Last Update : 03-December-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩-૧૨-૨૦૧૨, સોમવાર
કારતક વદ પાંચમ - વૃદ્ધિતિથિ
પૃથ્વી પર યુદ્ધ, કલહ, કુદરતી આપત્તિ
હવામાનમાં ફેરફાર?

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૫૫ મિ. (સૂ) ૭ ક. ૫૦ મિ. (મું) ૭ ક. ૪૬ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુષ્પ રાત્રે ૪ ક. ૨૬ મિ. (૨૮ ક. ૨૬ મિ.) સુધી પછી આશ્લેષા રાત્રે ૪ ક. ૨૬ મિ. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા શાતિ
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-તુલા, ગુરૃ-વૃષભ
શુક્ર-તુલા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ૨૫૩૯
ઉત્તરાયણ હેમંત ઋતુ રા.દિ. મા/૧૨
માસ, તિથિ, વાર ઃ કારતક વદ પાંચમને સોમવાર (વૃદ્ધિ તિથિ)
- આજે વદ પાંચમ વૃદ્ધિતિથિ છે. અશુભ.
- પૃથ્વી પર યુદ્ધ, કુદરતી આપત્તિ રહે.
- કોઈ સ્થળે વરસાદ થાય! હિમ પડે.
- વેપારીઓને ભય! રૃપાં મંદી?
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૧૮ રોજ રશ્ને

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ બજારોમાં વધઘટ જણાય. ધંધાના કામમાં, બજારોના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી, નોકરીમાં કામની ચિંતા-વ્યસ્તતા રહે.
વૃષભ ઃ યાત્રા પ્રવાસ-મુલાકાત રહે. નોકરી-ધંધાના કામ માટે માનસિક પરિતાપ રહે. પરંતુ જોખમી નિર્ણય કરવો નહીં. વિવાદ કરવો નહીં.
મિથુન ઃ શેરોની વધઘટમાં, સોના-ચાંદી-અનાજની વધઘટમાં વેપાર ધંધો કરવામાં સાવધાની રાખવી. ક્ષણિક અંશતઃ લાભ થાય.
કર્ક ઃ માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો આવ્યા કરે. નોકરી-ધંધાના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી.
સિંહ ઃ સગાસંબંધી, મિત્રવર્ગના કારણે, નોકરી ધંધાના કામ અંગે ચિંતા-ખર્ચ રહે. જવાબદારીમાં વધારો થાય. નવું કામ કરવું પડે.
કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. પુત્રપૌત્રાદિકનું કામ થાય. વ્યવહારિક, સામાજિક, રાજકીય કામની વ્યસ્તતા રહે.
તુલા ઃ નોકરી-ધંધાના, ઘર-પરિવારના, આડોશ-પાડોશ તેમજ બેંકના કામમાં, સરકારી કામમાં વ્યસ્તતા રહે. જવાબદારી રહે.
વૃશ્ચિક ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, નોકરી-ધંધાની કામમાં ધ્યાન આપી શકો. સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં સાનુકૂળતા રહે.
ધન ઃ બજારોની વધઘટમાં, શેરોની, સોના-ચાંદી-અનાજના, કાગળ, કાપડના, પ્રિન્ટીંગના ધંધામાં નોકરીમાં, આરોગ્યમાં સંભાળવવું પડે.
મકર ઃ આનંદથી તમારું અંગત કામ કરી શકો. નોકરી-ધંધાના કામમાં આનંદ રહે. સરકારી, રાજકીય, ખાતાકીય કામની જવાબદારી રહે.
કુંભ ઃ નોકરી-ધંધાની કામમાં, બેંકના કામમાં ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સરકારી, ખાતાકીય કામમાં ચિંતા-રૃકાવટ જણાય.
મીન ઃ પુત્ર પૌત્રાદિકના, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય. શેરોની લે-વેચમાં જોખમ કરવું નહીં.

જન્મતારીખ વર્ષ સંકેત
તા. ૩ ડીસેમ્બર
આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ કૌટુંબીક પ્રશ્નમાં, સગા સંબંધી-મિત્રવર્ગના પ્રશ્નમાં ચિંતા-ખર્ચનું રહે. સારા સંબંધોમાં મનદુઃખ થાય. મકાન-વાહન-મિલ્કતના પ્રશ્ને ચિંતા ખર્ચ રહે.
* નોકરી-ધંધામાં જોખમી કર્યો વગર શાંતિથી પોતાની કામગીરી, જવાબદારીમા ધ્યાન આપવું. અન્યના દોરવાય દોરવાઈ જવું નહીં. કોઈની દેખાદેખીમાં નુકસાની, પરેશાની ભોગવવી પડે.
* આરોગ્યની કાળજી રાખવી. વધુ પડતા શ્રમ-દોડધામમાં એકદમ બિમાર થઈ જાવ, ખર્ચો થઈ જાય.
* સ્ત્રી વર્ગને અવાર નવાર પિયરપક્ષની ચિંતા રહે. આડોશ, પાડોશ, મિત્રવર્ગના કારણે શાંતિ જણાય નહીં.
* વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં પીછે હઠ થાય. કારકિર્દીને અસર પહોંચે.

 

 

સુપ્રભાતમ્

- જે સેવકો શાસકના ક્રોધ અને ખુશીની બાબતોને સારી રીતે સમજી લે છે તે પછીથી કોપાયમાન રાજાને પણ ધીમે ધીમે- ધીરજથી વશ કરે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ઘૂમ્મસ હતું અને મોટર આગળને આગળ જઈ રહી હતી.. સામે કશું જ દેખાતું ન હોતું. બાજુમાં બેઠેલી પત્ની લીલીએ પતિ છગનને કહ્યું, ‘‘ગાડી સાઈડમાં લઈને કાચ લુછી નાંખો ને ! આ ઘૂમ્મસમાં ક્યાંક એકસીડન્ટ થઈ જશે.’’
‘‘કંઈ અર્થ નથી તો પણ’’ છગન બોલ્યો.
‘‘કેમ, એમ કહો છો ?’’ લીલી કશું સમજી નહીં.
‘‘હું ચશ્મા ઘરે ભૂલી ગયો છું.’’ છગન બોલ્યો.

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક મીઠાઈ વરાયટી

પનીરનાં ગુલાબજાંબુ

 

સામગ્રી ઃ એક કિલો પનીર, ૨૫૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ મેંદો, અડધી ચમચી બેકંિગ પાઉડર, ઇલાયચી ખાંડેલી, ઘી, સાકર.

 

રીત ઃ દૂધ ફાડીને પનીર બનાવવું. દૂધમાં જરાક ફટકડીનું પાણી નાખી ફાડવું. પછી કપડામાં પનીર બાંધવું. પાણી અંદરથી નીકળી જાય એટલે બહાર કાઢી ખૂબ મસળવું. પછી અંદર માવો, મેંદો નાખી પાછું મસળીને લીસું બનાવવું. માવાને પહેલાં છૂટો કરવો. અંદર કણી રહેવી જોઈએ નહીં. ઇલાયચી નાખવી. પછી આમાંથી લૂઓ લઈ, ગોળ વાળી અંદર એક એક સાકરિયો મૂકી, બરાબર બંધ કરી, ઘીમાં તળવા, એક તારની ચાસણી બનાવી તળેલા ગુલાબજાંબુ અંદર નાખી થોડી વાર રાખી બહાર કાઢી લેવા.

[Top]
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved