Last Update : 03-December-2012, Monday

 

અમલાના ૧૯૬ રન ઃ ડી'વિલિયર્સના ૧૬૯ રન
સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ઓસ્ટ્રેલિયાના બીજી ઇનિંગમાં વિના વિકેેટે ૪૦

પર્થ,તા.૨
અમલાએ કારકિર્દીની ૧૮મી સદી સાથે ૧૯૬ રન અને ડી'વિલિયર્સે કારકિર્દીની ૧૪મી સદી સાથે ફટકારેલી ૧૬૯ રનની આક્રમક ઇનિંગને સહારે સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાએ પર્થમાં ચાલી રહેલી ત્રીજી અને આખરી ટેસ્ટમાં જીતવા માટે ૬૩૨ રનનો અત્યંત મુશ્કેલ અને લગભગ અશક્ય પડકાર આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના બોલરોને નિર્દયતાથી ઝુડતા સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગમાં ૧૧૧.૫ ઓવરમાં ૫.૦૮ની રેકોર્ડ રન સરેરાશ સાથે ૫૬૯ રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી માઇકલ સ્ટાર્કે ૧૫૪ રનમાં છ અને જોહન્સન ૧૧૦ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. હેસ્ટીંગ્સ અને લીયોને પણ ૧૦૦-૧૦૦થી વધુ રન આપ્યા હતા. રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે ૪૦ રન કર્યા હતા.
વર્લ્ડ નંબર વનનો તાજ જાળવવાની સાથે શ્રેણી જીતવા માટે સાઉથ આફ્રિકા હવે તેના બોલરો સ્ટેન, મોર્કેલ, ફિલાન્ડર અને રોબિન પીટરસન તરફ મીટ માંડી રહ્યું છે.
જ્યારે પોન્ટીંગને વિદાય સાથે ફેરવેલ આપવાનું લક્ષ્ય સિધ્ધ કરવા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ નવો વર્લ્ડ રેકોર્ડ સર્જવો પડશે કારણ કે જ્યારથી છ બોલની એક ઓવર નંખાવાની શરૃઆત થઇ ત્યાર પછી તો કોઇ ટીમ ચોથી ઇનિંગમાં ૪૫૧થી વધુ રન નોંધાવી શકી નથી.
સાઉથ આફ્રિકાએ આજે ત્રીજા દિવસે તેના ગઇકાલના બે વિકેટે ૨૩૦ રનના સ્કોરમાં ૭૩.૫ ઓવરમાં વધુ ૩૩૯ રન જોડતાં બાકીની આઠ વિકેટ ગુમાવી હતી.
અમલાએ માસ્ટરક્લાસ ઇનિંગ રમતમાં ૨૧ ચોગ્ગા સાથે ૨૨૧ બોલમાં ૧૯૬ રન ફટકાર્યા હતા.
જ્યારે ડી'વિલિયર્સે ૧૮૪ બોલમાં ૨૧ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૬૯ રન નોંધાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ ક્રિકેટ ઇતિહાસમાં નવા કિર્તિમાન સ્થાપિત કર્યા હતા.
સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગ ઃ ૨૨૫
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ ઃ ૧૬૩
સાઉથ આફ્રિકા બીજી ઈનિંગ

-

રન

બોલ

પીટરસન કો.એન્ડ બો.જોહન્સન

૨૩

૨૦

સ્મિથ કો.લીયોન બો.સ્ટાર્ક

૮૪

૧૦૦

૧૩

અમલા કો.એન્ડ બો.જોહન્સન

૧૯૬

૨૨૧

૨૧

કાલીસ કો.જોહન્સન બો.સ્ટાર્ક

૩૭

૬૫

ડી વિલિયર્સ કો.વેડ બો.સ્ટાર્ક

૧૬૯

૧૮૪

૨૧

એલ્ગર એલબી બો.જોહન્સન

૦૦

૦૪

ડયુ પ્લેસીસ કો.ક્લાર્ક બો.જોહન્સન

૨૭

૩૮

આર.પીટરસન કો.જોહન્સન બો.સ્ટાર્ક

૦૦

૦૩

ફિલાન્ડર અણનમ

૧૪

૧૭

સ્ટેન કો.વેડ બો.સ્ટાર્ક

૦૮

૧૭

એમ.મોર્કેલ બો.સ્ટાર્ક

૦૦

૦૨

વધારાના (લેગબાય ૪, વાઇડ ૩, બાય ૪)

૧૧

 

 

 

કુલ ૧૧૧.૫ ઓવરમાં ઓલઆઉટ

૫૬૯

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૮(એ.પીટરસન ૬.૬), ૨/૨૦૬ (સ્મિથ ૩૨.૩), ૩/૨૮૭ (કાલીસ ૫૧.૫), ૪/૪૩૬ (અમલા ૮૮.૧), ૫/૪૩૬ (એલ્ગર ૮૮.૫), ૬/૫૩૮ ( ડયુ પ્લેસીસ ૧૦૨.૬), ૭/૫૩૯ (આર.પીટરસન ૧૦૩.૫), ૮/૫૫૭ (ડી'વિલિયર્સ ૧૦૭.૪), ૯/૫૬૯ (સ્ટેન ૧૧૧.૩), ૧૦/૫૬૯ (એમ.મોર્કેલ ૧૧૧.૫).
બોલીંગ ઃ સ્ટાર્ક ૨૮.૫-૩-૧૫૪-૬, વોટસન ૯-૩-૨૪-૦, જોહન્સન ૨૫-૧-૧૧૦-૪, હેસ્ટિંગ્સ ૧૯-૧-૧૦૨-૦, લીયોન ૨૨-૨-૧૨૮-૦, એમ.હસી ૪-૦-૨૬-૦, વોર્નર ૩-૦-૧૪-૦, પોન્ટીંગ ૧-૦-૩-૦.
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ

-

રન

બોલ

કોવાન રમતમાં

૦૯

૪૬

વોર્નર રમતમાં

૨૯

૩૨

વધારાના (લેગબાય ૨,)

૦૨

 

 

 

કુલ ૧૩ ઓવરમાં વિના વિકેટે

૪૦

 

 

 


બોલીંગ ઃ સ્ટેન ૫-૨-૧૪-૦, ફિલાન્ડર ૫-૦-૧૫-૦, એમ.મોર્કેલ ૩-૦-૯-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved