Last Update : 01-December-2012, Saturday

 

જુલાઇ- સપ્ટેમ્બરમાં વૃદ્ધિદર ઘટીને ૫.૩ ટકા
આર્થિક વૃદ્ધિદરમાં સતત ઘટાડો ઃ સરકારને ચિંતા

દાયકાની સૌથી નીચી સપાટીએ જવાનો ખતરો ઃ નબળું ચોમાસુ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ખરાબ પ્રદર્શન જવાબદાર

નવી દિલ્હી, તા. ૩૦
અર્થતંત્રમાં મંદીનું ચિત્ર રજૂ કરતાં એક અહેવાલમાં જુલાઇથી સપ્ટેમ્બરે પૂરા થયેલાં ત્રણ મહિના દરમિયાન આર્થિક વૃદ્ધિ દર ઘટીને ૫.૩ ટકા થયો હતો. જેના પગલે એવી દહેશત ઊભી થઇ છે કે આ મંદી દેશના આર્થિક વિકાસ દરને દાયકાની સૌથી નીચી સપાટીએ પહોંચાડી દેશે. કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે આ આંકડાને ધારણા કરતાં ઓછો ગણાવીને તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓછો વરસાદ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની નબળી કામગીરીને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે.
નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના પ્રથમ ત્રણ મહિના એપ્રિલથી જૂન દરમિયાન કુલ ઘરેલૂ પેદાશ (જીડીપી) ૫.૫ ટકા હતી. જે હવે વધુ ઘટીને જુલાઇથી સપ્ટેમ્બરે પૂરા થયેલાં ત્રણ મહિને ઘટીને ૫.૩ ટકાએ પહોંચી ગઇ છે. ગત નાણાકીય વર્ષના આ ગાળામાં આ ૬.૭ ટકા જેટલી ઉંચી હતી.
મુખ્યત્વે કૃષિ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોની મંદીને કારણે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાનના છ મહિનામાં આર્થિક વૃધ્ધિ દર ૫.૪ ટકા જેટલો થયો છે. જે અગાઉના વર્ષના આ સમયગાળામાં ૭.૩ ટકા જેટલો હતો. વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન સી. રંગરાજને જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિ દર ૫.૫-૬ ટકાની વચ્ચે થવો જોઇએ. હવે રિઝર્વ બેંક ફુગાવાના દરને નીચો લાવવા માટે તેની ધિરાણનીતિમાં ફેરફાર કરી રેટ નક્કી કરશે.
આયોજન પંચના નાયબ અધ્યક્ષ મોન્તેક સિંહ અહલુવાલિયાએ કહ્યું હતું કે 'આ અપેક્ષા કરતા નીચો દર છે. હું અવશ્યપણે માનું છુ કે આગામી છ મહિનો અવશ્યપણે સારો હશે. આંકડા મહત્વના નથી. ંમને લાગે છે કે હવે મંદી પૂરી થઇ છે અને સુધારાની શરૃઆત થઇ છે.'
વૃધ્ધિ દરના આંકડાના પ્રતિસાદમાં ઉદ્યોગના ચેમ્બરોએ જણાવ્યું હતું કે અર્થતંત્રને ફરી ઊંચા વૃધ્ધિ દર પર પાછા લાવવા માટે સુધારાને આગળ ધપાવવાની જરૃર છે. હાલમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં સુધારાના કોઇ સંકેતો ન હોવાને કારણે તે દિશામાં પગલાંની તાતી જરૃર છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આમિર ખાનને તેની કારકિર્દીની બીજી ફિલ્મ દિગ્દર્શિત કરવા માટે સ્ક્રિપ્ટ મળી
કરણ જોહરની આગામી ફિલ્મમાં શાહરૃખને સ્થાને રણબીર કપૂર
શાહિદ કપૂર અને ઇલેના ડિ'ક્રુઝ એકબીજાં પ્રત્યે આકર્ષાયા હોવાની અફવા
મનીષા કોઇરાલાની બીમારી વિશે જાણતા જ તેનો પરિવાર અને મિત્રો દોડી આવ્યા
સોનાક્ષી સિંહા માટે પૈસા કરતાં તેનું વજન વધુ કિંમતી
વિવાદિત લલિત ભનોત ફરી વખત આઇઓએના સેક્રેટરી તરીકે નિશ્ચિત

પોન્ટીંગની નિવૃત્તિની જાહેરાતથી તેંડુલકરમાં પણ હિંમત આવશે ?

ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
જીડીપી વૃદ્ધિ ઘટીને ૫.૩% ઃ RBI દ્વારા ૧૯, ડિસેમ્બરના વ્યાજ દર ઘટાડાની શક્યતા વધી
સોનામાં જારી રહેલી પીછેહઠ બે દિવસમાં રૃા. ૮૫૦નું ગાબડું
વર્ષમાં ઓછામાં ઓછો એક સોદો કરવાના નવા નિયમથી રોકાણકારો મુંઝવણમાં

કંપનીઓ દ્વારા બેન્ક લોનના બીજી વખત રિસ્ટ્રકચરિંગના કિસ્સામાં નોંધપાત્ર વધારો

ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ૩૩ ટકા ઘટશે
બાંગ્લાદેશે પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૭ વિકેટથી હરાવ્યું
સાઉથ આફ્રિકા ૨૨૫માં ખખડયું ઓસ્ટ્રેલિયાના બે વિકેટે ૩૩ રન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved