Last Update : 30-November-2012, Friday

 

સોશિયલ સાઇટ પર આપત્તિજનક ટિપ્પણી માટે કરાયેલ ધરપકડથી ચિંતિત
સુપ્રીમે આઇટી કાયદામાં સુધારા અંગે એટર્ની જનરલની મદદ માગી

કેસ ચાલે ત્યાં સુધી આવી ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી ન કરવાની વિનંતી ફગાવી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
સોશિયલ નેટવર્કિગ સાઇટો પર તાજેતરમાં આપત્તિજનક ટિપ્પણીઓ માટે લોકોની ધરપકડ અંગે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ઇન્ફોરમેશન અને ટેકનોલોજી કાયદામાં સંશોધન કરવાની સંમતિ દર્શાવી હતી અને આ માટેનો નિર્ણય લેવા એટર્ની જનરલ જી. ઇ. વહાણવટીની મદદ માંગી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ અલ્તમસ કબીરના નેતૃત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે તે તાજેતરની ઘટનાઓ અંગે સુઓ મોટો દાખલ કરવાની વિચારણા કરી રહી હતી. ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કોઇએ પણ અત્યાર સુધી આઇટી એક્ટની આ જોગવાઇને શા માટે પડકારી ન હતી.
ે દિલ્હીની વિદ્યાર્થી શ્રેયા સિંઘલ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની આગામી સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. જો કે અદાલતે આવા કેસોનો નિકાલ ન થાય ત્યાં સુધી સરકાર દ્વારા આવા ટિપ્પણી કરનાર લોકો વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરવાની અરજકર્તાની અપીલ ફગાવી દીધી હતી.
શિવસેનાના નેતા બાળ ઠાકરેના નિધન પછી મુંબઇ બંધ અંગે ટિપ્પણી કરનાર ૨૧ વર્ષની યુવતીની કરાયેલી ધરપકડનો શ્રેયા સિંઘલે પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. અરજકર્તાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે આઇટી એક્ટ, ૨૦૦૦ની કલમ ૬૬એની વાકયરચના વિશાળ અને અસ્પષ્ટ છે અને તેમાં સંશોધનની જરૃર છે.

તાજેતરના ફેસબુક સંબધી કેસના પગલે નિર્ણય
આઇટી એક્ટ હેઠળ ડીસીપી કક્ષાના પોલીસ અધિકારી જ કેસ નોંધી શકશે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
આઇટી કાયદાની કલમ ૬૬(એ) હેઠળ કરવામાં આવેલી ધરપકડ પછી થયેલા વિરોધને ધ્યાનમાં રાખી સરકારે નવી ગાઇડલાઇન જારી કરી છે. જે મુજબ આ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરતા પહેલા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ડીસીપી અને મેટ્રો શહેરોમાં ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ કક્ષાના અધિકારીની મંજુરી લેવી પડશે.
મહાનગરોમાં આઇજી સ્તરેથી કેસ નોંધવાની મંજુરી લેવી જરૃરી ઃ નવી ગાઇડલાઇન જારી
સુત્રોએ જણાવ્યું હતું કે સંબધિત પોલીસ અધિકારી કે પોલીસ સ્ટેશન ત્યાં સુધી કલમ ૬૬એ હેઠળ ફરિયાદ દાખલ કરી શકશે નહી જ્યાં સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ડીસીપી અને મેટ્રો શહેરોમાં આઇજીપી કક્ષાના પોલીસ અધિકારીની મંજુરી મળી જતી નથી.
બાળ ઠાકરેનાં નિધન પછી મુંબઇમાં બંધ જેવી સ્થિતિની ફેસબુક પર ટીકા કરવાના કારણે ગયા સપ્તાહમાં બે યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે સરકારે આઇટી કાયદાની કલમ ૬૬(એ) માટે નવા ગાઇડલાઇન જારી કરી છે. આ કલમ ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ઘૃણા ફેલાવવા સંબધિત છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનીષા કોઈરાલાને કેન્સર થયું હોવાના અહેવાલ ઃ હોસ્પિટલ મૌન
હિમેશ રેશમિયાની રૃા. ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાની ઇચ્છા
શંકરસિંહ વાઘેલા કપડવંજ વિધાનસભા બેઠક પરથી લડશે

સ્વ. હરેન પંડયાના પત્ની જાગૃતિ બહેન એલિસબ્રિજના જીપીપીના ઉમેદવાર

ભાજપમાં ઉમેવારોની પસંદગી સામે વિરોધ- દેખાવો અને રાજીનામાં

૨૦૧૩માં જન્મ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડ સર્વશ્રેષ્ઠ દેશ

૧૭ અબજ સૂર્ય જેટલું દળ ધરાવતું સૌથી મોટું બ્લેક હોલ શોધાયું
ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને અમેરિકા જાન્યુ.માં સજા જાહેર કરશે
પોન્ટીંગે સતત નિષ્ફળતા બાદ ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લીધી

પોન્ટીંગની નિવૃત્તિ સાથે ક્રિકેટ જગતમાંથી એક યુગનો અસ્ત

તેંડુલકરને ફરજ ના પાડી શકાય ઃ ગંભીર
ન્યુઝીલેન્ડ શ્રીલંકાની ધરતી પર ૧૪ વર્ષ બાદ ટેસ્ટ જીત્યુંઃશ્રેણી ૧-૧થી ડ્રો
સતત હારેલા ચાર કોંગ્રેસ અગ્રણીને ટિકિટ માટે રાહુલ ગાંધીની સ્પષ્ટ ના
FDI નું કોકડું ઊકેલાતા FII ના સહારે શેરોમાં ભભૂકેલી તોફાની તેજી
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગર-લેહ ધોરીમાર્ગ બંધ
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved