Last Update : 03-December-2012, Monday

 

નહેરુ અને એડવિના વચ્ચે આધ્યાત્મિક સંબંધ હતો ઃ પામેલા માઉન્ટબેટન

લોર્ડ માઉન્ટબેટનની પુત્રીએ પુસ્તકમાં ઘટસ્ફોટ કર્યો

લંડન, તા.૨
ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ લુઇસ માઉન્ટ બેટનની પુત્રી પામેલા માઉન્ટ બેટને દાવો ક્યો છે કે તેમની માતા એડવિના માઉન્ટ બેટન અને જવાહરલાલ નહેરુ વચ્ચે આધ્યાત્મિક પ્રેમસંબંધ હતો.
પામેલાએ લકેલા 'ઇન્ડિયા રિમેમ્બર્ડ' નામના પુસ્તકમાં આ ખુલાસો કર્યો છે. પામેલા લખે છે કે ચાર્લ્સટન સ્ટુડિયોમાં રોયલ્ટી માટે ડાન્સ કરતી એડવિના પાછળ કેટલા યુવાનો પાગલ હતા પરંતુ એડવિના પોતે ભારતના પ્રખ્યાત નેતા જવાહરલાલ નહેરુના પ્રેમમાં પાગલ હતી. ો કે પામેલા પોતે એડવિના અને નહેરુ વચ્ચેના સંબંધોને અલગ નજરે જુએ છે. પામેલા કહે છે કે નહેરુ સાથેના સંબંધના કારણે એડવિનાને માનસિક શાંતિ મળતી હતી. પામેલાના મત અનુસાર એડવિનાને નહેરુ સાથે ભાવનાત્મક લગાવ હતો જેના કારણે તેઓ નહેરુને મળવા તરસતા હતા અને બંને એકબીજાનું એકલવાયાપણું દૂર કરવામાં એકબીજાને મદદ કરતા હતા.
પામેલા લખે છે કે ભારતમાં વસવાટ દરમિયાન તેણે નહેરુ સાથે સારો એવો સમય પસાર કર્યો હતો અને તેને એવું લાગતું હતું કે એડવિના અને નહેરુ વચ્ચે ગાઢ આકર્ષણ હતું. પામેલા પોતાના પુસ્તકમાં લખે છે કે ભારતની આઝાદીના દસ વર્ષ બાદ નહેરુએ એડવિનાને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે કોઇક એવું આકર્ષણનું તત્વ હતું જેના કારણે તેઓ બંને નજીક આવ્યા હતા. પામેલાના દાવા અનુસાર તેની માતા એડવિના પાસે લગભગ એક સૂટકેસ ભરાય એટલા નહેરુએ લખેલા પત્રો હતા. પામેલા કહે છે કે તેની માતા જ્યારે બહુ તણાવમાં હોય ત્યારે રાતે નહેરુના પત્રો વાંચ્યા કરતાં. પામેલાના જણાવ્યા અનુસાર તેણે પણ એ પત્રો વાંચ્યા છે અને પત્રો વાંચ્યા પછી તેને એવું લાગ્યું કે બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે.
એડવિના અને લોર્ડ લુઇસ માઉન્ટબેટનની જોડી એ જમાનામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની હતી. પરંતુ હકીકત એ હતી કે બંને પોતપોતાની જિંદગી અને મોજ મસ્તીમાં જ મશગુલ રહેતા એવું પામેલા લખે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved