Last Update : 29-November-2012, Thursday

 

સબસીડી લાભ મેળવનારના ખાતામાં જમા થશે
‘આધાર’ હેઠળ કેશ ટ્રાન્સફર સરકારની મહત્વકાંક્ષી સ્કીમ

 

- વિપક્ષની નજરે મતલક્ષી સ્કીમ પણ ગરીબોને સહાય કરતી નવી સિસ્ટમ

 

અરવંિદ કેજરીવાલે ભલે આમ આદમી પાર્ટી ઊભી કરી હોય પણ આમ આદમી માટે યુપીએ કેન્દ્ર સરકાર નવો પ્રયોગ શરૂ કરી રહી છે. જો તે સફળ થશે તો આમ આદમીના ખાતામાં રોકડ રકમ આવશે અને ૨૦૧૪નો જંગ સરકાર આસાનીથી જીતી જશે. કેશ ટ્રાન્સફર સ્કીમ ભલે રાજકીય દ્રષ્ટિએ મતલક્ષી હોય પરંતુ સમાજના જરૂરિઆતમંદ લોકો માટે તે આશિર્વાદ સમાન નીવડે એવું લાગી રહ્યું છે. આવી સિસ્ટમ આવકાર્ય એટલા માટે છે કે સરકાર અને લાભ મેળવનારાઓ વચ્ચે સીઘું ડીલીંગ થશે એટલે ભ્રષ્ટાચાર કરતા વચેટીયાઓનો છેદ ઊડી જશે.
આ યોજનાથી સૌથી મોટો લાભ ભ્રષ્ટાચાર બાબતે અને વચેટીયાની બાબતે થશે. ભ્રષ્ટાચાર ઓછો થશે અને સહાયની ટ્રાન્ઝેકશન કોસ્ટ મોટા પાયે કપાશે. બીપીએલ ફેમીલી માટે આ સ્કીમો પૈકી તે કઇ સ્કીમનો લાભ લેવા માગે છે તે પણ પસંદ કરી શકશે.
સરકાર કોઇ એક જીવન જરૂરી વસ્તુ ગરીબ વર્ગને સબસીડી કાપીને આપે છે એટલે ગરીબના ઘરમાં તે સસ્તા ભાવે આવે છે પરંતુ હાલની સિસ્ટમમાં અનેક સ્તરે વચેટીયા હોય છે. ડાયરેક્ટ ટ્રાન્સફરમાં ગરીબોને વસ્તુ બજાર ભાવે મળશે અને સબસીડીની રકમ સીધી તેના ખાતામાં જમા થશે.
સરકારની વિવિધ સ્કીમો હેઠળ જે લાભાર્થીઓને લાભ મળે છે તે લાભ સીધો જ તેના ખાતામાં જમા થાય તે સિસ્ટમને કેશ ટ્રાન્સફર કહે છે. પેન્શન, સબસીડી વગેરેનોે લાભ લેતા ‘આધાર’ કાર્ડ ધરાવનારાઓના ખાતામાં રકમ જમા થશે. આ સિસ્ટમના કારણે રાંધણ ગેસ, પાવર અને અન્ય બળતણ પર મળતી સબસીડી દૂર થશે. સરકારના સૂત્રો જણાવે છે કે ૧લી જાન્યુઆરી ૨૦૧૩થી તે ૫૧ જિલ્લાઓમાં શરૂ થશે અને ડિસેમ્બર ૨૦૧૩ સુધીમાં સમગ્ર દેશને આ યોજના હેઠળ આવરી લેવાશે.
અહીં જ્યારે ડિસેમ્બર ૨૦૧૩માં સમગ્ર દેશને આ સ્કીમ હેઠળ આવરી લેવાની વાત આવે ત્યારે આ સિસ્ટમ ૨૦૧૪ના માર્ચમાં આવનાર ચૂંટણીઓમાં લાભ ઉઠાવવા માટેનું પ્લાનીંગ પણ હોઇ શકે છે.
૩૦૦૦ અબજ રૂપિયા જ્યારે લોકોના ખાતામાં ટ્રાન્સફર થાય તે એક ઐતિહાસિક સિસ્ટમ બની રહેશે. પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (જાહેર વિતરણ વ્યવસ્થા) હેઠળ ચાલતી લાલીયાવાડી પણ સહન કરવાનો વારો નહીં આવે. ડાયરેક્ટ ટ્રાન્સફર હેઠળ ગરીબીને પણ હટાવી શકાશે.
કમનસીબી એ છે કે યુપીએ કેન્દ્ર સરકાર ગમે એટલા પોઝીટીવ પગલાં ભરે પણ અંતે તો તેના પર તે ચૂંટણીમાં લાભ ઉઠાવવાનો જ આક્ષેપ થવાનો છે. આપણા રાજકીય પક્ષો પણ પ્રજાને અપાતા કોઇપણ લાભમાં પોતાનો સ્વાર્થ જરૂર જુવે છે.
પરંતુ દબાયેલા - કચડાયેલા વર્ગની ખરી સમસ્યાનો ઉકેલ કોઇ શોધી શકતું નથી. સબસીડીના કારણે સરકારની તિજોરી પર ભારણ વધે છે જે જંગી ખાધ માટે કારણભૂત છે. એક તરફ ખાધ વધે છે બીજી તરફ ગરીબ વર્ગને સબસીડીનો કોઇ લાભ મળતો નથી, લાભ વચેટીયા ઝાપટી જાય છે.
નેશનલ રુરલ ગેરન્ટી એકટે (શઇય્છ) યુપીએ સરકારને ૨૦૦૯માં જીત અપાવી હતી. સરકાર ૨૦૧૪માં જીત માટે કોઇ પ્લાન શોધતી હતી. સરકાર સામે અબજો રૂપિયાના આક્ષેપો વચ્ચે ‘‘ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ’’ તૈયાર થઇ ગઇ છે.
આધાર યુનિક આઈડેન્ટીફીકેશન સ્કીમ મારફતે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરાશે. યુઆઈડી ઓથોરીટીના વડા નંદન નિલકાની છે. તેમની આધાર સ્કિમ હેઠળ પ્રજા સુધી લાભ પહોંચે એવો આ પ્રથમ પ્રયોગ છે.
આ યોજના દેશના ૨૧૦ મીલીયન લોકો સુધી પહોંચશે. દેશના અડધો-અડધ લોકો પાસે જ્યારે બેંક એકાઉન્ટ ના હોય ત્યારે તેમના ખાતામાં સરકારની સ્કીમોના પૈસા જમા કરાવવા એ બહુ મોટા આયોજનનું કામ છે. ૨૦૧૩ના અંત સુધીમાં ડાયરેક્ટ પેમેન્ટની આ સિસ્ટમ હેઠળ સરકાર લાભ મેળવનારાના ખાતાઓમાં ૩૦૦૦ અબજ રૂપિયા જમા કરાવશે.
પ્રથમ નજરે જ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર લાભપ્રદ બની રહેશે. સબસીડીની રકમ સીધી જ લાભ મેળવનારાના ખાતામાં જમા થાય એટલે પછી તે આ જમા રકમ પોતાની રીતે વાપરી શકે છે. દર મહિને મળતી, રેશનીંગની ચીજો સહિતની સરકારની સહાયમાં સબસીડી અપાય છે. આમ દર મહિને અંદાજે ૨૦૦૦ રૂપિયા જેવી રકમ જે તે ખાતેદારના ખાતામાં જમા થશે. ત્યારબાદ ખાતેદાર પોતે તે રકમનો વહીવટ કરી શકશે.
આ પ્રોજેક્ટ લાભકર્તાઓના ખાતામાં સીધી રોકડ જમા કરાવશે એમ એમ સરકાર માટે મત પણ ખેંચી લાવશે. દરેકના મનમાં પ્રશ્ન છે કે આ પ્રોજેક્ટ સફળ થશે ખરો?! કર્ણાટક અને મઘ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ સફળ થયો છે.
વિશ્વમાં બ્રાઝીલ, ઈન્ડોનેશિયા અને ચીલીમાં આ પ્રોજેક્ટ સફળ થયો છે. આ પ્રોજેક્ટથી સરકારને કેટલા મત મળશે તે તો સમય જ કહેશે પણ તેનાથી જરૂરિઆતમંદ પરિવારોના ખાતામાં રોકડ પૈસા જમા થશે જે દેશમાં એક ઐતિહાસિક કદમ બનશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે સોનિયા, એહમદ પટેલ, ફર્નાન્ડિસ, જોષી વચ્ચે બેઠક
મતદાનની સ્લીપ હશે તો ઓળખકાર્ડની જરૃર નહી

થાનગઢ હત્યાકાંડ પ્રકરણમાં કમાન્ડોની એ.કે.૪૭માંથી ગોળીઓ છૂટી હતી

મધુબેન સાથે જૂના રસોઈયા રોહિતે ફરી નોકરી મેળવવા ઝઘડો કરેલો
૨૦૦૭માં પિતા હાર્યા તે ગોધરા બેઠક પર પુત્રને ટિકીટ ફાળવાઈ
ધોનીના ઇશારે બીસીસીઆઇએ ઇડન ગાર્ડનના ક્યુરેટરની હકાલપટ્ટી કરી

ભારત સામેની ટ્વેન્ટી-૨૦ અને વન ડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર

પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી મજલ ખેડશે
ગ્રીસ પેકેજ મંજૂરી છતાં યુરો એસેટ જોખમ, યુ.એસ. ફિસ્કલ ક્લીફ ચિંતાએ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોનું રૃ.૪૦૦ તૂટી રૃ.૩૨ હજારની અંદર વિશ્વ બજારમાં ૪૦ ડોલરનું ગાબડું
સેબીએ સાત જણાં પર પ્રતિબંધ મૂક્યો

લિસ્ટેડ ડેટ સિક્યુરિટીઝનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ રૃ. બે લાખ કરોડનો આંક વટાવી ગયું

કેતન પારેખ સાથે સંકળાયેલી કંપનીઓમાં સોદા કરવા બદલએમઆઇટીએલ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકતી સેબી
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકા પર પરાજયનો ભય સર્જાયો
ગુજરાતની ગર્લ્સ ટીમ સબજુનિયર નેશનલ વોલીબોલમાં ચેમ્પિયન
 

 

 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved