Last Update : 03-December-2012, Monday

 

આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ

- આદિવાસી પારંપરિક વાદ્ય પાવરીને વગાડનાર હવે જુજ આર્ટીસ્ટ છે જેમાંના એક તુલસીદાસ સાપુતારાના મ્યુઝિયમ ખાતે પાવરી વગાડને રોજગારી મેેળવે છે.

ગુગુજરાતમાં નૃત્ય અને સંગીતના અઢળક ખજાનો છુપાયેલો છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો પાસે પારંપરિક અને કુદરતી વસ્તુઓમાંથી બનાવેલા વાદ્ય આજે પણ સચવાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા સાપુતારા મ્યુઝિયમની મુલાકાતે જાઓ ત્યાંરે બહારના ભાગમાં તુલસીદાસ નામના વ્યક્તિ જેમના હાથમાં એક વિચિત્ર પ્રકારનું વાદ્ય જોવા મળશે જેમાંથી બીન વાદ્ય જેવા સુરો નિકળતા હશે આ વાદ્ય પાવરી તરીકે ઓળખાય છે. પાવરીના જુજ આર્ટીસ્ટમાંથી તુલસીભાઇ એક છે. આ વાદ્ય દૂધીમાંથી બનાવવામાં આવે છે. જંગલમાં થતી દૂધીને સૂકવીને તેના પર વાસળી લગાવીને આ વાદ્ય તૈયાર કરવામાં આવે છે. આ વાદ્યનો ઉપયોગ આદિવાસી નૃત્ય, દેવપૂજા, ઉત્સવો અને લગ્ન વખતે કરવામાં આવે છે. આ વાદ્ય માત્ર ડાંગ જિલ્લામાં જ જોવા મળે છે.
આ અંગે આદિવાસી આર્ટીસ્ટ તુલસીદાસભાઇ કહે છે કે પાવરી વગાડવી આમ વ્યક્તિનું કામ નથી, ડાંગ જિલ્લામાં હવે પાવરી વગાડના જુજ આર્ટીસ્ટ રહ્યા છે. આમ તો પાવરી વાદ્ય આદિવાસી નૃત્ય માટે બનાવવામાં આવ્યું હતું પણ અત્યારે આ વાદ્ય મને બે ટાઇમ ભોજન પુરુ પાડે છે. સાપુતારા મ્યુઝિયમની બહાર હું આ વાદ્ય વગાડું છું બહારથી આવતા મુસાફરો પાવરીના સૂરો સાંભળીને ખુશ થાય છે અને મને પૈસા આપે છે. અત્યારે આદિવાસી સંસ્કૃતિમાં બહુ ઓછા આર્ટીસ્ટ પાવરી વગાડવાનું જાણે છે.
આ અંગે મનિશ જોગી કહે છે કે ગુજરાતના પછાત વિસ્તારમાં આર્ટનો અઢળક ખજાનો છુપાયેલો છે પણ તેની શોધ કરના કોઇ નથી. આદિવાસી સંસ્કૃતિમાં એકથી એક ચઢિયાતા આર્ટીસ્ટ છે પણ તેમને યોગ્ય પ્લેટફોર્મ ન મળવાના કારણ ેઆ આર્ટ સિમિત વિખેરાઇ ગઇ છે. તુલસીભાઇ હવે તેમના સમાજના પાવરી વગાડનાર અંતિમ પેઢી છે કારણ કે હવે આ વાદ્યના સ્થાને આધુનિક વાદ્યો આવી ગયા છે. આદિવાસી લોકવાદ્યમાં અનેક વાદ્ય લુપ્ત થવાના આરે છે તેમાંનુ એક વાદ્ય પાવરી છે.
આ અંગે જોરાવરસિંહ જાદવ કહે છે કે પાવરી એ આદિવાસી લોકવાદ્ય છે જેના સાથે આદિવાસી લોકોનું ધાર્મિક મહત્વ જોડાયેલું છે. ખાસ કરીને આ વાદ્ય આદિવાસી દેવોને રીજવવા માટે વગાડવામાં આવે છે. નૃત્યની સાથે સાથે આ વાદ્યના સૂરો અલૌકીક હોય છે.ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલા આદિવાસી આ પ્રકારના વાદ્યનો ઉપયોગ કરે છે પણ હવે આદિવાસીઓમાં પણ જુજ આર્ટીસ્ટ વધ્યા છે જે પાવલી વગાડવાનું જાણે છે હાલની પેઢી હવે આ પ્રકારના વાદ્યમાં રસ દાખવતું નથી અને પાવલી વાદ્ય વગાડવું સહેલું નથી તેને શિખવા માટે વર્ષો લાગે છે. તુલસીદાસ પાવલી વગાડના અંતિમ પેઢી ગણી શકાય.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved