Last Update : 03-December-2012, Monday

 

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

કોંગ્રેસ-ભા.જ.પ.ના નેતાઓ ગુજરાતની કડકડતી ટાઢમાં રાજકીય ખીચડી પકવે છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨
ગુજરાતની ચૂંટણીને પગલે મુંબઈમાં રાજકીય પ્રવૃત્તિ અત્યારે ઠપ થઈ ગઈ છે. મુંબઈમાં મોટાભાગના રાજકીય નેતાઓ અત્યારે ગુજરાતની કડકડતી ઠંડીમાં રાજકીય ખીચડી પકવવા વિવિધ વિસ્તારોમાં પહોંચી ગયા છે. મુંબઈમાં રહેલાં કોંગ્રેસના ગુજરાતી નેતાઓને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાની જવાદારી મહારાષ્ટ્ર- ગુજરાતનો પક્ષનો અખત્યાર સંભાળતાં મોહન પ્રકાશે મુંબઈ કોંગ્રેસના મહામંત્રી ભરત પારેખને સોંપી છે
ભરત પારેખ અમદાવાદ શહેર- ગ્રામીણનો નિરીક્ષક છે જ્યારે વડોદરામાં ચંદ્રકાંત ગોસલિયા, નવસારીમાં બી.એ. દેસાઈ, ભાવનગરમાં ઉપેન્દ્ર દોશી, અમરેલીમાં વિનીતા વોરા, માંડવીમાં બાબુભાઈ ભવાનજીને જવાબદારી સોંપવામાં આવી છે.
ગારિયાધારમાં કાલુ બુધેલિયા, રાપરમાં પ્રવીણ છેડા, ભાવનગર ગ્રામીણમાં ત્ર્યંબક પારેખ, ગઢડામાં મહેન્દ્ર દોશીને જવાબદારી સોંપવામાં આવી હોવાનું ભરત પારેખે જણાવ્યું હતું. ઉપનગરના પાલક પ્રધાન નસીમ ખાન પણ ગુજરાતમાં ધામા નાંખીને બેઠા છે.
કોંગ્રેસે મુંબઈના તમામ ગુજરાતી તથા ગુજરાત સાથે સંકળાયેલા નેતાઓને જવાબદારી આપી છે તેજ પ્રમાણે ભા.જ.પ.ના કાંદિવલીના વિધાનસભ્ય યોગેશ સાગર જેતપુરમાં, ગોપાલ શેટ્ટી વલસાડ નજીક ધરમપુરમાં કામે લાગી ગયા છે જ્યારે ઘાટકોપરના વિધાનસભ્ય પ્રકાશ મહેતા જામનગર, મુંબઈ ભા.જ.પ.ના અધ્યક્ષ રાજ પુરોહિત સુરતમાં કામે લાગી ગયા છે.
મોટાભાગના નેતાઓ અત્યારે ગુજરાત હોવાથી મુંબઈમાં રાજકીય પ્રવૃત્તિ શાંત પડી ગઈ છે માત્ર શિવસેનાના નેતાઓ મુંબઈમાં છે જ્યારે મનસે ગુજરાતમાં ચૂંટણી લડતું ન હોવા છતાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી કહેશે તો મનસે પ્રમુખ પ્રચાર માટે જવાની શકયતા છે.
મુંબઈના નેતાઓને સુરત અને કાઠિયાવાડ જવાનો વધારે ચસકો છે. સુરતમાં પોંક અને ઊંધિયાની સીઝન હોવાથી ખાવા પીવાની મોજ પડે છે જ્યારે કાઠિયાવાડમાં બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો ખાવાની લહેજત માણવી છે.
કોંગ્રેસ- ભા.જ.પ.ના ગુજરાતી નેતાઓ માટે અત્યારે મિની વેકેશન જેવું વાતાવરણ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved