Last Update : 03-December-2012, Monday

 

લાખોની ભીડ ખાળવા બે દિવસ પહેલાં પરિક્રમા
ગિરનારની પરિક્રમા એટલે ઉંડી શ્રદ્ધા અને પ્રકૃતિનો સ્પર્શ

 

- હર હર મહાદેવ અને જય ગિરનારીના નારા ઉભી પરિક્રમા કરનારામાં વધારો

 

ગુજરાતમાં ભલે ઠેર ઠેર ચૂંટણીના માંડવા હોય પરંતુ અનેક શ્રદ્ધાળુઓ તુલસી વિવાહ, અન્નકૂટ, ગિરનારની પરિક્રમા અને દેવદિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હતી. સાત લાખથી વઘુ લોકોએ ગિરનારની પરિક્રમા કરી છે. આપણે ત્યાં પરિક્રમા, પદયાત્રા વગેરે દ્વારા દર્શનનું વિશેષ મહત્વ છે. ગિરનારની પ્રરિક્રમા તળેટીથી ટોચ તરફ લઇ જાય છે. જેમને ટોચ તરફ જવું છે, સમૃદ્ધિ મેળવવી છે તે આ પરિક્રમા માટે થનગનતા જોવામાં આવે છે.
જેને પ્રકૃતિનો સ્પર્શ કરવો છે તેણે ગિરનારની પરિક્રમા અવશ્ય કરવી જોઇએ. વરસાદ પડયા પછી પરિક્રમાના સમગ્ર માર્ગ અને પર્વત પર લીલોતરી ખીલી ઉઠી હોય છે. લીલોતરીની આ લીલી જાજમ પરિક્રમા કરનારાઓ માટે ભગવાનના સાનિઘ્યનો અનુભવ થાય છે. શ્રદ્ધાળુઓ પોતાની ઘૂનમાં જ મસ્ત બનીને પરિક્રમા કરે છે. અને ધન્ય અનુભવે છે.
કોઇ ટાઉન લેવલની તળેટીમાં ૬થી ૭ લાખ લોકો ઉભરાય ત્યારે તેમને પીવાના પાણીથી માંડીને સેનીટેશન સુધીની જવાબદારીઓ સત્તાવાળાઓ પર આવી જાય છે. ધાર્મિક યાત્રાઓમાં ભાગ લેવા આવતા સામાન્ય ટુરીસ્ટ કરતા વઘુ કો-ઓપરેટીવ હોય છે. આ લોકોના કારણે સફાઇ તેમજ રહેવાની સમસ્યા પણ ઉભી થાય છે. પરંતુ એક પછી એક સમસ્યાઓમાંથી શીખતા સત્તાવાળાઓ બીજા વર્ષે સુધારો કરી નાખે છે. જુનાગઢમાં પરિક્રમા દરમ્યાન શ્રદ્ધાળુઓને મળેલી સવલતો પાછળ નક્કર આયોજન હતું.
ગિરનારની ખાસિયત એ છે કે તેમાં ચુંબકીય તત્વ રહેલું છે. એકવાર પરિક્રમા કરે છે તે બીજા વર્ષે અચૂક આવે છે. એવું જ ડાકોરમાં ફાગણ મહિને જતા લાખો પદયાત્રીઓ છે અને ભાદરવાની પૂનમે અંબાજી જતા લાખો પદયાત્રીઓનું છે. અમદાવાદ નજીક આવેલ જેતલપુર જેવા મંદિરમાં તો દર પૂનમે હજારો લોકો જાય છે. દરેકના જીવન સાથે આવું એક ધાર્મિક સ્થાનક વણાયેલું હોય છે. આવા શ્રદ્ધાળુઓ ભગવાન પર શ્રદ્ધા રાખીને ચાલે છે. તેમનામાં એક પ્રકારના બળનો સંચાર થતો હોય છે.
ગિરનારની પરિક્રમા લીલુડી પરિક્રમા તરીકે ઓળખાય છે. ૭-૮ લોકોને સવલતો આપવા માત્ર વહિવટી તંત્ર સક્રિય નથી હોતું પણ સેવાભાવી સંસ્થાઓ પણ સક્રિય હોય છે. લાખો લોકો જુનાગઢની તળેટીમાં ઉમટી પડે છે ત્યારે વહિવટી અધિકારીઓ માટે ધીરજની કસોટી શરૂ થાય છે.
ગિરનારની પરિક્રમા સત્તાવાર તારીખોએ શરૂ થઇ તે પહેલાં જ દોઢ લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા શરૂ કરી દીધી હતી.
જેમ ફાગણ મહિનામાં ડાકોરની પદયાત્રામાં જય રણછોડ માખણચોરના નારા તેની એક ઓળખ બની ગઇ છે, ભાદરવામાં અંબાજી જતા પદયાત્રીઓ જય અંબેનો જયઘોષ ગજવે છે એમ ગિરનારની પરિક્રમામાં શ્રદ્ધાળુઓ હર-હર મહાદેવ અને જય ગિરનારીના નારા લગાવે છે. અમરનાથ યાત્રાએ જનારા જય બાબાના નારા લગાવે છે તો, હરદ્વાર જનારી ટ્રેનોમાંથી હર-હર ગંગેના નારા સંભળાય છે. આવી ચોક્કસ ધાર્મિક યાત્રાઓમાં તેના નારા પદયાત્રીઓની શ્રદ્ધા વધારે છે અને તેમના પગમાં બળ પુરે છે.
ઘણાં લોકો પરિક્રમા નિયતસમય વિના કરે છે. આવા લોકોને પરિક્રમા દરમ્યાન જંગલી પ્રાણીઓનો ભેટો થઇ જાય છે. જ્યારે લાખોની સંખ્યામાં લોકો પરિક્રમા કરે છે ત્યારે આ પ્રાણીઓ આડા-અવળાં સંતાઇ જાય છે અને પરિક્રમાના માર્ગ પર આવતા નથી પરંતુ પરિક્રમાના નિયત સમય વિના પરિક્રમા માટે જનારાઓને જંગલી પ્રાણીઓ જોવા મળે છે જે ઘણીવાર મુશ્કેલી સર્જે છે.
તાજેતરની પરિક્રમામાં ચાર લોકોના હાર્ટએટેકથી મૃત્યુ થયા હતા.
દેવદિવાળીની મધરાતે શરૂ થતી ગિરનારની પરિક્રમામાં આ વખતે બે દિવસ અગાઉ શરૂ થઇ હતી. પ્રથમ રોકાણ ઝીણા બાવાની મઢી, બીજી રાત માળવેલા અને છેલ્લું રોકાણ બોરદેવી ખાતે હોય છે.
આ બધા રોકાણો બાદ ચોથા દિવસે આ યાત્રા પરત ફરે છે. તમે જ્યારે આ વાંચતા હશો ત્યારે યાત્રા પુરી થઇ ગઇ હશે અને બાકી રહેલા સંઘો પણ પરત ફરતા હશે. સામાન્ય રીતે સત્તાવાર ઉતારા પ્રમાણે લોકો પરિક્રમા કરતા નથી. કેટલાક લોકો ખુલ્લા પગે, ઉભી પરિક્રમા કરે છે.
અહીં ઉભી પરિક્રમા એટલે બેસવાનું નહી. આવા યાત્રાળુઓ તેમજ જેમને સમયનો અભાવ છે એવા લોકો પરિક્રમા ૨૪ કલાકમાં જ પુરી કરી દે છે. આવા લોકોની ચાલવાની ઝડપ અન્ય લોકો કરતા વઘુ હોય છે.
પુણ્યનું ભાથું બાંધી આપતી ગિરનારની પરિક્રમાની ખાસિયત એ છે કે અહીં ેએકવાર આવનાર શ્રદ્ધાળુ દર વર્ષે આવતો થઇ જાય છે.વધતી ભીડને ઘ્યાનમાં લઇને દેવદિવાળીના બદલે દેવઉઠી અગિયારસે શરૂ કરાયેલી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 

 

 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved