Last Update : 03-December-2012, Monday

 
ગરીબ મતદારોના ધનપતિ ઉમેદવારો
- ટાંટીયા તોડતી જનતાના હેલિકોપ્ટરમાં જ ઉડતા મુખ્યપ્રધાન
- ગરીબોને ચૂસીને ધનિકોને પોષતી સરકાર
- ચૂંટાવું છે ગરીબોના મતોથી તાગડધિન્ના કરવા છે ધારાસભ્યોને
- મત શા માટે ન આપવો ? મત શા માટે આપવો ?

૩ કરોડ, ૬ કરોડ, ૩૦ કરોડ, ૬૦ કરોડ, ૩૦૦ કરોડ, ૬૦૦ કરોડ, ૧૦૦૦ કરોડ, ૨૦૦૦ કરોડ રૂપિયાના આ આંકડા સાંભળીને અત્યાર સુધી આપણને કોઈ મીલ માલિકનો અથવા કોઈ ઉદ્યોગપતિનો કે કોઈ કંપનીના માલિકનો ખ્યાલ આવતો હતો. ત્યારે કોઈ રાજકીય નેતા કરોડપતિ તો શું પણ લાખોપતિ કે હજારપતિ પણ નહોતા.
જ્યારે અત્યારે ?
હમણાં જ ગુજરાતના ચૂંટણીમાં ઊભા રહેનારા ઉમેદવારોની યાદી બહાર પાડી. ચૂંટણીપંચે અને સુપ્રિમ કોર્ટે કાયદો કર્યો એમાં ઉમેદવારે પોતાની અને કુટુંબની મિલકતો અસ્કયામતો વગેરેની માહિતી આપવાનું તેમજ ગુનાખોરીના કેસની માહિતી આપવાનું ફરજીયાત કરાયું છે. ચૂંટણીના શરૂના વર્ષોમાં આવો કાયદો નહોતો અને એ વખતે એ જરૂરી પણ નહોતો પરંતુ પણ હવે એ ફરજીયાત થયો છે. જો કે એ આપણી માહિતી સાવ સાચી જ હોય છે એવું નથી. તો પણ કોણ કેટલામાં છે એ દરેક જણ જાણી શકે છે. વળી અગાઉની ચૂંટણી પછીની ચૂંટણી વચ્ચેના ગાળામાં કેટલી મિલકતો વધી એ પણ ખુલ્લું થઈ જાય છે.
આ કારણે જ આપણે જાણી શકીએ છીએ કે... ગોરધન ઝડફીયા જેવા નેતા રૂપિયા ૬-૭ કરોડના અથવા પુરૂષોત્તમ સોલંકી રૂપિયા ૨૮ કરોડના, ડો. કલસરિયા જેવા રૂપિયા ૧ કરોડના, અર્જુન મોઢવાડિયા રૂપિયા ૪ કરોડ ૯૪ લાખના, નરોત્તમ પટેલ ૭ કરોડ ૪૪ લાખના, કેશુભાઈ પટેલ ફક્ત રૂપિયા ૨ કરોડ ૬૯ લાખના, બાબુ બોખરીયા રૂપિયા ૩૮ કરોડના, કીરીટસંિહ રાણા રૂપિયા ૨ કરોડ ૧૨ લાખના, ધીરૂ ગજેરા રૂપિયા ૧૨ કરોડ ૨૭ લાખના, ઈન્દ્રાનિલ રાજગુરૂ રૂપિયા ૧૨૨ કરોડ ૫૭ લાખના, રાવજી પરમાર રૂપિયા ૩૦ કરોડ ૨૭ લાખના, સોમા ગાંડા રૂપિયા ૬ કરોડ ૮૦ લાખના, સંગીતા પાટીલ રૂપિયા ૨૮ કરોડ ૫૦ લાખ, દિપક કાશીરામ રાણા રૂપિયા ૧૧ કરોડ ૩૨ લાખ, રાજેન્દ્ર પ્રભુ પટેલ રૂપિયા ૩૧ કરોડ ૮૧ લાખ, વગેરે વગેરે વગેરે વગેરે છે. ટૂંકમાં, લગભગ બધા જ ઉમેદવારો કરોડપતિ છે... પછી એ ભાજપના હોય કે કોંગ્રેસના કે પરિવર્તન પાર્ટીના કે સદ્‌ભાવના મંચના હોય...! બધા જ સરખા છે. એક પણ ઉમેદવાર ગરીબ નથી. વળી એક પણ ઉમેદવારે પોતાની સાચી મિલકત જણાવી નથી. દરેકને નવાઈ એક જણની લાગે છે... મોદી સરકાર અને એ પહેલાં કેશુભાઈ સરકારમાં જેઓ નાણાંમંત્રી રહ્યા છે એ રાજકોટના બેતાજ બાદશાહ ગણાતા તથા ગુજરાતભરમાં જમીનોથી માંડી મલ્ટીપલેક્સ, મીનરલ વોટર, ટોલ ટેક્સ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા વજુભાઈ વાળા ફક્ત એક જ એવા છે કે જેમની મિલકત- અસ્ક્યામતો કરોડ રૂપિયામાં નહીં પણ લાખો રૂપિયામાં જ છે ! ફક્ત હા ફક્ત, રૂપિયા ૭૫ લાખ જ ! સાચું ન લાગે તો પણ માનવું પડે તેમ છે !
બાકી આ અમીર ઉમેદવારો કેવા છે ? જગુઆર અને પોરચી જેવી કાર કરોડો રૂપિયાની કાર તેઓ વાપરે છે. દા.ત. સુરતના કોંગ્રેસના ઉમેદવાર ભગીરથ પીઠાવડીવાલા છે એમની પાસે બે જગુઆર અને એક પોરચી મોટર છે. એ લગભગ રૂપિયા ૩ કરોડ ૫૦ લાખની કંિમતની છે.
આનો અર્થ એ થયો કે, આપણા દેશમાં ચૂંટણી લડવી હોય તો કરોડો એટલે એક-બે કરોડ નહીં પણ ૨૦-૩૦-૪૦ કરોડ રૂપિયા જોઈએ. રેંગીફેંગીનું કામ નહીં. જેટલા વઘુ કરોડ રૂપિયા એટલી જીતવાની શક્યતા વઘુ. આમાં કાળા નાણાનો જ વહેવાર થાય. ચૂંટણીપંચ ઘણા કાયદા કરે છે અને કડક પણ થાય છે પણ એ કેટલા ઠેકાણે હાથ લંબાવે ? ચૂંટણી પંચના અને કાયદાના હાથ જરૂર લાંબા છે પણ કાયદાનો ભંગ કરનારના હાથ એમના કરતાં પણ લાંબા છે.
આવા કરોડો રૂપિયા ખર્ચીને ચૂંટણી લડનાર ચૂંટણી જીત્યા પછી એ ખર્ચેલા રૂપિયા કરતાં વઘુ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખવાનો જ કારણ કે એણે પાછી ફરી ચૂંટણી બીજીવાર લડવાની જ છે. એટલે દા.ત. એક ઉમેદવાર ૩૦ કરોડ રૂપિયા ખર્ચીને જીત્યો. પછી એ ૬૦-૭૦-૮૦ જેટલા વઘુ થાય એટલા રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખીને જ કામ કરવાનો.
હવે, એટલા રૂપિયા એ કઈ રીતે ભેગા કરવાનો ? ચોખ્ખો હિસાબ છે. કાળા ધોળા ધંધા કરીને, ભ્રષ્ટાચાર કરીને.
એ રૂપિયા એટલે કાળું નાણું.
ભ્રષ્ટાચાર દૂર કરવાની કે કાળું નાણું દૂર કરવાની જે વાતો કરે છે એ ગમે તેટલા માથા પટકશે તો પણ ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી કે કાળું નાણું દૂર થવાનું નથી. હજાર કેજરીવાલ આવે કે હજાર અણ્ણા હઝારે આવે કે હજાર લોકાયુક્ત આવે તો પણ ભ્રષ્ટાચાર કે કાળા નાણા દૂર થવાના નથી કારણ કે ભ્રષ્ટાચારના મુળ આપણી ચૂંટણી પઘ્ધતિમાં, આપણા બંધારણમાં પડ્યા છે.
દા.ત. કંપની એક્ટની કલમ ૨૯૩ એ મુજબ દરેક બિનસરકારી કંપનીઓ દર વર્ષે થતા પોતાના નફાનો પાંચ ટકા હિસ્સો કોઈ પણ રાજકીય પક્ષને ફંડ તરીકે આપી શકે છે. આમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે... કાળું નાણું ઊભું કરવામાં આવે છે. દા.ત. એક હાથ રકમ આપવામાં આવે છે અને બીજા હાથે એમાંથી અમુક ટકા રકમ પાછી લેવામાં આવે છે. આ ફંડ દરેક પક્ષને દરેક કંપની આપતી હોય છે કારણ કે એમાંથી અમુક ટકા હિસ્સો પાછો લેવાનો હોય છે.
વળી પક્ષને જ રકમ આપવા ઉપરાંત વ્યક્તિગત રીતે પણ ફંડ આપવામાં આવે છે. એવી વ્યક્તિગત રકમ મોરારજી દેસાઈથી માંડી ઈંદિરા ગાંધી, આડવાણી સુધીના મેળવતા હોય છે. એક ભાજપના દિનદયાળ ઉપાઘ્યાય અને કોંગ્રેસના લાલબહાદુર શાસ્ત્રી એમાંથી બાકાત હતા.
આ ફંડ મેળવનાર પક્ષોમાં સત્તા ઉપર હોય એ પક્ષને સૌથી વઘુ ફંડ મળે એ સ્વાભાવિક છે.
આપણા રાજકીય પક્ષોને ૨૦૦૪ થી ૨૦૧૧ સુધીમાં જે ફંડ મળેલા એ આ પ્રમાણે છે.
(૧) કોંગ્રેસ - રૂપિયા ૨૦,૦૮,૭૨,૦૦,૦૦૦
(૨) ભાજપ - રૂપિયા ૯,૯૪,૭૭,૦૦,૦૦૦
(૩) બહુજન સમાજ - રૂપિયા ૪,૮૪,૨૯,૦૦,૦૦૦
(૪) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા - રૂપિયા ૪,૧૭,૨૬,૦૦,૦૦૦
(૫) સમાજવાદી પાર્ટી - રૂપિયા ૨,૭૮,૫૬,૦૦,૦૦૦
(૬) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી - રૂપિયા ૧,૬૦,૮૨,૦૦,૦૦૦
(૭) અન્ના દ્રમુક - રૂપિયા ૫૯,૯૭,૦૦,૦૦૦
(૮) ટીડીપી - રૂપિયા ૫૩,૯૧,૦૦,૦૦૦
(૯) ડીએમકે - રૂપિયા ૪૪,૨૮,૦૦,૦૦૦
(૧૦) શિવસેના - રૂપિયા ૩૨,૯૦,૦૦,૦૦૦
(૧૧) જનતાદળ (યુ) - રૂપિયા ૨૬,૬૮,૦૦,૦૦૦
(૧૨) એસએજી - રૂપિયા ૨૫,૬૭,૦૦,૦૦૦
(૧૩) રાષ્ટ્રીય જનતા દળ - રૂપિયા ૨૧,૧૮,૦૦,૦૦૦
(૧૪) ટીઆરએસ - રૂપિયા ૧૦,૧૭,૦૦,૦૦૦
(૧૫) તૃણમૂલ કોંગ્રેસ - રૂપિયા ૯,૫૦,૦૦,૦૦૦
(૧૬) સીપીઆઈ - રૂપિયા ૬,૭૮,૦૦,૦૦૦
(૧૭) એઆઈએફજી - રૂપિયા ૯૯,૦૦,૦૦૦
આ રકમ ઉપરાંત પણ રૂપિયા પક્ષોને મળતા હોય છે. દુકાનો પરથી ઉઘરાણું કરીને, સભ્યો પાસેથી ફી લઈને, ચૂંટણી ફંડના નામે રૂપિયા ભેગા કરાય છે.
ઉપરાંત વિદેશોમાંથી રૂપિયા મેળવાય છે. આપણી તાતા, રીલાયન્સ જેવી મોટી કંપનીઓએ તો ઈલેક્ટ્રોલ ટ્રસ્ટ ઊભા કરીને એમાં કરોડો રૂપિયા જમા કરે છે અને પછી એમાંથી પક્ષોને, નેતાઓને અને બીજાઓને રૂપિયા વહેંચે છે. દા.ત. જનરલ ઈલેક્ટ્રોલ ટ્રસ્ટ છે, પબ્લિક એન્ડ પોલિટીક્લ અવેરનેસ ટ્રસ્ટ, ભારતી ઈલેક્ટ્રોલ ટ્રસ્ટ વગેરે છે.
ચૂંટણીની પ્રક્રિયામાં સુધારો કરવાની માંગ ૧૯૬૭થી થઈ રહી છે. એ દિશામાં આગળ વધવા માટે છેક ૧૯૯૦માં દિનેશ ગોસ્વામીની આગેવાની નીચે એક સમિતિની રચના કરવામાં આવી. એ વખતે જણાયેલું કે કેટલાક કાયદાઓનો ખોટો અર્થ કરીને કેટલાક નેતાઓ અને પક્ષો અઢળક નાણાં એકઠા કરે છે.
આપણી જનતા ગરીબ છે. પણ આપણા નેતાઓ ધનિક છે. આ ગરીબ જનતા જ ભોળી થઈને એ નેતાઓને ચૂંટે છે. એ નેતાઓ અને પક્ષો ‘‘મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે’’ એવો પ્રચાર કરીને જનતાને ઉલ્લુ બનાવતા રહ્યા છે. નેતાઓ મત માંગવા પણ હવે આપણા ઘરે કે આપણા લત્તામાં નથી આવતા. હેલિકોપ્ટરો અને ઈલેક્ટ્રોનિક મીડીયાનો ઉપયોગ કરીને મત મેળવવાનો પ્રયત્ન કરે છે. જનતાએ, મતદારોએ આવા નેતાઓથી ચેતવાની જરૂર છે. આપણને ભિખારી રાખવા છે અને એમણે હેલિકોપ્ટરમાં ઉડીને તાગડ ધિન્ના કરવા છે.
- ગુણવંત છો. શાહ

 

સાચવી રાખો!
નવા કે જૂના દરેક રોગને કશા ખર્ચ વિના
દૂર કરનાર ‘‘પાણી પ્રયોગ’’
જે નવી અને જૂની જીવલેણ બિમારીઓ દૂર કરવા માટેની એક બહુ જ સરળ અને સારી પદ્ધતિ છે. જેને આપણે ‘‘પ્રાણી પ્રયોગ’’નું નામ આપીશું. ‘‘પાણી પ્રયોગ’’ નામનો લેખ જાપાનીઝ સીકનેરાટ એસોસીએશન તરફથી પ્રગટ થયેલ છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે પઘ્ધતિસર ‘‘પાણી પ્રયોગ’’ કરવાથી નીચે જણવેલી જુની અને નવી જીવલેણ બિમારીઓ મટી શકે છે.
* માથાનો દુઃખાવો, લોહીનું દબાણ, એનીમીયા (લોહીની અછત), સંધીવા, લકવો, મોટાપો (જાડાપણુ), હૃદયના ધબકારા અને બેહોશી.
* કફ, ખાંસી, દમ (બ્રોનકાઇટીસ) ટી.બી.
* મેનેજાઇટીસ, લીવરને લગતા રોગો, પેશાબની બીમારીઓ
* હાઇપર એસીડીટી (અમ્લપીત), ગેસ્સાઇટીસ (ગેસને લગતી તકલીફો), મરડો (પેચીસ), કબજીયાત, હરસ, ડાયાબીટીસ (મીઠો પેશાબ)
* આંખની બધી જાતની તકલીફો
* સ્ત્રીઓનું અનિયમિત માસિક પ્રદર (લ્યુકોરીયા), ગર્ભાશયનું કેન્સર
* નાક, કાન અને ગળાને લગતા રોગો વિગેરે. *પાણી પીવાની રીત
વહેલી સવારે ઉઠીને મોઢુ ધોયા વગર કે બ્રશ કર્યા વગર ૧.૨૬૦ કિ.ગ્રા. - ૪ મોટા ગ્લાસ પાણી એક સાથે પી જવું. તે પછી ૪૦ મીનીટ સુધી કાંઇ પણ ખાવું પીવું નહીં. પાણી પીધા પછી બ્રશ કરી મોં ધોઇ શકાય. આ પ્રયોગ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જમ્યા પછી, બે કલાક બાદ પાણી પીવું અને રાત્રે સુતા પહેલા કાંઇ પણ ખાવું નહીં.
બિમારી અથવા ખૂબ જ નાજુક પ્રકૃતિના માણસો એક સાથે ચાર ગ્લાસ ન પી શકે તો તેઓ પહેલા એક કે બે ગ્લાસથી શરૂ કરી અને પછી ધીમે ધીમે એક ગ્લાસ વધારી ચાર ગ્લાસ પર આવી જાય અને ચાર ગ્લાસ નિયમિત પીવાનું ચાલુ રાખી શકે. ખરી વાત એ છે કે બિમાર તંદુરસ્ત બધાયે આ પ્રયોગ અજમાવવા જેવો છે. બીમારને એટલા માટે કે તેથી તેને તંદુરસ્તી મળશે. અને તંદુરસ્ત માણસ આ પ્રયોગ કરશે તો તે કદી બિમાર પડશે નહીં. અનુભવો અને પરિક્ષણો પરથી જણાયું છે કે આ પ્રયોગથી જુદા જુદા રોગો નીચે જણાવેલ મુદત દરમ્યાન મટી શકે છે.
* હાઇપર ટેન્શન (લોહીનું ઉચ્ચ દબાણ) - એક મહિનામાં
* ડાયાબીટીસ (મીઠો પેશાબ) - મહિનામાં
* કેન્સર છ - મહિનામાં * ગેસની તકલીફો - દસ દિવસમાં
* કબજીયાત - દસ દિવસમાં * ટી.બી. - ત્રણ મહિનામાં
જેઓ વાત રોગો અને સંધીવાની બિમારીથી પીડાતા હોય તેઓએ એક અઠવાડિયા સુધી આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરવો જોઇએ. અને તે પછી દિવસમાં એક વખત આ પ્રયોગ કરવો. આ પાણીનો પ્રયોગ તદ્દન સરળ અને સાદો છે. તેમાં એક પણ પૈસાનો ખર્ચ નથી અને આપણા દેશનાં ગરીબ માણસો માટે પણ વગર પૈસાની અને વગર દવાએ તંદુરસ્તી મેળવવા આ એક ચમત્કારીક પદ્ધતિ છે. દરેક ભાઇઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આ પાણી પ્રયોગનો બને તેટલો વઘુ પ્રચાર કરે અને રોગીઓના રોગો દૂર કરવાની કોશીષમાં સહાયરૂપ થવા પોતે પોતાનાથી બનતું બઘુ જ કરી છુટે. જેઓ શરૂઆતમાં ચાર ગ્લાસ પાણી એક સાથે ન પી શકે તેઓએ એક અથવા બે ગ્લાસથી શરૂઆત કરી ધીમે ધીમે ચાર ગ્લાસ પર પહોંચવું જોઇએ. ચાર ગ્લાસ પાણી પીવાથી કોઇ પણ જાતની આડ અસર થતી નથી. ફક્ત શરૂઆતના ત્રણેક દિવસ પાણી પીધા પછી થોડી વારમાં બે થી ત્રણ વખત પેશાબ આવશે. પણ ત્રણ - ચાર દિવસ પછી પેશાબ નિયમિત થઇ જશે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved