ઇન્ડિયન પીપલ્સ થીએટર એસોસિઅશન- ઇપ્ટા- તેમનો અડ્ડો બની રહ્યું. આઝાદી મળ્યા પછી તેમણે મજદૂરો-કિસાનોની સમસ્યાઓ ને કોમવાદ જેવા વિષયો પર તક મળે ત્યાં કામ કર્યું. પરંતુ ભારતના રાજકારણમાં વર્ષો સુધી રહેલા કોંગ્રેસના એકાધિકારને કારણે, ડાબેરી વિચારસરણી હંમેશાં હાંસિયામાં રહી.
નેહરુપુત્રી ઇંદિરા ગાંધીને કવિ હરિવંશરાય બચ્ચનના પરિવાર સાથે ગાઢ સંબંધ હતા. અમિતાભ બચ્ચનનો એન્ગ્રી યંગ મેન તરીકેનો ઉદય ઇંદિરા ગાંધીના યુગમાં, પ્રજાકીય હતાશાઓ વચ્ચે થયો. વચ્ચે ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી અને ત્યાર પછી ચૂંટણી આવી ત્યારે ફિલ્મઉદ્યોગમાંથી કેટલાક સિતારા રાજકારણમાં સક્રિય બન્યા. દેવ આનંદ જેવાએ નવા રાજકીય પક્ષનો પ્રયાસ પણ કરી જોયો. સુનિલ દત્ત રાજકીય દાવપેચ અને પક્ષાપક્ષીને બદલે સેવાના રસ્તે સક્રિય રાજકારણમાં આવ્યા, ચૂંટાયા અને લાંબા સમય સુધી સક્રિય રહ્યા.
ઇંદિરા ગાંધીની હત્યા પછી સત્તારૂઢ થયેલા રાજીવ ગાંધી સાથે તેમનું જે મિત્રમંડળ રાજકારણમાં આવ્યું, તેમાં અમિતાભ બચ્ચન પણ હતા. અલાહાબાદની ચૂંટણીમાં તેમણે બહુગુણા જેવા ઘુરંધર નેતાને હરાવીને સોપો પાડી દીધો, પણ રાજકારણ તેમને બહુ સદ્યું નહીં. બોફર્સ કૌભાંડ પ્રકાશમાં આવતાં, રાજીવ ગાંધીના જિગરી તરીકે અમિતાભ બચ્ચન ઉપર પણ આરોપોનો વરસાદ થયો. તેમની છબી બેહદ ખરડાઇ. છેક હમણાં તેમને નિર્દોષ જાહેર કરાયા, પણ ત્યાં સુધી રાજકારણમાં સક્રિય થવાનો મોટો દંડ તેમણે ભોગવ્યો.
રામ જન્મભૂમિ આંદોલન અને તેના પગલે હંિદુત્વના રાજકારણ પછી ભાજપ જોરમાં આવ્યું. એ પછીના અરસામાં રાજકારણ જાણે ફિલ્મી અને ટેલિવિઝનના જાણીતા ચહેરાનું આશ્રયસ્થાન બની ગયું.
ફરક એટલો હતો કે અગાઉ કલાકારો નેતાઓ સાથે ઊભા રહેવા મળે એ બદલ ગૌરવ અનુભવતા હતા, પણ પછી ટોળાંબંધ લોકપ્રિયતા ધરાવતા કલાકારો પક્ષમાં જોડાય કે પક્ષ માટે પ્રચાર કરે તેનાથી નેતાઓ ગૌરવ અનુભવતા થયા. ભાજપમાં તો ટીવી અને ફિલ્મના એટલા ચહેરા જોડાયા કે તેને રાજકીય પક્ષ બંધ કરીને ફિલ્મનિર્માણ સંસ્થા ચાલુ કરવી હોય તો પણ વાંધો ન આવે. ધર્મેન્દ્ર, હેમા માલિની, શત્રુઘ્ન સંિહા જેવા એક સમયના લોકપ્રિય અભિનેતાઓ ભાજપ તરફથી ઉમેદવાર બન્યા અને ચૂંટણી જીતીને લોકપ્રતિનિધિ બન્યા. એ બધાથી પહેલાં રાજ બબ્બર મુલાયમસંિઘના સમાજવાદી પક્ષનો પહેલો જાણીતો ચહેરો બન્યા હતા.
મોટા ભાગના ફિલ્મી ચહેરાઓનો રાજકારણમાં પ્રવેશ મુખ્યત્વે ટીકાનો વિષય બન્યો. કલાકારોને રાજકીય પસંદગી કે પક્ષીય વફાદારી ન હોઇ શકે એવો કોઇ સવાલ ન હતો. પણ મોટા ભાગના કલાકારોને રાજકીય પક્ષો શોભામાં અભિવૃદ્ધિ ખાતર જ લેતા હતા. ચૂંટણી પ્રચારમાં તેમનો ઉપયોગ મનોરંજન માટે થતો. ચૂંટણીની રેલીમાં ભેગી થયેલી ભીડ વચ્ચે તે દેશહિતના મુદ્દાની કોઇ વાત કરવાને બદલે ફિલ્મના ડાયલોગ બોલીને લોકોને રીઝવતા અને પોતે રાજકારણમાં સક્રિય હોવાનો સંતોષ લેતા હતા. કરોડોમાં રમતા ફિલ્મી સિતારાઓને ચૂંટણીપ્રચારમાં કેવળ એક જોણા તરીકે ઉતારવાનો સિલસિલો મહદ્‌ અંશે યથાવત્‌ રહ્યો છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved