Last Update : 01-December-2012, Saturday

 

આધાર યોજનાને પડકારતી રીટ સુપ્રીમે કેન્દ્રનો જવાબ માગ્યો

આધારને લોકસભાની મંજૂરી જ નથી મળી ઃ સુપ્રીમ સ્ટે આપશે તો કેશ ટ્રાન્સફર યોજના ખોરંભે પડશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૩૦
કેન્દ્ર સરકારની બહુચર્ચિત 'આધાર' યોજનાનું અમલીકરણ સંસદની મંજૂરી વગર જ કરાયું હોવાનો આક્ષેપ કરતી અરજીના સંદર્ભે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારનો ખુલાસો માગ્યો છે. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત દરેક ભારતીયને એક યુનિક આઈડેન્ટિટી નંબર આપવાનો ઉદ્દેશ છે.
યોજનાને પડકારતી અરજીમાં જણાવાયું છે કે નેશનલ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા બિલ, ૨૦૧૦ ત્રીજી ડિસેમ્બર, ૨૦૧૦થી રાજ્યસભામાં છે. ત્યારે 'આધાર'નો અમલ કરવાનો સરકારનો નિર્ણય શંકાસ્પદ છે. સુપ્રીમ આ મુદ્દે અરજદારની તરફેણમાં નિર્ણય લે તો સરકારની મહત્ત્વાકાંક્ષી રોકડ ટ્રાન્સફર યોજના ખોરંભે ચડે તેવી શક્યતા છે.
મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીર અને ન્યાયાધીશ એલમેશ્વરે આ મુદ્દે જવાબ આપવાની નાણા મંત્રાલય, આયોજન પંચ અને યુઆઈડીએઆઈને નોટિસ ફટકારી છે. કર્ણાટક વડી અદાલતના નિવૃત્ત જજ કે.એસ. મુત્તુસ્વામી અને અન્ય એક વકીલે દરેક ભારતીયોને 'આધાર' આપવાના સરકારના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે.
આ યોજનાને કાયદાકીય ટેકો આપતું નેશનલ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા બિલ, ૨૦૧૦ રાજ્યસભામાં પડયું છે. આ બિલને રાજ્યસભાએ સ્ટેન્ડિંગ કમિટિ (નાણા)ને સોંપ્યું હતું પણ કમિટિએ ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ બહુમતીથી ફગાવી દીધું હતું.
સરકારે આધાર નંબર પૂરા પાડવા માટે ૨૮મી જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ યુઆઈડીએઆઈની રચના કરી હતી. પણ સરકારને તેના જાહેરનામાનો અમલ કરતી અટકાવવા નિર્દેશો આપવાની પણ આ અરજીમાં વિનંતી કરાઈ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved