Last Update : 03-December-2012, Monday

 

બ્રિટીશ મેગેઝિન 'ધ ઇકોનોમિસ્ટ' મુજબ
મોદી સામે કોંગ્રેસમાં પી. ચિદમ્બરમ વડાપ્રધાનપદના સબળ ઉમેદવાર

નાણા પ્રધાન બન્યા પછી ચિદમ્બરમની સંભાવના વધીઃ મુલાયમ પણ મેદાનમાં

નવી દિલ્હી/લંડન, તા. ૨
ભારતના આગામી વડાપ્રધાન તરીકે હાલના કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમ કોંગ્રેસના યોગ્ય ઉમેદવાર હોઇ શકે છે તેમ બ્રિટનના પ્રતિષ્ઠિત મેગેઝિન ધ ઇકોનોમિસ્ટે દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે ભાજપ દ્વારા હાલમાં જ્યારે આ પદના તેના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર સર્વસંમતિ સધાઇ રહી છે તે જોતાં ચિદમ્બરમ જ યોગ્ય ઉમેદવાર છે. હાલમાં લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીના નામનો ગણગણાટ થઇ રહ્યો છે ત્યારે મેગેઝિને આપેલી આ સલાહે આ અંગેની ચર્ચાને એક નવી દિશા આપી છે. સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહે પણ આ હોદા માટે તેમના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.
ધ ઇકોનોમિસ્ટે જણાવ્યું છે કે ચિદમ્બરમનો વૃધ્ધિ આધારિત દેખાવ દેશને અત્યંત જરૃરી ધક્કો મારી શકે છે. ફુલેલા ગાલ અને ચશ્મામાં આત્મસંતોષી જણાતા ૬૭ વર્ષીય ચિદમ્બરમ કોંગ્રેસ પાર્ટીના એક મજબત અને અનુભવી રાજકારણી છે. લાંબાસમયથી પ્રધાન રહેલાં ચિદમ્બરમ મોટુ મગજ ધરાવતાં દક્ષિણના રાજકારણી છે.
ચિદમ્બરમાં વખાણમાં ઇકોનોમિસ્ટે જણાવ્યું હતું કે અંગ્રેજી પર સારુ પ્રભુત્વ ધરાવતાં ચિદમ્બરમ અર્થતંત્રના સારા જાણકાર છે અને તેઓ સોનિયા ગાંધીના વિશ્વાસુ પણ છે. આમ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાધી નહિ પરંતુ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ છે.
'જો સોનિયા ગાંધી તેમના પર વિશ્વાસ કરતા હોય તો તેઓ વડાપ્રધાન માટે એકદમ યોગ્ય છે. મનમોહન સિંહ ૨૦૧૪માં ૮૦ની વય વટાવી જશે અને રાહુલ હજુ પણ આ હોદા માટે તૈયાર નથી. ચિદમ્બરમ પાસે રાષ્ટ્રને ચલાવવા માટે યોગ્ય શક્તિ છે. તઓ યુપીએના લોકપ્રિય કેશ ટ્રાંસફર સ્કીમ (સીટીએસ)ના આર્કિટેક્ટ પણ છે.'
વધુમાં મેગેઝિને કહ્યું હતું કે હાલના તબક્કે ચિદમ્બરમ કે તેમના પક્ષના કોઇ હરીફને વડાપ્રધાનપદના વિશ્વસનીય ઉમેદવાર તરીકે જોવું મુશ્કેલ છે. કોંગ્રેસ માટે પ્રોત્સાહક બાબત એ છે કે ભાજપના નેતાઓ આ હોદા માટે એકબીજાનું પત્તું કાપવામાં વ્યસ્ત છે. જો છેવટે તે નરેન્દ્ર મોદી પર કળશ ઢોળે તેમ છે. તેઓ રાજ્યમાં ફેરચૂંટણીમાં તાકાત બતાવવાની ધારણા સેવે છે. પરંતુ કટ્ટર હિંદૂ તરીકેની તેમની છાપ તેમને રાષ્ટ્રનું સમર્થનથી દૂર લઇ જાય તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મેગેઝિને અગાઉ રાહુલ ગાંધીને 'ગૂંચવાડાભર્યા' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અત્યારસુધી રાહુલ ગાંધીએ રાજકારણી તરીકે કોઇ ચોક્કસ તાકાત બતાવી નથી.
મેગેઝિને પી. ચિદમ્બરમને કોંગ્રેસ પક્ષ માટે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે યોગ્ય હોવાનું જણાવી એક નવી ચર્ચાને વેગ આપી છે. તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમ સિંહ પણ હવે તેમનીરીતે મેદાનમાં આવ્યા છે.
પોતે વડાપ્રધાનપદની રેસમાં છે કે કેમ તેવા સવાલના જવાબમાં મુલાયમે કહ્યું હતું કે 'હું વડાપ્રધાનપદની રેસમાં નથી. હું મુખ્યપ્રધાન બનવાની રેસમાં પણ નહતો. પરંતુ મને સંજોગોથી તે હોદો મળ્યો હતો. વધુ પરિસ્થિતિ પર આધારિત હોય છે.'
મુલાયમના નિવાસસ્થળે ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ દત્ત તિવારી સાથે મીડિયાને તેઓ સંબોધી રહ્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજતિલક કર્યા વિના ઉદ્ધવ ઠાકરે પક્ષની વારસાગત જવાબદારી સંભાળશે
ચેન્નાઈના યુવાનની રૃ. ૫૦ લાખના ડ્રગ્સ સાથે એરપોર્ટ પર ધરપકડ

ગુજરાતની ચૂંટણીમાં શહેરના નેતાઓ કામે લાગી જતાં મુંબઈ ઠંડંુગાર!

ઉત્તર પ્રદેશમાં સપા નેતા મુલાયમ સિંહનું મંદિર બનશે
કોર્ટે નામધારીના રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા
ભારતીય ઓલિમ્પિક સંઘ પર પ્રતિબંધ મુકવો યોગ્ય છેઃબિન્દ્રા

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા ૬૩૨નો પડકાર આપ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીઃન્યુઝીલેન્ડ સામે ભારતનો ૪-૨થી વિજય

એકાએક ધનપતિ બની જતાં ખુશીના બદલે ટેન્શન વધી જાય છે

મહિલાઓને તીરછી નજરે નીરખવામાં પુરુષો કરતાં મહિલાઓ મોખરે!
યાહુને ૨.૭ અબજ ડોલર ચુકવવા મેક્સિકન કોર્ટનો આદેશ

હવે સંકેલીને મૂકી શકાય તેવા મોબાઇલ ફોન આવશે

એસએમએસ યુવાન થયો ૨૧મા વર્ષે જોકે ચલણ ઘટયું
બાંગ્લાદેશે બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૧૬૦ રનથી હરાવ્યું
જાડેજા-કમલેશ વચ્ચે ૨૭૪ રનની નોટઆઉટ ભાગીદારી
 
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved