Last Update : 29-November-2012, Thursday

 

સીબીઆઇની સ્વાયત્તતા


ભારતની સર્વોચ્ચ તપાસસંસ્થા સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટીગેશન- સીબીઆઇ વખતોવખત વિવાદના કેન્દ્રમાં આવતી રહી છે. અત્યારે તેને લગતો વિવાદ નવા ડાયરેક્ટરની નિમણૂંક અંગેનો છે. વર્તમાન ડાયરેક્ટર અમરપ્રતાપ સંિઘની નિવૃત્તિ પછી બિહારની કેડરના આઇપીએસ અધિકારી રણજિત સંિહાની એ હોદ્દા માટે પસંદગી કરવામાં આવતાં, ભાજપે તેનો વિરોધ કર્યો છે. વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા શબ્દાર્થમાં સાર્થક કરનાર ભાજપે આ બાબતે સંસદમાં પસાર થવાની રાહ જોતા લોકપાલ ખરડાનું કારણ આગળ ધર્યું છે. બન્ને ગૃહોના ભાજપી નેતાઓ સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલીની દલીલ છે કે સીબીઆઇના ડાયરેક્ટરની નિમણૂંક કોલીજીયમ પદ્ધતિથી- એટલે કે એક ઉચ્ચ સ્તરીય સંયુક્ત સમિતિથી- કરવાની જોગવાઇ લોકપાલ ખરડામાં છે. માટે જૂની પદ્ધતિ પ્રમાણે કરાયેલી રણજિત સંિહાની નિમણૂંક રદ થવી જોઇએ.
લોકપાલ ખરડામાં સીબીઆઇના વડાની નિમણૂંક વડાપ્રધાન, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા- આ ત્રણની બનેલી સમિતિ દ્વારા કરવાની જોગવાઇ મૂકવામાં આવી છે. તેનો આશય આ હોદ્દાને અને એકંદરે સંસ્થાને તટસ્થતાની આભા બક્ષવાનો છે. એમ તો, અત્યારે થયેલી નિમણૂંક પણ કંઇ સરકારે મનસ્વી રીતે મનમરજી મુજબ કરી નાખી હોય એવું નથી. સર્વોચ્ચ અદાલતની સમિતિએ એ નિમણૂંક કરી છે અને ચીફ વિજિલન્સ અધિકારીએ તેની પર મંજૂરીની મહોર મારી છે. તેમ છતાં, સૌ જાણે છે કે સીબીઆઇ પર સરકાર માટે, સરકાર દ્વારા અને સરકારનું કામ કરવાના આક્ષેપ લાંબા સમયથી થતી રહ્યા છે અને એ આક્ષેપો સાવ કાઢી નાખી શકાય એવા નથી.
સીબીઆઇનો રાજકીય દુરુપયોગ ચંિતાજનક હદે પહોંચ્યો છે અને એ જૂની વાત છે. સત્તાધીશો ઘણી વાર સીબીઆઇનો ઉપયોગ પાલતુ હંિસક જાનવરની જેમ કરતા જણાયા છે. જેમ્સ બોન્ડની ફિલ્મોના શક્તિશાળી વિલનો જે રીતે તેમની ચિત્રવિચિત્ર શક્તિઓ બોન્ડ સામે છૂટી મૂકી દે, કંઇક એવી જ રીતે સરકાર વિપક્ષી નેતાઓ કે કહ્યામાં ન રહેતા સાથીપક્ષો સામે સીબીઆઇની તપાસ છૂટી મૂકી દે છે. તપાસ ક્યારે શરૂ કરવી, ક્યારે તેની પર બ્રેક મારવી અને નવેસરથી તેને ક્યારે ઉગામવી, એ બધા નિર્ણયો સરકારી આકાઓ દ્વારા લેવાય છે. આ કાર્યવાહી એટલી ભદ્દી રીતે થતી હોય છે કે સીબીઆઇની સ્વાયત્તતા પોથીમાંનાં રીંગણાં જેવી જ પુરવાર થાય છે. સીબીઆઇની મથરાવટી બાબતે બધી સરકારો ‘દાગ અચ્છે હૈ’ની નીતિમાં માનતી લાગે છે. એટલે વિપક્ષમાં હોય ત્યારે તે સીબીઆઇની સરકારી વફાદારીના ભાંડે છે અને પોતે સરકારમાં આવે એટલે એ જ વફાદારીનો હથિયાર તરીકે ઉપયોગ કરતાં ખચકાતા નથી.
સીબીઆઇ સહિતની બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા બંધારણમાં સુનિશ્ચિત હોવા છતાં, આ સંસ્થાઓ કમનસીબે કરોડરજ્જુ વગરના કેટલાક અફસરોને કારણે સરકારના ધુંટણીયે પડવાની આદત ધરાવતી થઇ ચૂકી છે. પરિણામે, એક સમયે ગંભીરતા ધરાવતી ‘સીબીઆઇની તપાસ’ની ધમકી બિનરાજકીય બાબતોમાં તેનાં ધાર અને ગંભીરતા ખોઇ બેઠી છે. ઘણુંખરું તો સીબીઆઇની તપાસનો રાજકીય અર્થ એટલો જ થાય છે કે હવે સરકાર સાથે બેસીને વાત કરવી પડશે. માયાવતી અને મુલાયમસંિઘ જેવા નેતાઓના કિસ્સામાં સરકારે સાવ દેખીતી રીતે સીબીઆઇનો રાજકીય ઉપયોગ કરીને, સંસ્થાને હાંસીપાત્ર બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
વિદાય થતા ડાયરેક્ટર અમરપ્રતાપ સંિઘે એ જ કારણથી સીબીઆઇના ડાયરેક્ટરની નિમણૂંકની વર્તમાન પદ્ધતિ તટસ્થ હોવા છતાં, કોલીજીયમ પદ્ધતિની તરફેણ કરી છે. એમ કરવાથી કદાચ રાજકીય સ્તરે, મુખ્ય વિપક્ષ દ્વારા થતો નિમણૂંકનો વિરોધ ટાળી શકાય, પરંતુ એક વાર નિમણૂંક થઇ ગયા પછી કામગીરીની રાજકીય તટસ્થતાનો મુખ્ય પ્રશ્ન ઊભો રહે છે. સંિઘે એવું પણ સૂચન કર્યું છે કે સીબીઆઇના ડાયરેક્ટરનો કાર્યકાળ બે વર્ષથી લંબાવીને પાંચ વર્ષ સુધીનો કરવો જોઇએ, જેથી નક્કર અને સાતત્યપૂર્ણ કામગીરી કરવાનો સમય મળે. તેમણે બ્રિટન અને અમેરિકાની તપાસસંસ્થાઓના દાખલા ટાંક્યા છે, જેમાં વડા હોદ્દેદાર પાંચથી દસ વર્ષ સુધી એ પદે કાર્યરત રહે છે.
ભારતમાં નેતાઓનું ચાલે તો સરકાર બદલાય તેની સાથે સીબીઆઇના ડાયરેક્ટરને બદલી નાખે, એ હદે આ સંસ્થાની છબી ખરડાયેલી છે. તેના સેંકડો કેસમાં લાખો-કરોડો રૂપિયાનું આંધણ થયા પછી કશાં નક્કર તારણ વિના, કેસનું ફીંડલું વળી જાય છે. તેમ છતાં, ભ્રષ્ટાચારના કેસ લોકપાલ ખરડા અંતર્ગત નીમાનારા બીજા માળખા પાસે જતા ન રહે એ માટે વર્તમાન ડાયરેક્ટર સંિઘે ઘણી લડત આપી હતી અને ભ્રષ્ટાચારના કેસની તપાસ સીબીઆઇ પાસે જ રહે એવી વર્તમાન વ્યવસ્થા જાળવી રાખી હતી. બંધારણીય સંસ્થા તરીકેનો દરજ્જો ધરાવતી સીબીઆઇના ઉચ્ચ અફસરો રાજકીય વફાદારી ને આજ્ઞાંકિતતાથી અળગા રહે તો તેને તટસ્થતા જાળવવા માટે વધારાની કોઇ જોગવાઇઓની જરૂર નહીં પડે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved