Last Update : 01-December-2012, Saturday

 

ભૂતપૂર્વ વડાપ્રધાન ને સોવિયેત સંઘના પૂર્વ રાજદૂત
આઇ.કે. ગુજરાલનું લાંબી માંદગી બાદ અવસાન

આજે બપોરે ત્રણ કલાકે દિલ્હીમાં અંતિમ વિધિ ઃ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

(પી.ટી.આઇ.) ગુડગાંવ, તા. ૩૦
નેવુંના દાયકાના અંતિમ તબક્કામાં ભારતનું સુકાન સંભાળનાર ભૂતપૂર્વ વડાપ્રધાન આઇ. કે. ગુજરાલનું આજે ૯૨ વર્ષે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. ફેફસામાં ચેપ લાગવાને કારણે તેમને ૧૯ નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમણે બપોરે ૩.૨૭ કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. આવતીકાલે દિલ્હી નજીક બપોરે ત્રણ કલાકે પૂર્વ વડાપ્રધાન જગજીવન રામના મેમોરિયલ સમતા સ્થળ નજીક તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાલના બે પુત્રોમાંથી એક નરેશ ગુજરાલ અકાલી દળના નેતા અને રાજ્યસભાના સાંસદ છે. તેમનો પાર્થિવ દેહ મધ્ય દિલ્હીમાં આવેલાં તેમના નિવાસ્થળે શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે મુકવામાં આવશે. કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
તેઓ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા અને વધતી વયને કારણે તેમનાં અનેક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા. એક વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર રહેલાં ગુજરાલને છાતીમાં જોરદાર ચેપ લાગ્યો હતો. જે તેમના અવસાનનું કારણ બન્યું હતું. તેઓ ૧૯૯૭માં જનતાદળની આગેવાનીમાં સંયુક્ત મોરચાની સરકારમાં વડાપ્રધાન હતા.
દેશના ભાગલા પછી પાકિસ્તાનથી ભારત આવેલા ગુજરાલ નસીબના જોરે દેશના વડાપ્રધાન બની ગયા હતા. તેઓ ૫૦ના દાયકામાં એનડીએમસીમાં ઉપપ્રમુખ બન્યા બાદ કેન્દ્રીય પ્રધાન બન્યા હતા અને પછી યુએસએસઆરમાં ભારતના રાજદૂત તરીકેની જવાબદારી પણ તેમણે સંભાળી હતી.
પાડોશી દેશો સાથે સારા સંબંધો સ્થાપવા માટે પાંચ સિદ્ધાંતો 'ગુજરાલ ડોક્ટ્રાઇન'ના ઘડવૈયા ઇન્દર કુમાર ગુજરાલે ૮૦ના દાયકામાં કોંગ્રેસને છોડીન જનતા દળમાં જોડાયા હતા. ૧૯૮૯માં વી.પી. સિંહની આગેવાની હેઠળની સરકારમાં તેઓ વિદેશી બાબતોના પ્રધાન બન્યા હતા. તેમના કાળમા જ ઇરાકે કુવૈત પર હુમલો કર્યો હતો અને તેમાં હજારો ભારતીયો વિસ્થાપિત થયા હતા. ગુજરાલે ભારતીયોને ઠેકાણે પાડવાની કામગીરી કુનેહપૂર્વક પાર પાડી હતી.
તેઓ પછી વડાપ્રધાન એચ.ડી દેવેગોવડાની સરકારમાં પણ વિદેશ પ્રધાન બન્યા હતા. ૧૯૯૭માં કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લેતાં પછી તેમને હટાવીને ગુજરાલ વડાપ્રધાન બની ગયા હતા. લાલુ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ અને અન્ય યુનાઇટેડ ફ્રંટના નેતાઓ વચ્ચે ગંભીર મતભેદો સર્જાતાં ગુજરાલ સર્વસંમતિથી નેતા તરીકે ચૂંટાયા હતા.
જોકે આ અલગ વાત છે કે તેમની સરકાર માત્ર થોડાક મહિનાઓ સુધી ચાલી હતી કેમ કે કોંગ્રેસે રાજીવ ગાંધીની હત્યા અંગે જૈન કમીશને આપેલાં રિપોર્ટને પગલે ફરી વખત ટેકો પાછો ખેંચ્યો હતો.
ઝેલમ(હવે પાકિસ્તાનમાં)માં ચાર ડિસેમ્બર, ૧૯૧૯એ જન્મેલાં ગુજરાલ આઝાદીના લડવૈયાના કુટુંબના હતા. યુવા વયે તેઓ પણ આ લડાઇમાં સામેલ થયા હતા. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં તેઓ પણ જેલમાં ગયા હતા. ડીએવી કોલેજ, હૈલી કોલેજ ઑફ કોમર્સ અને ફોરમેન ક્રિસ્ચિયન કોલેજ, લાહોરમાં શિક્ષણ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓના રાજકારણમાં પણ સક્રિય રહ્યા હતા.
એપ્રિલ ૧૯૬૪માં રાજ્યસભાના સાંસદ બન્યા બાદ તેઓ ઇમર્જન્સી લદાઇ ત્યારે કેન્દ્રમાં માહિતી અને પ્રસારણ પ્રધાન હતા. તેઓ ૧૯૬૪થી ૧૯૭૬ વચ્ચે બે વખત રાજ્યસભાના સાંસદ હતા. ૧૮૮૯થી ૧૯૯૧માં તેઓ લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. લાલુ યાદવના ટેકાથી તેઓ ૧૯૯૨માં ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. પંજાબના જલંધરથી તેઓ ૧૯૯૮માં લોકસભાના સાંસદ બન્યા બન્યા. ૧૯૯૭માં તેમના શાસનકાળમાં ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરવાનો નિર્ણય વિવાદાસ્પદ ગણાવ્યો હતો. જોકે ત્યારના રાષ્ટ્રપતિ કે.આર.નારાયણને તેના પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કરી તેને ફેરવિચારણા માટે પાછી મોકલી હતી.

અવસાનના સમાચાર જાણ્યા બાદ સંસદ મોકૂફ રહી
કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ લોકસભા અને રાજ્યસભામાં આઇ.કે. ગુજરાલના અવસાનની જાહેરાત કરી હતી. જાહેરાતને પગલે જ બન્ને ગૃહોની કાર્યવાહી ઠપ થઇ ગઇ હતી.

દેશની વિદેશ નીતિમાં ગુજરાલનું મોટુ યોગદાન
સૌમ્ય અને સોબર રાજકારણી તરીકે જાણીતા ઇન્દર કુમાર ગુજરાલ બે વખત વિદેશ પ્રધાન રહી ચૂક્યા હતા. તેમની પર્સનાલિટી અને વાકપટુતાને કારણે તેઓ આ કામગીરી સારીરીતે નિભાવી શકતા હતા. દેશની વિદેશ નીતિમાં છાપ છોડી ગયા હોય તેવા તે જમાનાના ઘણાં ઓછા બૌદ્ધિક રાજકારણીઓમાં તેમની ગણના થતી હતી. તેમણે વિદેશ નીતિ અંગે એક પુસ્તક 'ગુજરાલ ડોક્ટ્રાઇન' (ભારતના નજીકના પાડોશી દેશો સાથે વિદેશી સંબંધોની બાબતમાં સિદ્ધાંતોનો એક સેટ) લખ્યું હતું. જે ભારતમાં જ નહિ તેની બહાર પણ ઘણી લોકપ્રિય થયું હતું.

ગુજરાલને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી
ભારતના પૂર્વ વડાપ્રધાન આઇ.કે.ગુજરાલને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિપક્ષના નેતાઓ, કોંગ્રેસના વડા સોનિયા ગાંધી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભાજપ પ્રમુખ નીતિન ગડકરી અને કેન્દ્રીય પ્રધાનો પણ આમાં જોડાયા હતા.
ગુજરાલના અવસાન અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી હતી.
પોતાના સંદેશમાં ગુજરાલને પોતાના લાંબાસમયના મિત્ર ગણાવીને વડાપ્રધાને કહ્યું હતું કે 'તેમના અવસાનથી ભારતે એક બુધ્ધિશાળી, એક ઉદાત અને નમ્ર રાજકારણીને ગુમાવ્યા છે. તેમના અભિપ્રાયો હું ઘણી વખત લેતો હતો અને તે મારા માટે ઘણાં અમૂલ્ય હતા.'
ગુજરાલના અવસાન બાદ તેમને શ્રૃદ્ધાંજલિ આપવામાં ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. પ્રમુખ નીતિન ગડકરીએ કહ્યું હતું કે 'તેઓ એક વર્સેટાઇલ રાજકારણી હતા અને અનેક હોદાઓ પર રહીને તેમણે દેશની સેવા કરી હતી. તેમની પાસે વિદેશી બાબતોની ઉંડી જાણકારી હતી.'
અનેક કેન્દ્રીય પ્રધાનોએ ગુજરાલને શ્રૃદ્ધાંજલિ આપી હતી. અનેક ઉદ્યોગપતિઓ પણ આમાં જોડાયા હતા. એનઆરઆઇ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલ ગુજરાલ સાથેના એક સંસ્મરણને વાગોળતાં જણાવે છે કે તેઓ ભારતના વડાપ્રધાન હતા ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે મને ફોન કરીને કહ્યું કે તેમને લોર્ડ પોલ ઑફ જલંધર તરીકે બોલાવવા જોઇએ. હું જલંધરમાં જન્મેલો છું તેમ તેઓ જાણતા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved