Last Update : 01-December-2012, Saturday

 

ચૂંટણી પંચ ગમે તેની રોકડ જપ્ત ન કરી શકે
ચૂંટણીમાં રોકડ જપ્તી માત્ર રાજકીય પક્ષોના કાર્યકરો પૂરતી જ ઃ સુપ્રીમ

સામાન્ય લોકોની હેરાનગતિ ન થવી જોઈએ વિધાનસભા ચૂંટણી સુધી આદેશ અમલી રહેશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૩૦
સર્વોચ્ય અદાલતે આજે ચૂંટણીલક્ષી આચારસંહિતા લાગુ કરાયેલ ગુજરાતમાં હેરફેર કરાતી રોકડ રકમની તપાસ અને જપ્તીના આદેશમાં સુધારો કરવાનો હુકમ કરતા સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ ૫૦ હજાર રૃપિયાથી વધુ રોડક લઈને જતા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને કાર્યકરોને જ લાગુ પાડી શકાય.
ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રૃા. ૨.૫ લાખ થી મોટી રોકડ જપ્ત કરવાના આદેશમાં સુધારો કરવા ચૂંટણીપંચ સંમત થયા બાદ ન્યાયમૂર્તિઓ ડી.કે. જૈન અને મદન બી લોકુરની બનેલી બેન્ચે વચગાળાનો હુકમ આપ્યો હતો. બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે આ આદેશ રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ અને કાર્યકરોને લાગુ કરી શકાય અને સામાન્ય પ્રજાજનોને આ નિયમથી હેરાનગતિ ન થવી જોઈએ. બેન્ચે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સુધી આ વચગાળાનો હુકમ લાગુ રહેશે અને બાદમાં આ અંગે વ્યવસ્થિત વિચારણા થશે.
ગુજરાત હાઈકોર્ટના રૃા. અઢી લાખથી વધુની રોકડ રકમની જપ્તીને ગેરબંધારણીય ઠરાવીને ચૂંટણી પંચના આદેશને રદ કરતા ચુકાદા સામે પંચે સર્વોચ્ય અદાલતમાં ભાગ્યોદય જન પરિષદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વિરૃદ્ધ કરેલી અપીલ અંગે બેન્ચે નોટિસ જાહેર કરી હતી અને ભાગ્યોદય જન પરિષદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો પ્રતિભાવ માંગ્યો હતો.
ભાગ્યોદય જનપરિષદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની પીઆઈએલ અંગે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી આચારસંહિતા લાગુ કરાયેલ ગુજરાતમાં હેરફેર કરાતી રૃા. અઢી લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરવાનો ચૂંટણી પંચનો આદેશ ગેરબંધારણીય છે. હાઈકોર્ટે આ આદેશ મુજબની કામગીરી તુરંત અટકાવવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈપણ વાહનને અટકાવીને અઢી લાખ રૃપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરવાનો ચૂંટણીપંચે પોતાના અધિકારીઓને આપેલો આદેશ બંધારણની ૨૧મી કલમનો ભંગ કરે છે અને આ કામગીરી ચૂંટણીપંચની સત્તા બહારની છે. હાઈકોર્ટે આધારભૂત માહિતી વિના આડેધડ વાહનોની ચકાસણી કરવા અંગે ચૂંટણીપંચને મનાઈ ફરમાવી હતી.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ગુજરાતમાં નાણાની હેરફેર અટકાવવા ૫૮૭ સ્ટેટિક સર્વેલન્સ ટીમ (એસએસટી) અને ૧૮૨ ફલાઈંગ સ્કવોડ લાગુ કરી હતી જેમણે અત્યાર સુધીમાં રૃા. ૨૨.૫૬ કરોડની બેહિસાબી રોકડ રકમ જપ્ત કરી હતી. જેમાંની રૃા. ૨૨.૨૦ કરોડ ઈન્કમટેક્સ ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતાં. ચૂંટણીપંચના આ અભિયાનથી વેપારી સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved