Last Update : 03-December-2012, Monday

 

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ

- શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતો શ્રીધર પાંડે સેન્સર કંટ્રોલર ડિવાઇસ બનાવ્યું છે જેના થકી અંધ વ્યક્તિ ૧ કી.મીના અંતરે આવતા વાહનો જાણકારી મેળવી શકેશે. આ ડીવાઇસમાં લગાવેલી જી.પી.એસ સિસ્ટમથી અંધ વ્યક્તિ ક્યાં સ્થળે છે એની માહિતી મેળવી શકાશે.

લાકડીના સહારે અંધ વ્યક્તિ માત્ર તેની આસપાસના બે ફુટ અંતરમાં વિશે જાણી શકે છે પણ ચાંદખેડામાં રહેતા શ્રીધર પાંડેએ એવું ડીવાઇસ બનાવ્યું છે જેની મદદથી અંધ વ્યક્તિ એક કી.મીના અંતરમાં આવનાર વાહન કે વ્યક્તિ વિશેની માહિતી મેળવી શકે છે. આ ડીવાઇસમાં પાંચ સેન્સર લગાવવામાં આવ્યા છે અને સેન્સર સાથે ઇયર ફોન ફીટ કરવામાં આવ્યો છે. જે દૂરથી આવતા વાહનનો સંકેત આપે છે. આ ડીવાઇસમાં સેન્સર કંટ્રેલર બોર્ડ, માઇક્રો કંટ્રોલર અને બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક ઋતુમાં આ ડીવાઇસનો ઉપયોગ કરી શકાય છે, વરસાદમાં પણ આ ડીવાઇસ સરળતાથી કામ કરી શકે છે કારણ કે તેના પર ઇન્સ્યુલેશન લગાવવામાં આવ્યુ છે
આ અંગે શ્રીધર પાંડે કહે છે કે અંધ વ્યક્તિ સ્ટ્રીક વગર ચાલ શકે તે માટે આ ડીવાઇસ બનાવ્યું છે જેમાં પાંચ સેન્સર લગાવવામાં આવ્યા છે. આ ડીવાઇસને કમરના ભાગમાં લગાવવામાં આવે છે જેથી બે સેન્સર કમરના આગળના ભાગમાં, એક સેન્સર ડાબી બાજુ અને બીજુ જમણી બાજુ તથા એક સેન્સર પાછળની તરફ લગાવવામાં આવે છે. આ ડીવાઇસમાં અલ્ટ્રા સોનિક સેન્સર લગાવવામાં આવ્યા છે જેથી ૧ કી.મીના અંતરે આવતા વાહનો કે વ્યક્તિની પરખ કરી શકાય છે. આ ઉપરાંત આ ડીવાઇસમાં જી.પી.એસ સિસ્ટમ લગાવવામાં આવશે જેથી અંધ વ્યક્તિ જે સ્થળે હશે તેની માહિતી મેળવી શકાશે. આ ડીવાઇસમાં ઇયર ફોન અને સાથે સાથે વાઇબ્રેટ સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી સાંભળી શકતા ન હોય તેવા વ્યક્તિઓ પણ આ ડીવાઇસનો ઉપયોગ કરી શકે છે. અલ્ટ્રા સોનિક સેન્સરના કારણે દૂરથી આવતું વાહન જેમ જેમ નજીક આવે તેમ તેમ વાઇબ્રેટની ગતિ વધતી જાય છે જેથી વ્યક્તિને ખ્યાલ આવે કે વાહન નજીક આવી રહ્યું છે. આ ઉપરાંત સ્થિર વાહન હોય કે ગતિ કરતું વાહન તમામની માહિત સેન્સર ઇયર ફોન સુધી પહોચાડે છે અને ઇયર ફોન વ્યક્તિને એ સંદેશો આપે છે. આ ઉપરાંત આ ડીવાઇસ સામે આવતા વાહન કે વ્યક્તિની ગતિ માપી શકે છે. જી.પી.એસ સિસ્ટમ એટલા માટે ફીટ કરવામાં આવે છે જેના થકી જો કોઇ અંધ વ્યક્તિ પોતાના ધરથી દૂર ચાલ્યો જાય તો આ સિસ્ટમથી જાણી શકાય છે. આ ડીવાઇસના મદદથી અંધ વ્યક્તિને હવે સ્ટીકનો સહારો નહી લેવો પડે અને આ ઉપરાંત અંધ વ્યક્તિ હવે કોઇ પણ સ્થળે સરળતાથી પહોચી શકશે. એટલું જ નહી જે વ્યક્તિ સાંભળી શકતો નથી તે વ્યક્તિ માટે પણ આ ડીવાઇસ ખુબ જ ફાયદાકારક નિવડશે કારણ કે આ ડીવાઇસમાં વાઇબ્રેશન ફીટ કરવામાં આવ્યું છે જેથી કોઇ બહેરો વ્યક્તિ આ ડીવાઇસ લગાવે તો દૂરથી આવતા વાહનોની જાણ વાઇબ્રેશન દ્વારા થઇ શકે છે. વાહનની ગતિ પ્રમાણે વાઇબ્રેશનની ગતિમાં વધારો થાય છે જેના કારણે વ્યક્તિને ચોક્કસ ખ્યાલ આવે છે કે વાહન અને તેના વચ્ચેનું અંતર કેટલું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved