Last Update : 01-December-2012, Saturday

 

યુપીએ સરકારની મહત્વકાંક્ષી
કેશ ટ્રાન્સફર યોજના પર ઝડપથી કામ કરવા વડાપ્રધાનનો આદેશ

૧ જાન્યુઆરી ૨૦૧૩થી આ યોજનાનો અમલ કરવા જાહેરાત કરાઇ છે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ યોજનાનો ઝડપથી અમલ કરવા પર ભાર મૂકતા વડાપ્રધાન કાર્યાલયે વિભિન્ન મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ આપ્યા છે કે આ કાર્યક્રમના અમલ માટે ગંભીરતાપૂર્વક કાર્ય કરવામાં આવે.
સરકારે કેટલીક યોજનાઓમાં ગરીબ લાભાર્થીઓને પ્રથમ જાન્યુઆરીથી સહાય રકમ ડાયરેક્ટ તેમના ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે યુપીએ સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં આ યોજનાનો લાભ મેળવવા માંગતી હોવાથી તે આ યોજનાને ઝડપથી અમલમાં મૂકવાના તમામ પ્રયાસો કરી રહી છે.
વડાપ્રધાનના મુખ્ય સચિવ પુલોક ચેટર્જીએ કેન્દ્ર સરકારના નવ સચિવોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હું તમને તમારા વિભાગની પસંદગી કરાયેલ યોજનાઓમાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરને અમલમાં મૂકવા માટે ગંભીરતાપૂર્વક કાર્ય કરવા જણાવુ છું.
૨૬ નવેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં મળેલ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અંગેની રાષ્ટ્રીય કમિટીની પ્રથમ બેઠક પછી આ પત્રો લખવામાં આવ્યા છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે એ વસ્તુ પર ભાર મૂકવાની જરૃર છે કે આ યોજના કોઇ પણ મુશ્કેલી વગર પ્રથમ ૫૧ જિલ્લાઓ અને ત્યારબાદ અન્ય સ્થળોએ અમલમાં મૂકવામાં આવે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સૌ પ્રથમ લાભાર્થીઓના આધાર નંબર સાથેની કોમ્પ્યુટરાઇઝ્ડ યાદી તેયાર કરવા પર ભાર મૂકવાની જરૃર છે. આ યોજનાના અમલીકરણ માટે આ યાદી ખુબ જ મહત્વ ધરાવે છે. આ યાદી તૈયાર કરવા માટે જિલ્લા સ્તરે ધ્યાન આપવાની જરૃર છે.
ચેટર્જીએ સચિવોને જણાવ્યું છે કે તેમને આ સંદર્ભમાં યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(યુઆઇડીએઆઇ) અને ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ફરમૈશન ટેકનોલોજી દ્વારા જરૃરી તમામ સહાય કરવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved