Last Update : 03-December-2012, Monday

 
 

ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ બિન્દ્રાએ આક્રોશ વ્યક્ત કર્યો
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

'રમતોના વહીવટમાં પણ ગંદુ રાજકારણ ચાલે છે ઃ ભનોટ જેવા લોકોને ફરી હોદ્દા પર ચુંટાતો જોઇને મારૃ લોહી ઉકળી ઉઠે છે'

નવી દિલ્હી,તા.૨
ભારતના એકમાત્ર વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ અભિનવ બિન્દ્રાએ ભારતીય રમત-વિશ્વના વહીવટમાં ચાલતાં ગંદા રાજકારણ સામે અવાજ ઉઠાવતા ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી.
બિન્દ્રાએ કહ્યું હતુ કે, જો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ચૂંટણી વિવાદમાં ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ પણ મુકી દે તો તે આઘાતજનક લાગશે પણ જે પ્રકારે આપણે ત્યાં રમતોનું સંચાલન થાય છે તે જોતા આવો આકરો નિર્ણય આશીર્વાદરૃપ જ કહેવાશે. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સામેલ લલિત ભનોત ફરી વખત ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ના સેક્રેટરી જનરલ બનવાનું નિશ્ચિત બની ગયું છે, જેના કારણે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)એ ધમકી આપી હતી કે, આઇઓએ તેની ચૂંટણી ઓલિમ્પિક ચાર્ટરને બદલે રમત મંત્રાલયના સ્પોર્ટસ કોડ હેઠળ કરાવશે તો તેઓ ભારતીય સંઘ પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ ૪ અને ૫ ડિસેમ્બરે લુસાનેમાં યોજાયેલી એક્ઝિક્યુટીવ્સની બેઠકમાં લાવશે. આઇઓએની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે યોજાવાની છે પણ તે સાવ એક તરફી છે કારણ કે પ્રમુખ તરીકે અભય ચૌટાલા અને સેક્રેટરી જનરલ તરીકે લલિત ભનોટ સહિતના કેટલાક મહત્વના પદો માટે માત્ર એક ઉમેદવાર મેદાનમાં છે.
ભનોતની નિશ્ચિત બનેલી સેક્રેટરી જનરલ તરીકેની નિમણૂંક અંગે તીખી પ્રતિક્રિયા આપતાં બિન્દ્રાએ કહ્યું કે, આના કારણે ભારતીય રમત વિશ્વનું રાજકારણ વધુ નિમ્ન સ્તરે પહોંચ્યું છે. તે પરત કેવી રીતે ફરી શકે ? આવા લોકોને ફરી વખત હોદ્દા પર પરત ફરતાં જોઇને મારૃ તો લોહી ઉકળી ઉઠે છે.
બિન્દ્રાએ ઊમેર્યું કે, જો ભારતીય રમત વિશ્વના વહિવટને યોગ્ય કરવો હોય તો હાલ તો પ્રતિબંધ આવે તે યોગ્ય જ લાગી રહ્યું છે. જો આપણાં એસોસિએશન પર પ્રતિબંધ મુકવામાં આવશે તો તેથી એક રીતે તો ભારતીય રમત જગતનું ભલું જ થશે. હવે ૨૦૧૩માં કોઇ મેજર ઇવેન્ટ પણ નથી તો ભારતીય ખેલાડીઓ ત્રણ થી છ મહિનાનાગાળામાં પોતાની રીતે તૈયારી કરી શકશે અને તે સમયમાં આખી સિસ્ટમમાં પરિવર્તન લાવી શકાશે.

પ્રતિંબધ આવે તો શું થાય ?
જો લુસાનેમાં યોજાનારી આઇઓસીની બેઠકમાં ભારત પર પ્રતિબંધ મુકાય તો ભારતીય ઓલિમ્પિક સંઘને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ તરફથી મળતું ફંડ બંધ થઇ જાય. આ ઉપરાંત ભારતીય ઓફિસિઅલ્સને ઓલિમ્પિક અંગેની બેઠકો તેમજ ઇવેન્ટસમાં આમંત્રણ જ ના મળે.
ભારતીય એથ્લિટ્સને ઓલિમ્પિક સહિતની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિના નેજા હેઠળ યોજાતી કોઇ પણ સ્પર્ધામાં રાષ્ટ્રીય ધ્વજ હેઠળ ભાગ લેવા દેવામાં ના મળે. તેઓને જો આંતરરાષ્ટ્રીય સમિતિ છુટ આપે તો તેઓ ઓલિમ્પિકના ફ્લેગ હેઠળ આ પ્રકારની ઇવેન્ટમાં ભાગ લઇ શકે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved