Last Update : 01-December-2012, Saturday

 

રાંધણ ગેસમાં સબસિડી અપાતા સિલિન્ડરની સંખ્યા વધારવા વિચારણા

સરકાર લોકોની હાલાકી જાણે છે, ટૂંક સમયમાં નિર્ણય લેવાશે ઃ મોઇલી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩૦
ખનીજ તેલ અને કુદરતી વાયુ મંત્રી એમ. વીરપ્પા મોઇલીએ આજે લોકસભાાં જણાવ્યું હતું કે સબસિડીયુક્ત રાંધણ ગેસના સિલિન્ડરની ટોચ મર્યાદા વધારવા અંગે સરકાર વિચારણા કરી રહી છે અને થોડા દિવસોમાં એ અંગે નિર્ણય લેવાશે.
સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન મોઇલીએ કહ્યું હતું, 'અમે છથી વધારે સબસીડીયુકત રાંધણ ગેસના સિલિન્ડર આપવા વિચારણા કરી રહ્યા છીએ અને થોડા દિવસોમાં એ નિર્ણય લેવામાં આવશે.' વિરોધ પક્ષના સભ્યોએ રાંધણ ગેસની સબસીડીના મુદ્દે સરકારને સાણસામાં લીધી હતી અને મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોના બોજામાં વધારો કરતા નિર્ણયને પાછો લેવાની મંગ કરી હતી ત્યારે મોઇલીએ કહ્યું કહ્યું હતું કે સરકાર એ અંગે વિચાર કરી રહી છે. મોઇલીએ કહ્યું હતું કે તેઓ નાણામંત્રી અને વડાપ્રધાન સાથે વાત કરશે કે આ મુદ્દે શું થઇ શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે મહિલાઓએ ભોગવવી પડતી હાલાકી વિશે સરકાર જાણે છે અને આ અંગે ઘણા લોકો તેમજ સાંસદોએ રજૂઆતો કરી છે.
અગાઉ વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે આવું પહેલી વખત બન્યું છે કે કોઇ સરકારે કુટુંબ દીઠ છ સબીસીડીયુક્ત રાંધણ ગેસના સિલિન્ડર આપવાની જાહેરાત કરી હોય. તેમણે કહ્યું હતું કે છથી વધુ સિલિન્ડરની જરૃરિયાતવાળા કુટુંબોને વધારાના પ્રતિ સિલિન્ડરે ૯૦૦ રૃપિયા ચૂકવવા પડશે. સ્વરાજે આ નિર્ણયને અયોગ્ય ગણાવતા કહ્યું હતું કે મોંઘવારી આભને આંબી રહી છે ત્યારે રાંધણ ગેસના સિલિન્ડરોને મર્યાદિત કરવાનો નિર્ણય પાછો લેવો જોઈએ.
મોઇલીએ જણાવ્યું હતું કે હાલમાં સરકાર રૃ. ૧,૬૪,૦૦૦ કરોડ સબસીડી પેટે ચૂકવે છે. તેમણે કહ્યું હતું, આપણી પાસે વધારાનો રાંધણ ગેસ નથી. દુનિયાના કુલ એલપીજીનો ૭૫ ટકા વપરાશ ભારત ખાતે થાય છે. બીજા દેશોમાં વીજળી અને ગેસ બંને વપરાય છે. જો કે મોઇલીની આ સ્પષ્ટતાથી ભાજપના સભ્યોને સંતોષ થયો નહોતો અને તેમણે સબસીડીયુકત રાંધણ ગેસના સિલિન્ડરની ટોચ મર્યાદા હટાવવા સૂત્રોચ્ચાર કર્યા હતાં. તૃણમૂલ કોંગ્રેસના સભ્યો પણ સૂત્રોચ્ચારમાં જોડાયા હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved