Last Update : 03-December-2012, Monday

 

ગુજરાતમાં ચૂંટણીઓ યોજાઇ રહી છે ત્યારે
કેશ સબસિડી યોજનાની જાહેરાતથી ચૂંટણી પંચ નારાજ

કેબિનેટ સચિવને પત્ર લખી આજ સાંજ સુધીમાં ખુલાસો મંગાયો ઃ ચૂંટણી પંચની સુપ્રીમસી (પી.ટી.આઇ.)

નવી દિલ્હી, તા. ૨
ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા અમલમાં છે ત્યારે કેન્દ્રસરકાર દ્વારા ચર્ચાસ્પદ ડિરેક્ટ કેશ સબસીડી સ્કીમની જાહેરાતથી નારાજ ચૂંટણી પંચે કેબિનેટ સચિવને પત્ર લખીને આવતીકાલ સાંજ સુધી જવાબ રજૂ કરવાની સૂચના આપી છે.
કેબિનેટ સેક્રેટરી અજિત સેઠને જોરદાર શબ્દોમાં લખેલાં પત્રમાં ચૂંટણી પંચે સરકાર દ્વારા આ યોજનાની જાહેરાતના સમય મામલે તેની નારાજગી દર્શાવી છે. તેણે કહ્યું છે કે ગુજરાતની ચૂંટણી પછી આ જાહેરાત થઇ શકી હોત. હવે તે આ મામલે જવાબ રજૂ કરે. જો તે સમયસર અહેવાલ નહિ આપે તો આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના નેતાએ આ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું હતું. પંચના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે 'અમે કેબિનેટ સેક્રેટરીને સોમવાર સાંજ સુધી એક વિસ્તૃત અહેવાલ આપવાની સૂચના આપી છે. જો જવાબ નહિ મળે તો પગલાં લેવામાં આવશે.'
સુત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટ સેક્રેટરીને ચૂંટણી પંચે આ બીજી વખત જવાબ આપવા જાણ કરી છે. ગુરૃવારે ભાજપના ગુજરાત એકમે આ જાહેરાત સામે વિરોધ નોંધાવીને આચારસંહિતાના ભંગ કરવામાં આવ્યો હોવાનો સરકાર પર આક્ષેપ કર્યો હતો. તેના એક દિવસ પછી સીનિયર નેતા એલ.કે. અડવાણીની આગેવાનીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ જાહેરાત સામે ફરિયાદ માટે મુખ્ય ચૂંટણી કમીશનરને વ્યક્તિગતરીતે મળ્યા હતા અને તેમનું ધ્યાન દોર્યું હતું.
અડવાણીએ કહ્યું હતું કે ડિરેક્ટ કેશ ટ્રાંસફર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોને તેમાંથી બાકાત રાખવા જોઇતા હતા. સરકાર પંચની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને તેમ કરી શકી હોત.
જોગાનુજોગ સરકારે પહેલી જાન્યુઆરીથી જે ૫૧ જિલ્લાઓને કેશ ટ્રાંસફર સ્કીમનો લાભ આપવાની છે તેમાંથી ચાર જિલ્લાઓ તો ગુજરાતના છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved