Last Update : 03-December-2012, Monday

 

વનપ્લીઝ મિનિટ

 

રાષ્ટ્રીય
* મુલાયમ સિંહ યાદવને દેશના આગામી વડાપ્રધાન બનાવવા જોઈએ તેવા એન.ડી. તિવારીના નિવેદનથી કોંગ્રેસ ચોંકી ગઈ છે અને તિવારી પક્ષના સભ્ય જ નથી એવો દાવો કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રશીદ અલ્વીએ આ અંગે કહ્યું કે તિવારી રાજ્યપાલ પદે રહ્યા બાદ પક્ષના સભ્ય છે કે નહીં તેની પક્ષને જાણકારી જ નથી.
* દેશના જુદા જુદા રાજ્યોના ૮૯ રેલમાર્ગો ઉપર રેલવે નુકસાની બેઠી રહી છે. આ લાઈનો ઉપર ટ્રેનો દોડતી રાખવામાં રેલવેને દર વર્ષે ૧૧૮૯ કરોડથી વધારે રૃપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આટલા મોટા નુકસાન છતાં રેલવે મંત્રાલયની આવી ટ્રેનો બંધ કરવાની કોઈ યોજના નથી.
* ભારતીય કિસાન યુનિયનના કાર્યકર્તાઓએ આજે ગાઝિયાબાદ પાસે ડાસના ટોલ બ્રિજ ઉપર કબ્જો કરી લઈને તેને ટોલમુક્ત કરી દીધો છે. ગઈકાલે આ સંઘના કાર્યકરોએ બ્રજઘાટ ટોલ પ્લાઝા ઉપર કબ્જો જમાવીને તેને ટોલમુક્ય કરી દીધેલો. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે જાહેર કર્યું છે કે તેમના કાર્યકરો દરરોજ એક ટોલનાકા પર કબ્જો કરીને તેને ટોલમુક્ત કરશે.
* પૂણેના તાબૂત માર્ગ પર રહેતા કૈલાષ પ્યારેલાલ નંદાએ તાલિબાનનું સરનામું અને ઈ-મેલ એડ્રેસ માંગતી આરટીઆઈ અરજી કરી છે. નંદાની પીઆઈએલ અંગે સર્વોચ્ચ અદાલતના સેન્ટ્રલ પબ્લીક ઈન્ફર્મેશન ઓફિસરે જણાવી દીધું છે કે તેમની અરજી પીઆઈએલની માર્ગદર્શિકા મુજબની નથી.
* કોલસા મંત્રાલયે છત્તીસગઢ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ઓડિશા માઈનિંગ કોર્પોરેશનના કોલ બ્લોકની ફાળવણી રદ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે મંત્રીઓના જૂથે ખાનગી ક્ષેત્રની ૫૧ કંપનીઓને ફાળવાયેલા ૩૧ કોલ બ્લોક્સની સમીક્ષા પૂરી કરી છે. સરકારે ૧૩ કોલ બ્લોકની ફાળવણી રદ કરવાના અને અન્ય ૧૪ કોલ બ્લોકમાં બેંક ગેરંટી કાપવાની ભલામણને મંજૂરી આપી છે.

આંતરરાષ્ટ્રીય
* એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે દુનિયાભરમાં અજગરની ચામડીના વધી રહેલા વેપારના કારણે અજગરની કેટલીક પ્રજાતિઓનું અસ્તિત્વ જોખમમાં છે. યુરોપમાં હેન્ડ બેગ અને ફેશનની અન્ય વસ્તુઓમાં અજગરની ચામડીનો ઉપયોગ વધી રહ્યો છે. આમ તો અજગર અને અન્ય સર્પોની ચામડીનો વેપાર ગેરકાયદેસર છે પણ સામાન્ય લોકોમાં સર્પો પ્રત્યેના અણગમાના કારણે આ જીવોને બચાવવા માટેના અભિયાનોને ખાસ સમર્થન મળતું નથી.
* સિરિયાની સરકાર પર આરોપ મૂકાયો છે કે તેમના એક લડાકૂ વિમાને એક રમતના મેદાન પર કલ્સ્ટરબોમ્બ ફેંકતા દસ બાળકોના મૃત્યુ થયા છે. સિરીયાની રાજધાની દમસ્કસ પાસે આવેલા એક ગામના મેદાન પર બોમ્બ ફેંકવાની આ ધટનાના વિડિયો ઇન્ટરનેટ પર ફરી રહ્યાં છે. આ અંગે માનવ અધિકાર સંસ્થાઓએ ભારે હોબાળો મચાવ્યો છે. અને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ બંધ કરવાની માંગ કરી છે.
* અલ કાયદાના પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેનને શોધવામાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએની મદદ કરનાર પાકિસ્તાની ડોકટર શકીલ અફ્રીદીએ જેલમાં ભૂખહડતાળ શરૃ કરી છે. શકીલના ભાઇ જમીલ અફ્રીદીએ દાવો કર્યો છે કે જેલમાં તેમની સાથે ભારે દુર્વ્યવહાર થાય છે. ઉલ્લેખનીય છે કે સીઆઇએને મદદ કરવાના આરોપસર શકીલ અફ્રીદીને પાકિસ્તાને જેલ ભેગા કરી દીધા છે.
* અમેરિકાના જોવન બેલ્ચર નામના એક ફુટબોલ ખેલાડીએ તેની ૨૨ વર્ષીય પ્રેમિકા કેસેન્ડ્રા પરકિસની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ ગોળી ખાઇને આપઘાત કરી લીધો. આ દુખદ બનાવથી કેસેન્ડ્રાની ત્રણ મહિનાની પુત્રી અનાથ બની ગઇ છે. જાણવા મળ્યું છે કે બેલ્ચર અને કેસેન્ડ્રા વચ્ચે નજીવી તકરાર થઇ હતી.
* એન્ટી- વાયરસ સોફ્ટવેરના પ્રણેતા જ્હોન મેક્અફીની પોલીસે ધરપકડ કરી છે. અમેરિકાના બેલિઝે ખાતે પોતાના પાડોશીની હત્યાના બનાવ બાદ નાસતા ફરી રહેલા મેકઅફી પકડાયા હોવાનો દાવો તેમના બ્લોગ પર કરવામાં આવ્યો છે. મેકઅફીએ દાવો કર્યો છે કે એક સ્થાનિક રાજકારણીને ડોનેશન ન આપવા બદલ સત્તાવાળાઓ તેમને ફસાવી રહ્યા છે અને તેમને જીવનું જોખમ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved