Last Update : 30-November-2012, Friday

 

એફડીઆઇ મુદ્દે લોકસભામાં ચર્ચા સાથે મતદાનનો નિર્ણય તો કર્યો પરંતુ
માયાવતી, મમતા-મુલાયમથી મનમોહન મૂંઝવણમાં

લોકસભામાં ૪-૫ ડિસે.એ ચર્ચા અને મતદાનઃ રાહુલ ગાંધી અત્યારથી ચૂંટણીની તૈયારીમાં ઉમેદવારોની પસંદગી આરંભી ઃ ૨૦૦૯ કરતાં બમણી બેઠકો જીતવા આહ્વાન

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૯
રિટેલમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) મામલે સંસદમાં છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલી મંડાગાઠ આજે ઉકેલાઇ હતી અને આજે સંસદની કાર્યવાહી ઘણાં દિવસો પછી શક્ય બની હતી. આ અંગે ચર્ચા પછી મતદાનને આજે સંસદમાં બહાલી આપવામાં આવી હતી. પરંતુ સમાજવાદી પાર્ટીએ આ મામલે હુકમનું પાનું ન ખોલતાં સરકાર માટે રાજ્યસભામાં પરિસ્થિતિ મુશ્કેલ બની છે. માયાવતીએ પણ એફડીઆઇની વિરૃધ્ધમાં મતદાન અંગે તેમના પક્ષનો વ્યૂહ જણાવવાનો ઇન્કાર કરી દીધો છે. લોકસભામાં ચોથી અને પાંચમી ડિસેમ્બરે ચર્ચા થશે. જોકે રાજ્યસભામાં તે અંગે ચર્ચા કે મતદાનની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ હાલ રાહુલ ગાંધીએ ૨૦૧૪ની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી તૈયાર કરવાની શરૃઆત કરી દીધી છે તે જોતા ઘણાંને આશ્ચર્ય સર્જાયું છે. કેટલાક તો એમ માનતા થયા છે કે શું આ મધ્યસત્રીય ચૂંટણીની તૈયારી તો નથી ને?
આજે લોકસભાની કાર્યવાહી શરૃ થતાંની સાથે જ લોકસભાના સ્પીકર મીરા કુમારે જાહેરાત કરી હતી કે તેમણે મલ્ટિ બ્રાંડ રિટેલમાં એફડીઆઇ લાવવાના સરકારના વિવાદાસ્પદ નિર્ણય અંગે રૃલ ૧૮૪ હેઠળ ચર્ચા કરવાની મંજૂરી આપી છે. લોકસભામાં આ જાહેરાત પછી વિવાદ શમી જતાં રાજ્યસભાના ચેરમેન હામિદ અંસારીએ પણ તમામ પક્ષોના નેતાઓની એક બેઠક બોલાવી હતી અને મતદાનનો હક્ક આપતા રૃલ ૧૬૮ હેઠળ ચર્ચાને મંજૂરી આપી હતી.
પરંતુ શિડયુલ્ડ કાસ્ટ્સ અને શિડયુલ્ડ ટ્રાઇબને પ્રમોશનનો મામલો અનામત આપતું કોન્સ્ટિટયુશન બિલ(એમેન્ડમેન્ટ) બિલ મુદે ઉત્તર પ્રદેશના રાજકારણની એફડીઆઇના મુદે મતદાનને અસર કરી શકે છે. બીએસપીને આકર્ષવા માટના પ્રયાસમાં સરકારે આ સેશનમાં બિલને પાસ કરવાનું વચન આપ્યું હતું. જોકે તેનું આ પગલું સમાજવાદી પક્ષને નારાજ કરી ગયું હતું.
લોકસભામાં ૨૨ અને રાજ્યસભામાં ૯ સભ્યો ધરાવતાં સમાજવાદી પક્ષે તેના મતદાન અંગે મિશ્ર સંકેતો આપતાં પરિસ્થિતિ મુશ્કેલ બની છે. સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે કહ્યું હતું કે જો સરકાર તેને રાજ્યસભામાં લાવશે તો અમે તેની વિરૃધ્ધમાં મતદાન કરીશું. જોકે પક્ષના સુપ્રિમો મુલાયમ સિંહે આ મામલે સ્પષ્ટતા ન કરી હજુ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.
રાજ્યસભામાં ભાજપના નેતા રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું કે સંસદીય જવાબદેહિતા મુજબ જો સરકાર બન્ને ગૃહમાંથી કોઇ એકમાં બહુમતિ નથી મેળવતી તો તેને જેના પર ચર્ચા અને મતદાન થયું હોય તે નિર્ણય રદબાતલ કરવો જોઇએ.
ભાજપને વિશ્વાસ છે કે ડાબેરી પક્ષો, એનડીએના સાથી પક્ષો જેડી (યુ), એસએડી અને શિવ સેના તેમજ એજીપી, ટીડીપી, એઆઇએડીએમકે, આઇએનએલડી, ટીએમસી, બીપીએફ, જેએમએમ અને બે કે ત્રણ અપક્ષ ઉમેદવારો એફડીઆઇ નિર્ણયના વિરોધમા મતદાન કરશે.
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ આજે સિલિન્ડર ગેસ પર લાદવામાં આવેલી મર્યાદા અંગેના સરકારના નિર્ણયનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો. મમતા બેનર્જીના આ પક્ષ પણ એફડીઆઇના નિર્ણયના વિરોધમાં મતદાન કરશે. પરંતુ આજે એફડીઆઇ અને એસસી/એસટી બિલ મારફતે રાજ્યસભા મોકૂફ રહી હતી.
દરમિયાનમાં રાહુલ ગાંધીએ ૨૦૧૪ માટેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આરંભી છે. તેમણે બે દિવસ અગાઉ પક્ષની ચૂંટણી સંકલન સમિતિની બેઠક પણ યોજી હતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ, જનાર્દન દ્વિવેદી, દિગ્વિજય સિંહ, મધૂસૂદન મિસ્ત્રી અને ગ્રામ્ય વિકાસ પ્રધાન જયરામ રમેશ પાર્ટીની પેનલમાં હાજર રહ્યા હતા.
સુત્રોએ જણાવ્યું હતું કે રાહુલે અગાઉ પણ મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના પક્ષના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. તેમાં ગુજરાત, કર્ણાટક અને બિહારના નેતાઓનો પણ સમાવેશ થતો હતો. લોકસભાની ચૂંટણી માટેની તૈયારી વિશે તેમણે સવાલો કર્યા હતા. હાલના તબક્કે રાહુલે વિરોધ પક્ષો દ્વારા શાસિત આઠ રાજ્યોના કોંગ્રેસના નેતાઓને મળીને આખી સ્થિતિની ચર્ચા કરી હતી. આ રાજ્યોમાં લોકસભાની ૨૧૧ બેઠકો આવેલી છે. તેમણે પક્ષની બેઠક સંખ્તા ૨૦૦૯ની સરખામણીએ બમણી કરવાની હાકલ કરી હતી. આમાંથી તેમણે ૯૦ બેઠકો અલગ તારવી છે. જ્યાંથી પક્ષ જીતી શકે તેમ છે. રાહુલે યોજેલી બેઠકોમાં દરેક મતક્ષેત્રને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને ત્યાંની સ્થાનિક સમસ્યા, પક્ષની નબળાઇ, વિરોધ પક્ષના ઉમેદવારોની તાકાત અને નબળાઇ અને પક્ષના માળખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને દેશભરમાં લોકસભાની ૫૪૪ બેઠકો માટેની માહિતી મેળવવા ૫૪ ઓબ્ઝર્વરોની પસંદગી કરી હતી. આ ઓબ્ઝર્વરોમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો અને પૂર્વ સાંસદોનો સમાવેશ થતો હતો. આ વખતે પશ્ચિમ બંગાળમાં પક્ષને તૃણમૂલ કોંગ્રેસની આક્રમકતાનો સામનો પણ કરવો પડશે. મુલાયમ સિંહે તેમના ઉમેદવારોની બે યાદી બહાર પણ પાડી દીધી છે અને તે જોતાં કોંગ્રેસે પણ તેની પૂર્વતૈયારી આરંભી છે. આ વખતે ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઇને તના પ્રચાર સુધીની કામગીરી રાહુલના હાથમાં હોવાથી તમણે આશરે ડોઢ વર્ષ અગાઉથી જ આ કવાયત આરંભી દીધી છે.

 

પંદરમી લોકસભામાં પહેલીવાર તાકાતનાં પારખાં
૧૫મી લોકસભામાં આ પ્રકારે પહેલી વખત સરકારને તેની તાકાતનો પરિચય આપવાનો પ્રસંગ ઉભો થયો છે. કોઇ નિર્ણયની વિરૃધ્ધમાં આવીરીતે ચર્ચા અને મતદાન થયું હોય તેવા ઘણાં ઓછા પ્રસંગો છે. હાલમાં સરકાર લોકસભામાં બહુમતી મેળવવા આશ્વસ્ત છે. જોકે મુલાયમ અને માયાવતીએ હજુ કોઇ નિર્ણય જાહેર ન કરતાં મનમોહન માટે મૂંઝવણ પેદા થઇ છે. રાજ્યસભામાં તો સરકાર લઘુમતીમાં છે જ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનીષા કોઈરાલાને કેન્સર થયું હોવાના અહેવાલ ઃ હોસ્પિટલ મૌન
હિમેશ રેશમિયાની રૃા. ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવાની ઇચ્છા
શંકરસિંહ વાઘેલા કપડવંજ વિધાનસભા બેઠક પરથી લડશે

સ્વ. હરેન પંડયાના પત્ની જાગૃતિ બહેન એલિસબ્રિજના જીપીપીના ઉમેદવાર

ભાજપમાં ઉમેવારોની પસંદગી સામે વિરોધ- દેખાવો અને રાજીનામાં

૨૦૧૩માં જન્મ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડ સર્વશ્રેષ્ઠ દેશ

૧૭ અબજ સૂર્ય જેટલું દળ ધરાવતું સૌથી મોટું બ્લેક હોલ શોધાયું
ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાને અમેરિકા જાન્યુ.માં સજા જાહેર કરશે
પોન્ટીંગે સતત નિષ્ફળતા બાદ ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લીધી

પોન્ટીંગની નિવૃત્તિ સાથે ક્રિકેટ જગતમાંથી એક યુગનો અસ્ત

તેંડુલકરને ફરજ ના પાડી શકાય ઃ ગંભીર
ન્યુઝીલેન્ડ શ્રીલંકાની ધરતી પર ૧૪ વર્ષ બાદ ટેસ્ટ જીત્યુંઃશ્રેણી ૧-૧થી ડ્રો
સતત હારેલા ચાર કોંગ્રેસ અગ્રણીને ટિકિટ માટે રાહુલ ગાંધીની સ્પષ્ટ ના
FDI નું કોકડું ઊકેલાતા FII ના સહારે શેરોમાં ભભૂકેલી તોફાની તેજી
કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગર-લેહ ધોરીમાર્ગ બંધ
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved