Last Update : 03-December-2012, Monday

 
દિલ્હીની વાત
 

ભાજપની આંખ તાકાતના બે મુકાબલા પર
નવી દિલ્હી,તા.૧
સરકારે અગાઉ કરેલી દલીલ અનુસાર રીટેઇલમાં એફડીઆઇનો નિર્ણય કારોબારી સંબંધીત છે. માટે સંસદીય મંજૂરીની જરૃર નથી, પરંતુ જયારે સુપ્રિમ કોર્ટે સરકારના ઉપરોક્ત વિષય સંબંધી નિર્ણયને સંસદના બંને ગૃહોમાં રજુ કરવા જણાવ્યું ત્યારે પરિસ્થિતિ બદલાઇ ગઇ. ફોરેન એકસચેંજ મેનેજમેન્ટ એકટ (ફેમા)માં કરાયેલા સુધારાને ગઇકાલે લોકસભામાં મુકાતા એફડીઆઇ વિવાદને નવો વળાંક મળ્યો ભાજપ ફેમા સુધારા પર મતદાન માંગવા માટે કમર કસી રહ્યો છે. ફેમાં કાયદા હેઠળ પણ, રીઝર્વ બેંકે બહાર પાડેલા ફેમા નિયમનો માના સુધારા વિષે સંસદની મંજુરી સરકાર માટે જરૃરી બને છે. આથી ભાજપ, રીટેઇલમાં એફડીઆઇ મુદ્દે સરકારને પરાસ્ત કરવા માટે એક પછી એક એમ સતત બે મતદાન પ્રયાસો હાથ ધરવા વિચારી રહ્યો છે. એની ધારણા પહેલો પ્રયાસ સંસદ જયારે કારોબારી નિર્ણયનો મુદ્દો ચર્ચા માટે હાથ પર લે ત્યારે કરવાની છે. જયારે ભાજપ બીજો પ્રયાસ એફડીઆઇ સંબંધી નિર્ણયનો અમલ કરી શકાય એ માટે ફેમામાં કરાયેલા સુધારાને સંસદીય મંજુરી માટે રજુ કરાય ત્યારે કરી જોવા માગે છે.
ફેમા સુધારા
રીટેઇલમાં એફડીઆઇના નિર્ણયના અમલ માટે જરૃરી ફેમમાં પાંચ સુધારાને સરકારે ગઇકાલે લોકસભામાં રજુ કર્યા છે. સરકાર રાજ્યસભામાં ફેમ ની જોગવાઇમાંથી એને સુધારાને આવતા સપ્તાહના આરંભે રજુ કરવા અપેક્ષા સેવે છે. ફેમા સુધારાથી મલ્ટીબ્રાન્ડ રીટેઇલમાં ૫૧ ટકા એફડીઆઇની છુટ મળશે, જ્યારે સિંગલ બ્રાન્ડ રીટેલમાં ૧૦૦ ટકા એફડીઆઇની અને ઘરઆંગણાની વિમાની સેવાઓમાં વિદેશી એરલાઇનોને રોકાણની છુટ મળશે. લોકસભા અને રાજ્યસભામાં અનુક્રમે નિયમ ૧૮૪, ૧૬૭ અને ૧૬૮ હેઠળ આવતા સપ્તાહે ચર્ચા અને મતદાન હાથ ધરાશે.
સરકારની મિશ્રણની નીતિ
ભાજપ અને ડાબેરી પક્ષોએ એ સ્પષ્ટ કર્યુ છે કે રીટેઇલમાં એફડીઆઇના નિર્ણયના અમલને રોકવા માટે ફેમા સુધારાઓને પરાસ્ત કરવા માટે તેઓ તમામ પ્રયાસો કરી છુટશે. જો કે શાસક પક્ષ યુપીએના મેનેજરો અત્યંત વિવાદાસ્પદ મુદ્દે બંને ગૃહોમાં બે વાર મતદાનનો સામનો કરવાની સ્થિતિને ટાળવા માટે એફડીઆઇ અને ફેમા બંને માટેના મતદાનને એક સાથે જ હાથ ધરી લેવા પ્રયાસો કરી રહ્યા છે. ફેમાને લગતું મતદાન અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે જો વિપક્ષ અન્ય ગૃહમાં જીતી જાય તો એફડીઆઇ સંબંધી નિર્ણયના અમલને રોકી રાખી શકાય.
કાત્જુ અને દીદી શબ્દોના સમરાંગણમાં
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ માર્કેન્ડય કાત્જુ કાણાને કાણો કહેવા માટે જાણીતા છે. આથી બંને વચ્ચે નિમ્ન સ્તરની તકરાર શરૃ થઇ છે. કાત્જુએ મમતા પરના ઇ-મેઇલમાં જણાવ્યું છે કે મેં તેણીને પહેલી વાર વચન આપ્યું હતું. પરંતુ મોડેથી, તો ધીરજવિહોણા અને તઘલખી બન્યો હોવાનું લાગે છે. એનાથી તમે મુશ્કેલીમાં મૂકાશો. કોલકત્તાથી મળતા અહેવાલો અનુસાર મમતાએ આવો કોઇ ઇ-મઇલ મળ્યો હોવાનું નકારી કાઢ્યું છે. જોકે એમણે ઉપરોક્ત ઇ-મેઇલનો આવો જવાબ આપીને બદલો વાળી લીધો હોવાનું કહેવાય છે ઃ રાજા ચલે, કુત્તા ભાઉલે હઝાર (બજારમાં જઇ રહેલા રાજાની પૂંઠે પૂંઠે હજારો કૂતરા ભસતા રહે છે.) અમારી સરકાર માનવતાધારી હોવાનું એમણે જણાવ્યું છે.
જોઇએ છે ઃ માધ્યમ - સલાહકાર વડાપ્રધાન કાર્યાલયને વડાપ્રધાન માટે અખબારી સલાહકાર જોઇતો હોવાનું ઉચ્ચસ્તરીય સૂત્રો જણાવી રહ્યા છે. હરીશ ખરે એ કામમાંથી મુક્ત થયા પછી પંકજ પાચૌરી કોમ્યુનિકેશન્સ સલાહકાંર પદે નિમાયા છે, જેઓ વડાપ્રધાનના મુખ્ય સચિવ પાલુક ચેટરજીને રીપોર્ટીંગ કરે છે, જોકે પાચૌરી પાસે રખાયેલી અપેક્ષાઓ ફળીભૂત નહિ થઇ હોવાનું જણાતાં અખબારી સલાહકારની જરૃરિયાત અનુભવાઇ રહી છે. યુપીએ- વેળા વડાપ્રધાનના અખબારી સલાહકાર રહેલા સંજય બારૃના પુનરાગમનની શક્યતા નહિવત હોવાનું મનાય છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved