Last Update : 01-December-2012, Saturday

 

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાનના ભાજપને રામરામ...
યેદીયુરપ્પાનું ભાજપમાથી રાજીનામુ નવમી ડિસ.એ નવા પક્ષની જાહેરાત

શેટ્ટાર સરકાર કાર્યકાળ પૂરો કરે તેવી ઇચ્છા ઃ ગડકરી બોલેલું ફરી ગયાનો આક્ષેપ

(પીટીઆઈ) બેંગલોર, તા. ૩૦
ભાજપ સાથે ૪૦ વર્ષ જુનો સંબંધ તોડતા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદીયુરપ્પાએ આજે તેમના વિધાનસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. પરંતુ તેઓ કર્ણાટકની વર્તમાન જગદીશ શેટ્ટાર સરકારને અસ્થિર કરશે નહીં. તેઓ નવમી ડિસેમ્બરના રોજ તેમના નવાપક્ષ 'કર્ણાટક જનતા પાર્ટી'ની વિધિવત જાહેરાત કરશે.
દક્ષિણ ભારતમાં ભાજપે સૌથી પહેલી સરકાર કર્ણાટકમાં બનાવી છે અને ભાજપને સત્તા પર લાવવામાં યેદીયુરપ્પાનો ફાળો ઘણો મહત્વનો ગણાય છે. ભાજપ સાથે છેડો ફાડતી વખતે લાગણીશીલ બનેલા યેદ્દીયુરપ્પાએ જણાયું હતું કે તેમણે રાજીનામું પક્ષપ્રમુખ નિતીન ગડકરીને મોકલી આપ્યું છે. આગામી વર્ષે મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી છે ત્યારે યેદીયુરપ્પાનો પક્ષ ત્યાગ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
બેંગલોરના ફ્રીડમ પાર્ક સાથે સમર્થકોની રેલીને સંબોધન બાદ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આ રેલી સાથે વિધાનસભા ગયા હતાં અને વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આજના દિવસને તેમણે અવિસ્મરણીય અને દુઃખદ ગણાવ્યો હતો. ૭૦ વર્ષીય લિંગાયત નેતાએ જણાવ્યું હતું કે ૪૦ વર્ષ સુધી જેની સાથે ધનિષ્ઠ સંબંધ હતો તેવા ભાજપને આજે તેઓ છોડી રહ્યા છે. ભાજપમાં કેટલાક લોકોએ છેતરીને પીઠમાં છરો ભોંક્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
બીજી બાજુ કર્ણાટકની વર્તમાન શેટ્ટાર સરકારની સ્થિરતા પર યેદીયુરપ્પાના આ પગલાની કોઈ અસર થશે નહીં. યેદીયુરપ્પા નવમી ડિસેમ્બરના રોજ તેમના પક્ષ 'કર્ણાટક જનતા પાર્ટી'ની જાહેરાત કરશે. તેમણે તેમના સમર્થક ધારાસભ્યો અને પ્રધાનોને રાજીનામુ ન આપવાની વિનંતી કરતા જણાવ્યું હતું કે કર્ણાટકની વર્તમાન સરકાર તમો કાર્યકાળ પૂરો કરે તેવું તેઓ ઇચ્છે છે. ભાજપે તેમને ઘણું આપ્યું છે. અને તેમણે ભાજપને ઊભું કરવા માટે આખું જીવન સમર્પિત કરી દીધું હતું. તેમણે ઉમેર્યું હતુે ક, હું માત્ર ભાજપના લોકોના કારણે જ પક્ષ છોડી રહ્યો છું. કેટલાક લોકો હું ભાજપમાં રહું તેવું ઈચ્છતા ન હોતા.
ઉલ્લેખનીય છે કે ગેરકાયદે માઈનિંગ અંગેના લોકાયુક્તના અહેવાલમાં યેદીયુરપ્પાનું નામ આવતા તેમને જુલાઈ ૨૦૧૧માં કર્ણાટક મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. દરમિયાન ભાજપ પ્રમુખ નિતીન ગડકરી વચન પાળવામાં નિષ્ફળ ગયા હોવાનો યેદીયુરપ્પાએ આક્ષેપ મુક્યો હતો. તેમણે ગડકરીની ટીકા કરતાં જણાવ્યું હતું કે પક્ષ પ્રમુખે તેમને આપેલા વચનોમાંથી એક પણ પાળ્યું નથી. જુલાઈ ૨૦૧૧માં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું લઈને ગડકરીએ માઈનીંગ કેસમાં યેદીયુરપ્પાને કિલનચીટ મળે પછી ફરીથી મુખ્યપ્રધાન બનાવવાનું વચન આપ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved