Last Update : 30-November-2012, Friday

 

સરકારી ઓડિટરે સંસદમાં રજૂ કરેલો અહેવાલ
JNNURMમાં ૧૧૫ કરોડનું ભંડોળ ગેરમાર્ગે ખર્ચાવાનું કેગનું તારણ

૧૫૧૭માંથી માત્ર ૨૨ પ્રોજેક્ટ પૂરા થયા DRDOમા નવા પ્રોજેક્ટમાં પણ ગેરરીતિ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૯
કોલ બ્લોકની ફાળવણીમાં કૌભાંડ થયું હોવાનું સપાટી પર લાવનારા સરકારી ઓડિટર કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી)એ હવે જવાહરલાલ નેહરુ નેશનલ અર્બન રીન્યૂઅલ મિશન (જેએનએનયુઆરએમ)નાં અમલીકરણમાં ગોટાળો થયો હોવાનું તારણ જાહેર કર્યું છે. આ ઉપરાંત કેગે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં ગેરરીતિ બદલ ડીસેન્સ રીસર્ચ એન્ડ ડેવલટમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ની ઝટકણી કાઢી છે.
કેેેગે તેના ૧૦૩ પાનાના અહેવાલમાં જણાવ્યું હતું કે જેએનએનયુઆરએમનો અમલ કરતી વખતે રૃા. ૧૧૫ કરોડના ભંડોળને ગેરમાર્ગે ખર્ચાયું છે અને ગેરલાયક લાભાર્થીઓને લાભ મળ્યા છે. કેન્દ્રની આ માળખાગત વિકાસને લગતી ફલેગશીપ યોજનાની અમલવારીમાં અન્ય પણ કેટલીક ખામીઓ હોવાનું કેગનું કહેવું છે. આજે સંસદમાં રજૂ થયેલા આ યોજનાના ઓડિટ રિપોર્ટમાં કેેગે જણાવ્યું હતું કે યોજના અંતર્ગત મંજૂર કરાયેલા ૧૫૧૭ હાઉસિંગ પ્રોજેક્ટમાંથી માત્ર ૨૨નું કાર્ય નિર્ધારીત સમય (માર્ચ ૨૦૧૧) સુધીમાં પૂરું થયું છે.
આટલા મોટા પ્રોજેક્ટની દેખરેખ રાખવા માટે કેન્દ્રિય મંત્રાલયો પાસે પૂરતી વ્યવસ્થા ન હોવાનું નોંધી કેેેગે કહ્યું કે કેન્દ્ર સરકારે આ યોજનાના અમલમાં રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે પડેલી મુશ્કેલીઓને ગંભીરતાથી લઈને આગામી બે વર્ષમાં તેનું નિરાકણ લાવવું જોઈએ. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં શહેરી વિકાસની યોજનામાં કુલ રૃા. ૧૧૪.૬૮ કરોડનું ભંડોળ અન્ય માર્ગે વપરાયાના સાત કેસ સપાટી પર આવ્યા છે.
સરકારી ઓડિટરે ડીઆરડીઓની કામગીરી ગેરરીતિ થવાનું પણ અહેવાલમાં જણાવ્યું છે. અહેવાલમાં દર્શાવ્યા મુજબ ડીઆરડીઓએ હાથ ધરેલા નવા પ્રોજેક્ટમાં પ્રક્રિયાને લગતી ખામીઓ નજરમાં આવી છે. ડીઆરડીઓના ડીજી તેમજ સચિવની નાણાકીય સત્તા અનુક્રમે રૃા. ૨૫ કરોડથી વધારીને રૃા. ૫૦ કરોડ અને રૃા. ૬૦ કરોડથી વધારીને રૃા. ૭૫ કરોડ સુધી વિસ્તારવામાં આવી છે. આ બન્ને પદો એક જ વ્યક્તિ સંભાળે છે.
કેગે ટકોર કરતાં જણાવ્યું હતું કે તેના અહેવાલનાં આ તારણો પરથી એવું સાબિત થાય છે કે વિવિધ વિભાગોના કામકાજમાં પારદર્શિતા લાવવાનો સંરક્ષણ મંત્રાલયનો પ્રયત્ન હજુ સુધી સફળ થયો નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનીષા કોઈરાલાને કેન્સર થયું હોવાના અહેવાલ ઃ હોસ્પિટલ મૌન
હિમેશ રેશમિયાની રૃા. ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાની ઇચ્છા
શંકરસિંહ વાઘેલા કપડવંજ વિધાનસભા બેઠક પરથી લડશે

સ્વ. હરેન પંડયાના પત્ની જાગૃતિ બહેન એલિસબ્રિજના જીપીપીના ઉમેદવાર

ભાજપમાં ઉમેવારોની પસંદગી સામે વિરોધ- દેખાવો અને રાજીનામાં

૨૦૧૩માં જન્મ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડ સર્વશ્રેષ્ઠ દેશ

૧૭ અબજ સૂર્ય જેટલું દળ ધરાવતું સૌથી મોટું બ્લેક હોલ શોધાયું
ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને અમેરિકા જાન્યુ.માં સજા જાહેર કરશે
પોન્ટીંગે સતત નિષ્ફળતા બાદ ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લીધી

પોન્ટીંગની નિવૃત્તિ સાથે ક્રિકેટ જગતમાંથી એક યુગનો અસ્ત

તેંડુલકરને ફરજ ના પાડી શકાય ઃ ગંભીર
ન્યુઝીલેન્ડ શ્રીલંકાની ધરતી પર ૧૪ વર્ષ બાદ ટેસ્ટ જીત્યુંઃશ્રેણી ૧-૧થી ડ્રો
સતત હારેલા ચાર કોંગ્રેસ અગ્રણીને ટિકિટ માટે રાહુલ ગાંધીની સ્પષ્ટ ના
FDI નું કોકડું ઊકેલાતા FII ના સહારે શેરોમાં ભભૂકેલી તોફાની તેજી
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગર-લેહ ધોરીમાર્ગ બંધ
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved